ડ્રગ્સ વિરુદ્ધ મુંબઈ NCB એ કરી ફરી મોટી કાર્યવાહી, મહારાષ્ટ્રના નાંદેડમાં પકડાયો 1.1 ટન ગાંજો, જલગાંવમાં પણ 1500 કિલો ગાંજો જપ્ત

ગાંજાના આ કન્સાઈનમેન્ટ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહ્યા હતા. સપ્લાયર અને રીસીવરની ઓળખ કરવામાં આવી રહી છે. 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ મીડિયાને આ માહિતી આપી છે.

ડ્રગ્સ વિરુદ્ધ મુંબઈ NCB એ કરી ફરી મોટી કાર્યવાહી, મહારાષ્ટ્રના નાંદેડમાં પકડાયો 1.1 ટન ગાંજો, જલગાંવમાં પણ 1500 કિલો ગાંજો જપ્ત
Mumbai NCB seized 1500 kg ganja from jalgaon and cannabis worth of 4 crore in 35 bags seized in nanded in maharashtra
| Edited By: | Updated on: Nov 15, 2021 | 6:27 PM

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની મુંબઈની (Mumbai) ટીમે મહારાષ્ટ્રના (Maharashtra) નાંદેડ જિલ્લામાંથી 1.1 ટન ગાંજો (Cannabis) પકડ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત 4 કરોડની આસપાસ છે. ગાંજાના આ કન્સાઈનમેન્ટ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી (Visakhapatnam) મુંબઈ આવી રહ્યા હતા. સપ્લાયર (Drugs supplier) અને રીસીવરની ઓળખ કરવામાં આવી રહી છે. 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ આંધ્રપ્રદેશના (Andhra Pradesh) રહેવાસી છે. એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ (NCB Zonal Director Sameer Wankhede) મીડિયાને આ માહિતી આપી છે. તે નાંદેડના નાયગાંવ તાલુકાના મૌજે માંજરમ નજીક ગેરકાયદેસર રીતે ડ્રગ્સ લઈ જતા પકડાયા હતા.

બીજી કાર્યવાહીમાં, NCBએ મહારાષ્ટ્રના જ જલગાંવમાંથી 1500 કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો છે. તે ટ્રકમાં ભરીને લાવવામાં આવી રહ્યો હતો. આ જથ્થો જલગાંવના એરંડોલમાંથી જપ્ત કરવામાં આવ્યો છે. ગાંજો આંધ્રપ્રદેશથી મહારાષ્ટ્ર લાવવામાં આવી રહ્યો હતો. ગાંજાના આ કન્સાઈનમેન્ટને માત્ર આંધ્રપ્રદેશથી ફક્ત મહારાષ્ટ્રમાં જ લાવવાની નહી પરંતુ અન્ય રાજ્યોમાં પણ મોકલવાની યોજના હતી.

નાંદેડમાં 1.1 ટન ગાંજાનો જથ્થો આ રીતે પકડાયો

મુંબઈ NCB ટીમને બાતમી મળી હતી કે નાયગાંવ તાલુકા (પ્રખંડ) ના મૌજે માંજરમ પાસે મોટા પાયે ગાંજાની હેરફેર કરવામાં આવી રહી છે. માહિતી મળતાં જ મુંબઈ NCBની ટીમ સવારે પાંચ વાગ્યાની આસપાસ માંજરમ પહોંચી હતી. અહીં સ્થાનિક પોલીસ અને ગ્રામજનોની મદદથી MH 26 AD 2165 નંબરની ટ્રકને અટકાવવામાં આવી હતી. ટ્રકની તલાશી લેવામાં આવી હતી. સર્ચ દરમિયાન 35 બોરીઓમાં 4 કરોડનો ગાંજો મળી આવ્યો હતો.

જલગાંવમાં 1500 કિલો ગાંજા પકડાયો

મુંબઈ એનસીબીએ પણ સવારે જલગાંવ જિલ્લાના એરડોલમાં પણ આ રીતે કાર્યવાહી કરીને 1500 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. અહીં પણ એનસીબીને બાતમી મળી હતી કે ટ્રકમાં ગેરકાયદેસર રીતે ગાંજાની હેરફેર કરવામાં આવી રહી છે. જ્યારે NCBએ ટ્રકને રોકીને તેની તલાશી લેતા લગભગ 1500 કરોડનો ગાંજો મળી આવ્યો હતો. આ જથ્થો આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી મહારાષ્ટ્ર લાવવામાં આવી રહ્યો હતો. નોંધનીય છે કે નાંદેડમાં જપ્ત કરાયેલો ગાંજો પણ વિશાખાપટ્ટનમથી જ લાવવામાં આવતો હતો. ગાંજાના કન્સાઈનમેન્ટને માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, અન્ય રાજ્યોમાં પણ સપ્લાય કરવાની યોજના હતી. હાલ આ મામલે NCB દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :  કંગના રનૌતના નિવેદન પર ઔવૈસીએ કહ્યું, દેશને 2014માં આઝાદી મળી, ભૂલથી પણ જો કોઈ મુસ્લિમે આ કહ્યું હોય તો તેનું એન્કાઉન્ટર કર્યું હોત