Mumbai Local Train: એક વખતની મુસાફરી માટે લેવો પડે છે આખા મહિનાનો પાસ આ છે કેવો નિયમ?

|

Aug 19, 2021 | 12:17 AM

બંને ડોઝ લીધા પછી પણ તમને ટિકિટ નથી મળી રહી. પરંતુ માસિક પાસ મળી રહ્યા છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)નો આ નિયમ ઘણા કિસ્સાઓમાં વિચિત્ર છે.

Mumbai Local Train: એક વખતની મુસાફરી માટે લેવો પડે છે આખા મહિનાનો પાસ આ છે કેવો નિયમ?

Follow us on

15 ઓગસ્ટથી સામાન્ય મુસાફરો માટે મુંબઈ લોકલ ટ્રેન (Mumbai Local Train) સેવા શરૂ કરવામાં આવી છે. પરંતુ સાથે જ એક નિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે. જે લોકોએ રસીના બંને ડોઝ લીધા હોય તેમને જ મુસાફરી કરવાની છૂટ છે. એટલું જ નહીં, રસીના બીજા ડોઝ લીધાના 14 દિવસ વીતી ગયા હોવા જોઈએ આ શરત પણ પૂરી થવી જોઈએ. જે લોકોએ બંને ડોઝ લીધા છે, તેનું રસીકરણ પ્રમાણપત્ર અને ફોટો આઈડી બતાવીને તેમને માસિક રેલવે પાસ (Monthly Railway Pass) આપવામાં આવી રહ્યો છે. પરંતુ અત્યારે દૈનિક ટિકિટ આપવાનું શરૂ કરાયું નથી.

 

આવી પરિસ્થિતિમાં જેમનું રસીકરણ પૂર્ણ થઈ ગયું છે, તેમના માટે મુંબઈ લોકલ શરૂ થઈ છે. પરંતુ વાસ્તવમાં આવું થયું નથી. તેથી લોકલ શરૂ કર્યા પછી અને બંને ડોઝ લીધા પછી પણ મુશ્કેલીઓ યથાવત છે. આ જ કારણ છે કે મુંબઈ લોકલમાં હજુ પણ ભીડ જોવા મળી નથી. એટલે કે લોકો મુંબઈ લોકલમાં મુસાફરી કરવા માટે લાયક હોય અને મુસાફરી કરવા ઈચ્છતા હોય તો પણ તેઓ કરી શકતા નથી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

આ મુસાફરી માટે પહેલી મુશ્કેલી એ છે કે જો તમારે દરરોજ તમારા કામથી ક્યાંય જવાની જરૂર ન હોય તો પણ તમને એક મહિનાનો પાસ જ મળી શકે. એક દિવસની ટિકિટ મળશે નહીં. એટલે કે એક દિવસ પણ જવા માટે તમારે ત્રીસ દિવસના પૈસા ચૂકવવા પડશે.

 

બીજા નંબરની મુશ્કેલી એ છે કે જો તમારે દરરોજ વિવિધ સ્થળોએ જવું હોય તો એટલે કે જો તમારી પાસે કોઈ ચોક્કસ જગ્યા નથી તો પછી રસીકરણ પુરુ થઈ ગયા બાદ પણ મુંબઈ લોકલ તમારા માટે કોઈ કામની નથી. કારણ કે જગ્યાના અભાવે તમે સિંગલ રૂટ પાસ બનાવી શકતા નથી, આખા રૂટનો પાસ ખૂબ મોંઘો છે અને ટિકિટ પણ આપવાનું શરૂ થયું નથી.

 

BMCની આ તે કેવી મરજી 

એટલે કે રસીના બંને ડોઝ લીધા પછી પણ તમે બંધાયેલા છો. તમને ટિકિટ નથી મળી રહી, માસિક પાસ ઉપલબ્ધ છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)નો આ નિયમ ઘણા કિસ્સાઓમાં વિચિત્ર સાબિત થયો છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બેસ્ટ દ્વારા શહેરમાં બસો પણ ચલાવવામાં આવે છે. પરંતુ બસોમાં તમે ટિકિટ લઈને મુસાફરી કરી શકો છો. માસિક પાસ લેવાની કોઈ મજબૂરી નથી. પરંતુ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તમને મુંબઈ લોકલમાં મુસાફરી કરવા માટે માસિક પાસ લેવાની ફરજ પાડે છે.

