
મુંબઈ મેટ્રો એ મુંબઈમાં એક આધુનિક રેલ વ્યવસ્થા છે જે શહેરના વિવિધ ભાગોને જોડે છે, જેમાં અનેક લાઈનો (જેમ કે લાઈન 1, 2A, 3, 7) ચાલુ છે અને અન્ય બાંધકામનું નિર્માણ ચાલું છે, જે મુસાફરોને પૂર્વ-પશ્ચિમ ઉપનગરો અને મધ્ય રેલ્વે સાથે જોડે છે, મુસાફરીનો સમય ઘટાડે છે અને શહેરના મુખ્ય સ્થળો સુધી પહોંચવાની સુવિધા આપે છે, જેમાં એક્વા લાઈન 3 જેવી કેટલીક ભૂગર્ભ લાઈનોનો સમાવેશ થાય છે, જે શહેરની નીચેથી પસાર થાય છે અને કનેક્ટિવિટી વધારે છે. મુંબઈની મેટ્રો ટ્રેનમાં આ અવાજ તમે સાંભળ્યો હશે કે, ટ્રેન ટુ અંધેરી ઈઝ કમિંગ ઓન પ્લેટફોર્મ નંબર ટુ, પ્લીઝ સ્ટેન્ડ ક્લિયર ઓફ ધ યેલો લાઈન
મુંબઈમાં ઘણા અવાજ કલાકારો લોકપ્રિય થઈ રહ્યા છે, પરંતુ જો તમે મુંબઈ મેટ્રોમાં કોનો અવાજદ છે. તેનું નામ શોધી રહ્યા છો,જેનું નામ અની છે.પોતાના અંગ્રેજી અનાઉસમેન્ટ માટે જાણીતી વોઈસ આર્ટિસ્ટ તેમનો અવાજ મેટ્રો મુસાફરોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.અની રમણીકલાલ શાહ મુંબઈ મેટ્રોના અંગ્રેજીમાં અનાઉન્સમેન્ટનું કામ કરે છે, જે પોતાના કામ માટે એક અલગ ઓળખ ધરાવે છે. તે મેટ્રો સિવાય ટીવી શો અને ફિલ્મો માટે ડબિંગ કરે છે.અની શાહે ગુજરાતી પરિવારમાંથી આવે છે.
મુંબઈમાં ધૂમ મચાવનાર અન્ય એક અવાજ કલાકાર છે અની રમણીકલાલ શાહ. શિનચનના હિન્દી અવાજ તરીકે પ્રખ્યાત, તે અંધેરી પશ્ચિમથી ગુંદાવલી સુધીના મુંબઈ મેટ્રો માટે અંગ્રેજીમાં અનાઉન્સમેન્ટ પણ કરે છે. ધોરણ 10 પછી નાગપુરથી મુંબઈ શિફ્ટ થયેલી શાહે પોતાની કોર્પોરેટ નોકરીની સાથે સાઇડ હસ્ટલ તરીકે વોઈસ ઓવર શરુ કર્યું હતું. ત્યારબાદ ફુલ ટાઈમ આ જોબ કરવા લાગી છે.કેટલાક રિપોર્ટ અને પોડકાસ્ટ અનુસાર અની શાહે શિનચનનો અવાજ પણ આપ્યો છે, ખાસ કરીને જૂના એપિસોડ અથવા ખાસ પ્રોજેક્ટ્સ માટે, જે સ્ટુડિયો કોલ અને સ્ક્રેચ રેકોર્ડિંગથી શરૂ થયો હતો, જ્યાં તેમણે શિનચનનો અવાજ કેપ્ચર કર્યો અને લોકપ્રિય બની.
તમને જણાવી દઈએ કે,આ વર્ષે મુંબઈમાં ત્રણ નવી મેટ્રો લાઇન કાર્યરત થશે. આ નવી લાઇન શહેરના વિવિધ ભાગોને જોડશે. એક લાઇન ઉત્તર મુંબઈને ભાયંદર સાથે જોડશે, બીજી થાણેમાં ઘોડબંદર રોડ પર ચાલશે અને ત્રીજી લાઇન પૂર્વ મુંબઈને આવરી લેશે.વૉઇસ-ઓવર કલાકાર એક એવો કલાકાર છે જે જાહેરાત, એનિમેશન, ઑડિઓબુક્સ, વિડીયો ગેમ્સ અને ઇ-લર્નિંગ જેવા માધ્યમો માટે પોતાનો અવાજ રેકોર્ડ કરે છે,
Published On - 9:10 am, Fri, 16 January 26