શું થશે લોકડાઉન ? મુંબઈમાં લોકડાઉનના ડરથી ફરી એકવાર પરપ્રાંતિય મજુરો વતન જવા રવાના

|

Jan 08, 2022 | 11:27 AM

મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે લોકડાઉન લાદવા અંગે સ્પષ્ટતા કરી છે, તેમણે કહ્યું છે કે હાલમાં મુંબઈમાં લોકડાઉનની કોઈ જરૂર નથી.

શું થશે લોકડાઉન ? મુંબઈમાં લોકડાઉનના ડરથી ફરી એકવાર પરપ્રાંતિય મજુરો વતન જવા રવાના
File Photo

Follow us on

Mumbai: દેશભરમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ (Corona Virus) ઝડપથી વધી રહ્યું છે. મહારાષ્ટ્રની (Maharashtra) વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા છે, જેમાંથી 20 હજારથી વધુ કોરોના કેસ માત્ર મુંબઈ માંથી (Mumbai Corona Case) સામે આવ્યા છે.

થોડા દિવસો પહેલા મુંબઈના મેયર કિશોરી પેડનેકર (Kishori Pednekar) અને BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે (Iqbal Singh Chahal)  સ્પષ્ટ કહ્યું હતુ કે જે દિવસથી મુંબઈમાં દરરોજ 20 હજારથી વધુ કેસ આવવાનું શરૂ થશે તો મુંબઈમાં તરત જ લોકડાઉન લાગુ કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં લોકોના મનમાં ડર વધી ગયો છે કે મુંબઈમાં લોકડાઉન થશે. આ ડરને કારણે ફરી એકવાર મુંબઈથી પરપ્રાંતિય મજૂરોએ તેમના વતન તરફ જવા પ્રયાણ શરૂ કર્યુ છે.

કુર્લા લોકમાન્ય તિલક ટર્મિનસમાં મજુરોનો મેળાવડો

ઉલ્લેખનીય છે કે મુંબઈથી વિવિધ રાજ્યોમાં દરરોજ 6 ટ્રેનો દોડે છે. આ ટ્રેનોમાં મોટી સંખ્યામાં મજૂરો પોતાના વતન જઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રનિંગ ટિકિટ સાથે પણ ટ્રેનમાં ચઢવાની પરવાનગી આપવામાં આવી રહી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તમને જણાવી દઈએ કે કોરોના સમયગાળા દરમિયાન સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને અનરિઝર્વ ટિકિટ પર મુસાફરી પર થઈ શકતી નહોતી. રેલ્વે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર કોરોના નિયમોનું (Corona Guidelines) પાલન કરીને હાલ આ મજૂરોને ટ્રેનમાં જવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયામાં ફેલાયેલી અફવાઓએ ખળભળાટ મચાવ્યો

હાલ સોશિયલ મીડિયામાં એક સમાચાર ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ સમાચાર અનુસાર મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો પોતાના વતન જવા માટે કુર્લા લોકમાન્ય તિલક ટર્મિનસ પર પહોંચવા છે, ત્યારે પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો. પરંતુ રેલવે સ્ટેશનના આરપીએફ અધિકારીઓએ (RPF Officer) સ્પષ્ટ કર્યું કે લાઠીચાર્જની કોઈ ઘટના બની નથી. જેમની પાસે ટિકિટ છે, તેમને કોરોના નિયમોનું પાલન કરીને જવા દેવામાં આવી રહ્યા છે.

મુંબઈમાં લોકડાઉનની જરૂર નથી

મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે મુંબઈમાં લોકડાઉન લાદવાની અંગે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું છે કે હાલમાં મુંબઈમાં લોકડાઉનની (Lockdown In Mumbai) કોઈ જરૂર નથી. ઝડપથી વધી રહેલા કોરોનાના કેસ આગામી દસ દિવસમાં ઘટશે. આથી હાલ મ્યુનિસિપલ કમિશનર સબ સલામતનો દાવો કરી રહ્યા છે.

આ પણ વાંચો : Corona Cases In Maharashtra: 24 કલાકમાં 40 હજારથી વધારે નવા કેસ, 20 લોકોના મોત

Next Article