 

જ્યાં એક સુથાર, એક ચિત્રકાર, એક છૂટક મજૂરી કરનારને જે વિસ્તારમાં કામ મળશે, ત્યાં જવાનું થશે. તેના માટે ફરજીયાત એક જ રૂટનો પાસ કોઈ કામનો નહીં રહે. નિયમ બનાવાયો છે કે જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે, તેમને જ જવા દેવામાં આવશે. વાત સમજી શકાય તેવી છે પણ તમે તેમને ટિકિટ કેમ નથી આપતા? તમે માસિક પાસ માટે ફરજ કેમ પડાઈ રહી છે. આ કોઈના સમજમાં નથી આવી રહ્યું.

 

BMCને ગમ્યું તે ખરુ

હવે લોકોને રસીકરણના નિયમોના કારણે પડતી મુશ્કેલીઓ વિશે પણ સમજવું પડશે. રસીના બંને ડોઝ મેળવનારા મોટાભાગના લોકો 45 વર્ષથી વધુ ઉંમરના લોકો છે. જ્યારે મુંબઈ લોકલમાં મુસાફરી કરતા મોટાભાગના લોકો 18થી 44 વર્ષની વયના લોકો છે. આમાંથી મોટાભાગના લોકોને રસીનો એક જ ડોઝ મળ્યો છે.

 

18-44 વર્ષની વયના લોકો માટે રસીકરણ મે મહિનાથી શરૂ થયું. પછી રસીની ઓછી ઉપલબ્ધતાને કારણે તેને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યું. ત્યારબાદ કેન્દ્ર સરકારે બે ડોઝ વચ્ચેનો સમયનો તફાવત 30થી વધારીને 45 દિવસ કર્યો. આ પછી પણ ઓછી રસીના કારણે બીએમસી તરફથી એક ટ્વીટ કરી દેવામાં આવે છે કે ‘કાલે રસીકરણ બંધ રહેશે’. આવી પરિસ્થીતીને કારણે રસી લઈ ન શકનારા લોકોનો શું વાંક?

 

જો ભણવા માટે બહાર જતા વિદ્યાર્થીઓને જલ્દીથી બે ડોઝ આપી શકાય છે તો પછી જે લોકો આજીવિકા કમાવા માટે મુંબઈ લોકલમાં જવા ઈચ્છે છે, તેમને રસીના બંને ડોઝ જલ્દીથી કેમ ન આપી શકાય? અને જો રસીના બંને ડોઝ આપી શકાતા નથી તો પછી જે લોકોએ રસીનો એક ડોઝ લીધો છે, તેમના માટે મુંબઈ લોકલ શરૂ કરવાની માંગ શા માટે સાંભળવામાં આવતી નથી.

 

મુંબઈના વેક્સિનેટેડ લોકો માટે ટ્રેન શરૂ થઈ તો પછી અન્ય સ્થળોના લોકો માટે કેમ બંધ?

દરમિયાન મુંબઈ કોંગ્રેસે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને વિનંતી કરી છે કે જે લોકોએ ઓછામાં ઓછી રસીના બંને ડોઝ લીધા છે, તેમને માસિક પાસ તેમજ ટિકિટ સાથે મુસાફરી કરવાની સુવિધા આપવી જોઈએ. આ બાબતે મુખ્યમંત્રીનો શું જવાબ છે તે જોવાનું રહેશે.

 

પરંતુ આ સંદર્ભમાં એનસીપી સાંસદ સુપ્રિયા સુલે (Supriya Sule, MP, NCP) દ્વારા બીજો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે મુંબઈમાં રસીના બંને ડોઝ લેનારા લોકો માટે મુંબઈ લોકલ શરૂ કરવામાં આવી છે, તે આવકાર્ય છે. પરંતુ મહારાષ્ટ્રમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં લોકોને તેમના કામ માટે ટ્રેન પકડવી પડે છે. ત્યાં તેમના માટે ટ્રેનો હજુ બંધ છે.

 

અન્ય શહેરોમાં પણ સમાન નિયમ હેઠળ જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે, તેમને ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ હોવી જોઈએ. ટાસ્ક ફોર્સ સાથે વાત કર્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શું નિર્ણય લે છે તે પણ જોવાનું રહેશે.

 

 

આ પણ વાંચો : Maharashtra: અમરાવતીની ‘નીરજા’ શ્વેતા શંકે તાલિબાનથી ગભરાઈ નહીં, એર ઈન્ડિયાના વિમાન દ્વારા 129 મુસાફરોને સુરક્ષિત રીતે ભારત પહોચાડ્યા

Next Article