Maharashtra : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં(Ville Parle) એક ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ લાગી છે. મળતી માહિતી અનુસાર, બિલ્ડિંગના પહેલા માળેથી આ આગ(Fire) પ્રસરી હતી. હાલ ફાયર બ્રિગેડની (Fire Brigade)12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. જે બિલ્ડીંગમાં આગ લાગી તે એક મોલ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.
જુઓ વીડિયો
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર,આ લેવલ-4 ની આગ છે, જો કે હજુ સુધી આ ભીષણ આગમાં કોઈ જાન હાનિના સમાચાર સામે આવ્યા નથી.
Mumbai: A level 4 fire breaks out at Prime Mall in Vile Parle West. Fire fighting operations are underway. 12 fire engines are present at the spot. Details awaited. pic.twitter.com/Epd09dxhIn
— ANI (@ANI) November 19, 2021
શહેરમાં ક્યારે અટકશે આગનો સિલસિલો ?
આ પહેલા ગુરુવારે મુંબઈના ઉપનગર પવઈમાં (Powai) કારના શોરૂમના ગેરેજમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પવઈમાં સાકી વિહાર રોડ પર આવેલા ‘સાઈ ઓટો હ્યુન્ડાઈ શોરૂમ’ના ગેરેજમાં સવારે 11 વાગ્યાની આસપાસ આગ લાગ હતી.
ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતુ કે, પાંચ ફાયર ટેન્ડર, પાણીની ટાંકી અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવાતા મોટી જાનહાની ટળી હતી. આ આગ બપોરે 2.30 વાગ્યાની આસપાસ કાબૂમાં આવી હતી. જો કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ભીષણ આગને પગલે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
સેમસંગ સર્વિસ સેન્ટરમાં આગ લાગી હતી
આ સપ્તાહની શરૂઆતમાં પણ મોબાઈલ અને હોમ એપ્લાયન્સ બનાવતી કંપની સેમસંગના સર્વિસ સેન્ટરમાં આગ લાગી હતી. આ કંપની શહેરના કાંજુર માર્ગ વિસ્તારમાં છે. મુંબઈ ઝોન 7ના ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યું હતું કે, અમને રાત્રે લગભગ 9 વાગ્યે કાંજુર માર્ગ પર સેમસંગ સર્વિસ સેન્ટરમાં શોર્ટ સર્કિટના કારણે આગની માહિતી મળી હતી. અહેવાલો અનુસાર લગભગ 5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.શહેરમાં વારંવાર આગ લાગતા હાલ તંત્રની કામગિરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો: મુંબઈ ક્રિકેટ એસોસિએશનના વડા મુંબઈ સીનિયર ટીમને મળ્યા, અજિંક્ય રહાણેનું કર્યુ સન્માન