Maharashtra: ફડણવીસ સહિત ભાજપના નેતાઓની અટકાયત, નવાબ મલિકના રાજીનામાની માંગ સાથે મુંબઈમાં મોરચો કાઢી રહ્યા હતા

|

Mar 09, 2022 | 5:44 PM

કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ ફડણવીસે કહ્યું કે, સંઘર્ષ ચાલુ રહેશે. સુધીર મુનગંટીવારે વિરોધ મોરચાના સંદર્ભમાં પુષ્પા ફિલ્મના સંવાદનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપનું ચૂંટણી ચિન્હ કમળ છે તો ફ્લાવર સમજો છો શું ? ફ્લાવર નહી ફાયર છે.

Maharashtra: ફડણવીસ સહિત ભાજપના નેતાઓની અટકાયત, નવાબ મલિકના રાજીનામાની માંગ સાથે મુંબઈમાં મોરચો કાઢી રહ્યા હતા
Devendra Fadnavis

Follow us on

બુધવારે ભાજપે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આઝાદ મેદાનથી મેટ્રો સર્કલ સુધી મુંબઈમાં વિરાટ મોરચો (BJP Protest Morcha in Mumbai) કાઢ્યો હતો. ભાજપ મહા વિકાસ સરકારમાં મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકના રાજીનામાની માંગ કરી રહી છે. સેંકડોની સંખ્યામાં તૈનાત મુંબઈ પોલીસે મેટ્રો સિનેમા પાસે મોરચો રોક્યો અને ભાજપના નેતાઓ અને કાર્યકરોને શાંત રહેવા કહ્યું. પરંતુ ભાજપના નેતાઓ અને કાર્યકરો વિધાનસભા ભવન સુધી જવા માટે મક્કમ હતા. આના પર મુંબઈ પોલીસે પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર, વિધાન પરિષદમાં વિપક્ષી નેતા પ્રવીણ દરેકર, આશિષ શેલાર અને મોરચાનું નેતૃત્વ કરી રહેલા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)  સહિત અન્ય નેતાઓની અટકાયત કરી હતી. મુંબઈ ભાજપ પ્રમુખ મંગલ પ્રભાત લોઢા, નિતેશ રાણે, પ્રસાદ લાડ, કિરીટ સોમૈયા અને અતુલ ભાટખાલકર જેવા ઘણા મોટા નેતાઓએ મોરચામાં ભાગ લીધો હતો.

આ પછી પોલીસે બીજેપી કાર્યકર્તાઓને સ્થળ પરથી જવાનું કહ્યું અને તેમને સ્થળ પર બેરિકેડ કરી આગળ વધતા રોક્યા. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે પણ ભાજપના કાર્યકરોને પોલીસને સહકાર આપવા અને બળજબરી ન કરવા અપીલ કરી હતી. આ પછી અટકાયત કરાયેલા નેતાઓને યલો ગેટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. એક કલાક સુધી પોલીસ સ્ટેશનમાં અટકાયત કરાયેલા આગેવાનોએ સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું હતું. આ નેતાઓને એક કલાક બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા છોડી દેવાયા બાદ દેવેન્દ્ર ફડણવીસે પોલીસ સ્ટેશનની બહાર ઊભેલા પત્રકારોને કહ્યું કે જ્યાં સુધી નવાબ મલિક રાજીનામું નહીં આપે ત્યાં સુધી ભાજપ પાર્ટીનો સંઘર્ષ ચાલુ રહેશે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

એક કલાક પછી ફડણવીસને છોડવામાં આવ્યા, કહ્યું- જ્યાં સુધી મલિક રાજીનામું નહીં આપે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે

ભાજપનું ચૂંટણી ચિન્હ કમળ છે તો  ફ્લાવર સમજો છો શું ? ફ્લાવર નહી ફાયર છે.

દેવેન્દ્ર ફડણવીસે કસ્ટડીમાં લીધા પહેલા મોરચામાં સામેલ કાર્યકરોને સંબોધતા કહ્યું કે અનિલ દેશમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે, સંજય રાઠોડનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. તો પછી દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત વ્યક્તિનું રાજીનામું કેમ સ્વીકારવામાં નથી આવી રહ્યું. શું આ સરકાર દાઉદની સૂચના પર ચાલે છે? આ મોરચામાં સામેલ પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે વિરોધ મોરચાના સંદર્ભમાં પુષ્પા ફિલ્મના સંવાદ ઉમેરતા જણાવ્યું હતું કે, ભાજપનું ચૂંટણી ચિન્હ કમળ છે તો  ફ્લાવર સમજો છો શું ? ફ્લાવર નહી ફાયર છે. નવાબ મલિકના રાજીનામા સુધી આ આગ ઓલવાશે નહીં. હવે આ આગ ભડકશે. આ આગમાં જેમણે આતંકવાદીઓને મદદ કરી હતી તેઓ બળીને રાખ થઈ જશે.

આ પણ વાંચો : ભાજપના ધારાસભ્યે કોર્ટમાં દાખલ કરી પીઆઈએલ, કોર્ટે આ કારણ આપીને લગાવી ફટકાર

Next Article