Mumbai: મુંબઈમાં 14 માળની ઈમારતમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા

મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ પાસે 14 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. 12મા માળે આવેલા બે ફ્લેટમાં આગ લાગી હતી. અહીંથી બે લોકોને બચાવી લેવાયા હતા. મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

Mumbai: મુંબઈમાં 14 માળની ઈમારતમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા
Mumbai Fire
| Edited By: | Updated on: May 28, 2023 | 8:59 AM

Fire break out At Mumbai: મુંબઈથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બ્રીચ કેન્ડી હોસ્પિટલ પાસે 14 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ (Fire) લાગી હતી. 12મા માળે આવેલા બે ફ્લેટમાં આગ લાગી હતી. અહીંથી બે લોકોને બચાવી લેવાયા હતા. આગને કાબુમાં લેવા માટે અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

મળતી માહિતી મુજબ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 14 માળની ઈમારતમાં આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગ્યા બાદ અહીં અફરા-તફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ગાડીઓને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. મુંબઈનો બ્રીચ કેન્ડી વિસ્તાર ખૂબ જ પોશ વિસ્તાર છે.

12મા માળે આગ ફાટી નીકળી, આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા

 

 

રાત્રે 10:26 કલાકે આગ લાગી હતી

આ પણ વાંચો : Maharashtra: હવે મહારાષ્ટ્રના 300 મંદિરોમાં પણ લાગુ થશે ડ્રેસ કોડ, મંદિર મહાસંઘે કેમ લીધો આવો નિર્ણય?

આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓ 13મા માળ સુધી પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા છે. બીએમસીના જણાવ્યા અનુસાર 14 માળની ઈમારતમાં આગની આ ઘટના રાત્રે 10:26 વાગ્યે બની હતી. મુંબઈના ચેમ્બુરમાં આગની ઘટના ત્રણ દિવસ પહેલા પ્રકાશમાં આવી હતી. અહીં રાત્રે લગભગ 3 વાગ્યે સાત માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. અનેક ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. બાદમાં જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે આ બિલ્ડિંગમાં આગ લાગી હતી.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો