મુંબઈગરાઓને મળશે મોટી ભેટ, ટૂંક સમયમાં કોલાબા-સીપ્ઝ મેટ્રોનું થશે ટ્રાયલ રન

|

Mar 23, 2023 | 9:31 AM

મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ના MD અશ્વની ભીડેના જણાવ્યા અનુસાર, મેટ્રોનું પહેલા ફેઝનું કામ પૂર્ણતાના આરે છે. રાજ્ય સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ કોલાબા-સીપ્ઝ મેટ્રોનુ ટ્રાયલ રન કરવામાં આવશે.

મુંબઈગરાઓને મળશે મોટી ભેટ, ટૂંક સમયમાં કોલાબા-સીપ્ઝ મેટ્રોનું થશે ટ્રાયલ રન

Follow us on

Mumbai Metro : મુંબઈના મેટ્રો 3ના પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને સીપ્ઝ સુધી સેવા શરૂ કરવામાં આવશે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ના MD અશ્વની ભીડેના જણાવ્યા અનુસાર, મેટ્રોનું પહેલા ફેઝનું  કામ પૂર્ણતાના આરે છે. રાજ્ય સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ કોલાબા-સીપ્ઝ મેટ્રોનુ ટ્રાયલ રન કરવામાં આવશે.

લીલી ઝંડી મળ્યા બાદ મેટ્રોનુ ટ્રાયલ રન કરાશે

લોકોને ટ્રાફિકથી રાહત આપવા માટે ટૂંક સમયમાં ફેઝ 1 રૂટ પર ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. ટ્રાયલ રન દરમિયાન લગભગ 10 હજાર કિમીના રૂટ પર મેટ્રો દોડાવવામાં આવશે. જૂન 2023 ની આસપાસ, રેલ્વે સુરક્ષા બોર્ડને રેલ્વે માર્ગની તપાસ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે. સીપ્ઝથી બીકેસી નોર્થ સુધી લગભગ 10,000 કિલોમીટરના આવા પરીક્ષણો હાથ ધરવામાં આવશે.

મેટ્રો 3 દેશની સૌથી લાંબી અંડરગ્રાઉન્ડ મેટ્રો

આપને જણાવી દઈએ કે, MMRCLના જણાવ્યા અનુસાર, મેટ્રો 3 કોરિડોર દેશની સૌથી લાંબી અંડરગ્રાઉન્ડ મેટ્રો છે. દિલ્હી મેટ્રોના નિર્માણમાં થયેલા ખર્ચને ધ્યાનમાં રાખીને મેટ્રો 3નો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો.મુંબઈમાં મોટાભાગના મેટ્રો રૂટ ટ્રાફિક-ભારે રસ્તાઓ પરથી પસાર થાય છે.તો મુંબઈમાં 8 કોચની ટ્રેન હશે. મુંબઈ સ્ટેશનો પર વધુ પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા છે. આથી MMRCLને મેટ્રો કોરિડોરના નિર્માણ માટે અત્યાર સુધીમાં લગભગ 21,816 કરોડ રૂપિયા ખર્ચાયા છે. તો કાર્ય પૂર્ણ કરવા માટે વધુ પૈસાની જરૂર પડશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સમગ્ર રૂટ પર મેટ્રો શરૂ થયા બાદ મુંબઈકરોને લોકલ ટ્રેનનો વિકલ્પ મળશે તેવી અપેક્ષા છે. મેટ્રો-3ના પ્રથમ તબક્કામાં, સેવા સીપ્ઝથી બીકેસી સુધી અને બીજા તબક્કામાં બીકેસીથી કાલબાદેવી સુધી ચાલશે, જે કોલાબા જેવા અનેક વ્યવસાય કેન્દ્રોમાંથી પસાર થશે. એટલા માટે મુસાફરો તરફથી તેને સારો પ્રતિસાદ મળવાની અપેક્ષા છે. આપને જણાવી દઈએ કે, મેટ્રો ડિસેમ્બર 2023થી પ્રથમ તબક્કામાં દોડશે.

Next Article