મુંબઈગરાઓ માટે એક સારા સમાચાર છે. મુંબઈ મેટ્રોના (Mumbai Metro) વધુ બે રૂટનું કામ હવે છેલ્લા તબક્કામાં છે. મેટ્રો 7 અને મેટ્રો 2-Aનું કામ આગામી 3થી 5 મહિનામાં પૂર્ણ થશે. એટલે કે ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે આ બે રૂટ સાથે જોડાયેલા મુસાફરો મેટ્રોમાં મુસાફરીનો આનંદ માણી શકશે. આ માહિતી એમએમઆરડીએ (Mumbai Metropolitan Region Development Authority-MMRDA)ના કમિશનર એસ. શ્રીનિવાસ દ્વારા આપવામાં આવી છે.
મુંબઈમાં મેટ્રો -7 એટલે કે રેડ લાઈન અને મેટ્રો -2એ એટલે કે યલો લાઈનનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ થઈ રહ્યું છે. બંને રૂટમાં ટેસ્ટીંગનું કામ અંતિમ તબક્કામાં છે. મુંબઈના વિવિધ સ્ટેશનોનું કામ પણ પૂર્ણ થવા આવ્યું છે. એમએમઆરડીએ કમિશનર એસ. શ્રીનિવાસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ‘ઓક્ટોબરથી જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી એટલે કે આગામી ત્રણથી પાંચ મહિનામાં મુંબઈ મેટ્રો આ બંને રૂટ પર કાર્યરત થઈ જશે.’
મેટ્રો 7 અને મેટ્રો 2-A રૂટ પર દોડવાની છે મુંબઈ મેટ્રો
મેટ્રો 7 અંધેરી પૂર્વથી દહિસર પૂર્વ સુધી સાડા સોળ કિલોમીટર (16.475 કિમી)ની લંબાઈમાં ફેલાયેલ છે. આ માર્ગમાં કુલ 13 મેટ્રો સ્ટેશન આવી રહ્યા છે. આ રૂટ વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર તૈયાર કરવામાં આવ્યો છે. આ મેટ્રો શરૂ થયા બાદ વેસ્ટર્ન એક્સપ્રેસ વેમાં ટ્રાફિકની સમસ્યા દૂર થવાની ધારણા છે. ઉપરાંત, આ રૂટની નજીક રહેતા લોકોને ઝડપી મુસાફરીનો વિકલ્પ મળશે તેમજ ટ્રાવેલીંગ ટાઈમ પણ બચશે.
મેટ્રો 2-A ડી. એન. નગરથી દહિસર સુધી કુલ 18 કિલોમીટર (18.589 કિમી)ની લંબાઈમાં ફેલાયેલ છે. આ મેટ્રો રૂટમાં કુલ 17 મેટ્રો સ્ટેશન આવવાના છે. હાલ મુંબઈ લોકલ (Mumbai Local) રૂટથી દુર હટીને એટલે કે લિંક રોડ આ મેટ્રો રૂટ તૈયાર થઈ રહ્યો છે.
આ મેટ્રો પૂર્ણ થયા પછી આ 17 મેટ્રો સ્ટેશનોની આસપાસ રહેતા લાખો મુસાફરોને અવરજવરનું ઝડપી માધ્યમ મળશે. આ સિવાય લોકોને મુંબઈ લોકલની ભીડમાંથી પણ છુટકારો મળશે. આ બંને મહાનગરોનું ભૂમિ પૂજન ઓક્ટોબર 2015માં થયું હતું. આ કામ 2016માં શરૂ થયું હતું. હવે આ પડકારરૂપ કાર્ય પૂર્ણ થવા આવ્યું છે. એમએમઆરડીએએ તેમના પ્રારંભના મુહૂર્તની જાહેરાત કરી દીધેલ છે.
આ પણ વાંચો: હવે 5 વર્ષ સુધી કરોડો બાળકોને આપવામાં આવશે મફતમાં ભોજન, PM પોષણ શક્તિ નિર્માણ યોજના શરૂ કરશે સરકાર
આ પણ વાંચો: Ahmedabad : રેલવે મંત્રીએ 2200 કરોડના બે પ્રોજેકટની જાહેરાત કરી, 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક