Maharashtra: નવા વર્ષની ઉજવણી માટે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝનો સ્ટાફ કોરોના પોઝિટિવ નીકળ્યો, 2000થી વધુ મુસાફરો પર આફત

|

Jan 03, 2022 | 10:36 AM

કોર્ડેલિયા ક્રુઝ મુંબઈથી ગોવા જવા રવાના થઈ હતી. તેના એક ક્રૂ મેમ્બરનો એન્ટિજેન ટેસ્ટ (Antigen test) કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Maharashtra: નવા વર્ષની ઉજવણી માટે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝનો સ્ટાફ કોરોના પોઝિટિવ નીકળ્યો, 2000થી વધુ મુસાફરો પર આફત
Mumbai-Goa cruise ship staffer tests Covid positive (Impact Image)

Follow us on

Maharashtra:  : મુંબઈથી ગોવા જઈ રહેલા કોર્ડેલિયા ક્રૂઝ શિપ (Cordelia cruise ship)ના ક્રૂ મેમ્બર કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ક્રુઝમાં સવાર 2,000 થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બરો (Crew members)નો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે . જહાજ પર કોવિડ (Covid)સંક્રમિત ક્રૂ મેમ્બરને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

એન્ટિજેન ટેસ્ટમાં ક્રૂ મેમ્બર (Crew members) પોઝિટિવ

PPE કિટથી સજ્જ મેડિકલ ટીમ (Medical team) 2000 થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના RT-PCR ટેસ્ટ કરવા માટે પહોંચી હતી. તેમના ટેસ્ટની રાહ જોવાઈ રહી છે.  આરટી-પીસીઆર ટેસ્ટ (RT-PCR test)નું પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી કોઈને જહાજમાંથી ન ઉતરવા માટે કહ્યું છે. ક્રુઝ હાલમાં મોર્મુગાવ પોર્ટ ક્રુઝ ટર્મિનલ પાસે સ્થિત છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટે ક્રુઝને ગોવામાં પાર્ક કરવાની મંજૂરી આપી ન હતી. એન્ટિજેન ટેસ્ટમાં ક્રૂ મેમ્બર (Crew members) પોઝિટિવ આવ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રવિવારે મુંબઈમાં 8,063 કોરોના કેસ નોંધાયા છે. શનિવારે 6,347 કેસ નોંધાયા હતા. રાહતની વાત એ છે કે રવિવારે મુંબઈમાં કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. બીજી તરફ કોરોનાનો નવો વેરીઅન્ટ એટલે કે ઓમિક્રોનના દર્દીઓ પણ વધી રહ્યા છે. ત્યારે લોકોમાં ક્યાંકને ક્યાંક લોકડાઉનની ભીતી છે.

3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષની વયના બાળકોનું રસીકરણ

પીએમ નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) જાહેરાત અનુસાર સોમવાર (3 જાન્યુઆરી)થી 15થી 18 વર્ષની વયના બાળકોનું રસીકરણ (vaccination) શરૂ થઈ રહ્યું છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ કોરોના સામેના રસીકરણ અભિયાનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મુંબઈમાં 9 રસીકરણ કેન્દ્રો પર બાળકોને રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ અડધો કલાક નિષ્ણાતોની દેખરેખ હેઠળ

મુંબઈ મહાનગરપાલિકા વતી 15થી 18 વર્ષના યુવાનો માટે 9 રસીકરણ કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે. રસીકરણ કેન્દ્રો પર ભીડ ન વધે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. રસીનો ડોઝ આપ્યા બાદ સંબંધિત વિદ્યાર્થીઓને અડધો કલાક નિષ્ણાતોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. જો વિદ્યાર્થીઓમાં કોઈ પ્રતિક્રિયા જોવા મળે તો તેની સારવાર માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે.

આ પણ વાંચો : BAPS: વડોદરા ખાતે સ્વામિનારાયણ સંસ્થાના દીક્ષા મહોત્સવમાં ન્યુયોર્કના જૈન યુવાનોએ મહંત સ્વામી મહારાજનાં હસ્તે દીક્ષા ગ્રહણ કરી

Published On - 9:34 am, Mon, 3 January 22

Next Article