New Year 2022: મુંબઈમાં ન્યુ યર પાર્ટીઓ પર BMC અને પોલીસની કડક નજર, નવા નિયમો થયા જાહેર

|

Dec 22, 2021 | 7:08 PM

મુંબઈમાં ઓમિક્રોનના વધતા ખતરાને જોતા એક અઠવાડિયામાં બે વખત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યાં એક જગ્યાએ 1 હજાર લોકોને એકઠા થવાની છૂટ હતી, ત્યાં હવે એક જગ્યાએ માત્ર 200 લોકો જ ભેગા થઈ શકશે.

New Year 2022: મુંબઈમાં ન્યુ યર પાર્ટીઓ પર BMC અને પોલીસની કડક નજર, નવા નિયમો થયા જાહેર
New rules issued by BMC (Symbolic Image)

Follow us on

જો તમે નવા વર્ષનું  ધામધુમથી સ્વાગત (New Year Celebration) કરવાની તૈયારી કરી રહ્યા છો અને મુંબઈ (Mumbai) માં થર્ટી ફર્સ્ટ નાઈટ પાર્ટીનું (third first night party) આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. આ આયોજન કરતાં પહેલા, અમારી સલાહ છે કે તમારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC Omicron Rules) દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા પર એક નજર નાખવી જોઈએ. ક્યાંક એવું ન થાય  કે તમે નિયમોનું પાલન ન કરો અને પાલિકા અને પોલીસના (Mumbai Police) હાથે પકડાઈ જાઓ.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈકબાલ સિંહ ચહલે આ નવી નિયમાવલી બહાર પાડી છે. આ નિયમો અનુસાર, જો 200 લોકો એક જગ્યાએ એકઠા થવાના હોય તો પહેલા સંબંધિત વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરની લેખિત પરવાનગી લેવી પડશે. તેમજ બે વ્યક્તિઓ વચ્ચે છ ફૂટનું અંતર રાખવું જરૂરી રહેશે. આ સિવાય કોરોનાના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં, તેના પર મુંબઈ પોલીસની નજર રહેશે તે અલગ. એટલા માટે એકવાર BMC દ્વારા જાહેર કરાયેલા નિયમોને ધ્યાનથી વાંચી લો.

મુંબઈમાં ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને BMCની માર્ગદર્શિકા

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

મુંબઈમાં ઓમિક્રોનના વધતા ખતરાને જોતા એક અઠવાડિયામાં બે વખત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યાં એક જગ્યાએ 1 હજાર લોકોને એકઠા થવાની છૂટ હતી, ત્યાં હવે એક જગ્યાએ માત્ર 200 લોકો જ ભેગા થઈ શકશે. આ ઉપરાંત બે વ્યક્તિ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પણ જરૂરી છે.

કોઈપણ કાર્યક્રમ ભલે તે રાજકીય હોય, સામાજિક હોય કે સાંસ્કૃતિક હોય કે પારિવારિક હોય, તેના માટે સંબંધિત હોલમાં માત્ર 50 ટકા લોકોની હાજરીની જ મંજૂરી છે. જો કાર્યક્રમ ખુલ્લી જગ્યાઓ પર યોજવામાં આવે છે, તો ક્ષમતામાંથી 25 ટકા લોકોની હાજરીની મંજૂરી છે. આ તમામ માટે સંબંધિત નગરપાલિકા અધિકારીઓને લેખિત મંજુરી લઈને તેનું નિરીક્ષણ કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત જે જગ્યાએ લોકો ભેગા થાય છે ત્યાં સેનિટાઈઝેશન, માસ્ક વગેરેની વ્યવસ્થા કરવી જરૂરી છે. થર્ટી ફર્સ્ટની પાર્ટી હોય કે નાતાલનો કાર્યક્રમ હોય, ત્યાં હાજર રહેનારાઓનું રસીકરણ પૂર્ણ થયેલું હોવું જરૂરી છે. રસીકરણના બંને ડોઝ લીધા વિના કોઈને પણ આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

મુંબઈમાં ઓમિક્રોનના 8 નવા કેસ સામે આવ્યા છે

મુંબઈ સહિત રાજ્યમાં ઓમિક્રોનના 11 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 8 કેસ મુંબઈના છે. બાકી પિંપરી-ચિંચવાડ, ઉસ્માનાબાદ, નવી મુંબઈમાં એક-એક કેસ છે. આ રીતે, હવે સમગ્ર મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 65 થઈ ગઈ છે. ઓમિક્રોનથી અત્યાર સુધીમાં 34 લોકો સાજા પણ થઈ ચુક્યા છે.

આ પણ વાંચો :  Maharashtra Omicron Alert ! મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર પર છવાયા જોખમના વાદળો, RT-PCR ટેસ્ટમાં 8 પોલીસકર્મીઓ સહિત 10 કોવિડ પોઝિટિવ મળી આવ્યા

Next Article