Mumbai Local Train: મુંબઈ લોકલ દરેક માટે ક્યારે શરૂ થશે? જાણો શું કહી રહ્યા છે રેલવે રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવે

|

Sep 21, 2021 | 9:35 PM

દુકાનો ખુલ્લી છે, ઓફિસો ખુલ્લી છે પરંતુ મુંબઈ લોકલને (Mumbai Local Train) લગતી ઘણી શરતો હજુ પણ છે. મુંબઈ લોકલ દરેક માટે ક્યારે શરૂ થશે? આનો જવાબ કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવેએ (Rao Saheb Danve) મંગળવારે (21 સપ્ટેમ્બર) આપ્યો છે.

Mumbai Local Train: મુંબઈ લોકલ દરેક માટે ક્યારે શરૂ થશે? જાણો શું કહી રહ્યા છે રેલવે રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવે
મુંબઈ લોકલ ટ્રેન

Follow us on

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર (Corona in Maharashtra) ધીમી પડી રહી છે. હાલમાં, દરરોજ કોરોનામાંથી સાજા થતા દર્દીઓની સંખ્યા નવા કેસો કરતા વધારે છે. એટલે કે કોરોનાની ત્રીજી લહેરને ભયને બાજુમાં રાખવામાં આવે તો કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. મુંબઈમાં પણ કોરોના (Corona in Mumbai) પણ નિયંત્રણમાં છે.

 

દરરોજ સરેરાશ 350-450 જેટલા નવા કેસ આવી રહ્યા છે. કોરોનાને કારણે મૃત્યુઆંક પણ ઘટી ગયો છે. દુકાનો ખુલ્લી છે, ઓફિસો ખુલ્લી છે પણ મુંબઈ લોકલ (Mumbai Local Train)માં હજુ ઘણી શરતો યથાવત છે. મુંબઈ લોકલ દરેક માટે ક્યારે શરૂ થશે? આનો જવાબ કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવેએ (Rao Saheb Danve) મંગળવારે (21 સપ્ટેમ્બર) આપ્યો છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

અમારી સહયોગી ન્યૂઝ ચેનલ Tv9 મરાઠી સાથે વાત કરતા રાવ સાહેબ દાનવેએ કહ્યું મુંબઈ લોકલ ટ્રેન બધા માટે શરૂ કરવામાં કેન્દ્ર સરકારને કોઈ સમસ્યા નથી. કોરોના કંટ્રોલમાં હોવાની જાણ કરતો એક પત્ર રાજ્ય સરકાર લખીને કેન્દ્રને આ આગ્રહ કરશે અમે તરત જ પરવાનગી આપી દઈશું.

 

કેન્દ્ર સરકાર તૈયાર, રાજ્ય સરકારના નિર્ણયની રાહ

એટલે કે કેન્દ્રીય મંત્રીએ દાવ રાજ્ય સરકાર માથે મૂક્યો છે. જો રાજ્ય સરકાર નક્કી કરે તો કેન્દ્ર સરકાર તરત જ દરેક માટે મુંબઈ લોકલ ટ્રેન શરૂ કરી શકે છે. હાલમાં મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રસીકરણ પૂર્ણ હોવું જરૂરી છે. આ પછી પણ લોકલમાં મુસાફરી માત્ર માસિક પાસ બનાવીને કરી શકાય છે. એટલે કે, લોકલ માટે ટિકિટ ઉપલબ્ધ નથી.

 

જો તમારે અઠવાડિયામાં બે-ત્રણ દિવસ ક્યાંય જવું હોય તો તમારે માસિક પાસ બનાવવો પડશે. આજે મુંબઈના નજીકના શહેરોમાંથી મુંબઈ આવતા દરેક મુંબઈકર અને મુસાફરોના મનમાં એક જ સવાલ છે. મુંબઈ  લોકલ દરેક માટે ક્યારે?

 

રસીકરણના અભાવે લોકો મુંબઈ લોકલમાં મુસાફરી કરી શકતા નથી

મુંબઈમાં અને તેની આસપાસ એવા ઘણા લોકો છે જે રસીકરણના અભાવે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકતા નથી. ઘણા લોકો રસીના બીજા ડોઝની રાહ જોઈ રહ્યા છે, જ્યારે તેમનો નંબર આવશે અને તેમને રસીનો બીજો ડોઝ મળશે, ત્યારબાદ તેઓ મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. રસીકરણ ન થવામાં તેમનો દોષ નથી, પરંતુ તો પણ જરૂર પડે ત્યારે તેમને મુંબઈ લોકલમાં મુસાફરી કરવાની મંજૂરી નથી.

 

આના કારણે ઘણા લોકોના વ્યવસાયને અસર થઈ રહી છે. ઘણા લોકો કાર્યાલયો, ઉદ્યોગો સંપૂર્ણ ક્ષમતાથી શરૂ કરી શકશે નહીં, જ્યાં સુધી મુંબઈ લોકલ દરેક માટે સંપૂર્ણ ક્ષમતાથી ચાલશે નહીં. આવી સ્થિતિમાં સામાન્ય મુંબઈગરાઓ તરફથી સતત માંગ છે કે મુંબઈ લોકલ વહેલી તકે દરેક માટે શરૂ કરવામાં આવે.

 

હવે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રીએ કેન્દ્રનું સ્ટેન્ડ સાફ કરીને આ મામલો રાજ્ય સરકારને માથે મૂક્યો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેની (CM Uddhav Thackeray) આગેવાનીવાળી મહા વિકાસ આઘાડી સરકાર (Maha Vikas Aghadi) શું પગલાં લે છે તે જોવાનું રહ્યું.

 

આ પણ  વાંચો :  Narendra Giri Death મામલે રાજકારણ ગરમાયું, શિવસેનાએ સીબીઆઈ તપાસની કરી માંગ

Next Article