Mumbai Drug Case: 100 કરોડના માનહાનિ કેસ બાદ નવાબ મલિકની મુશ્કેલી વધી, સમીર વાનખેડેના પરિવારે હવે SC-ST એક્ટમાં કરી ફરિયાદ

|

Nov 09, 2021 | 8:44 AM

બોમ્બે હાઈકોર્ટે સોમવારે મહારાષ્ટ્રના મંત્રી અને NCP ના નેતા નવાબ મલિકને NCB, મુંબઈ પ્રાદેશિક એકમના ડિરેક્ટર સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડે દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવાના જવાબમાં સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Mumbai Drug Case: 100 કરોડના માનહાનિ કેસ બાદ નવાબ મલિકની મુશ્કેલી વધી, સમીર વાનખેડેના પરિવારે હવે SC-ST એક્ટમાં કરી ફરિયાદ
Nawab Malik

Follow us on

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) અને તેમના પરિવાર પર તમામ આરોપો લગાવનાર મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક (Nawab Malik) હવે પોતે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. NCB અધિકારી સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડેએ નવાબ મલિક વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં તેણે પોલીસને નવાબ મલિક વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરી છે. અગાઉ વાનખેડે પરિવારે બોમ્બે હાઈકોર્ટમાં NCP નેતા નવાબ મલિક વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં નવાબ મલિકે આજે કોર્ટમાં જવાબ દાખલ કરવાનો છે.

NCB ઓફિસર સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડેએ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક વિરુદ્ધ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) એક્ટ હેઠળ કથિત રૂપે ઓશિવરાના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (સહાયક પોલીસ કમિશનર)નો સંપર્ક કર્યો હતો. પોતાના પરિવારની જાતિ અંગે ખોટા આક્ષેપો કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. વાનખેડેના પરિવારે નવાબ મલિક વિરુદ્ધ FIR નોંધવાની માગ કરી છે.

બોમ્બે હાઈકોર્ટે માનહાનિના દાવામાં નવાબ મલિક પાસેથી જવાબ માંગ્યો
બોમ્બે હાઈકોર્ટે સોમવારે મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકને NCB, મુંબઈ પ્રાદેશિક એકમના ડિરેક્ટર સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડે દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવાના જવાબમાં સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ માધવ જામદારની વેકેશન બેન્ચે બુધવાર માટે આ મામલાની યાદી બનાવી, મલિકને મંગળવાર સુધીમાં તેમનું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો. જસ્ટિસ જામદારે કહ્યું, તમે (મલિક) આવતીકાલ સુધીમાં તમારો જવાબ દાખલ કરો. જો તમે Twitter પર જવાબ આપી શકો છો, તો તમે અહીં પણ જવાબ આપી શકો છો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ધ્યાનદેવે પોતાના કેસ દ્વારા મલિક પાસેથી રૂ.1.25 કરોડના વળતરની માંગણી કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મલિકે પ્રેસ કોન્ફરન્સ અને સોશિયલ મીડિયા દ્વારા તેમના પુત્ર સમીર વાનખેડે અને પરિવાર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે. મલિકના નિવેદનોને માનહાનિકારક જાહેર કરવા અને NCP નેતા પર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિત મીડિયામાં નિવેદન જાહેર કરવા અથવા પ્રકાશિત કરવા પર કાયમી પ્રતિબંધ મૂકવાની વિનંતી કરવામાં આવી છે.

મલિકને તેના અત્યાર સુધીના તમામ બદનક્ષીભર્યા નિવેદનો પાછા ખેંચવા અને વાદી અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ પોસ્ટ કરવામાં આવેલી તેની તમામ ટ્વીટ્સ ડિલીટ કરવા માટે નિર્દેશ આપવાની પણ માગ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : Air Pollution: દિલ્હી-NCRમાં 3 દિવસ બાદ પવનની ગતિ બદલાઈ, પ્રદૂષણમાં થોડો સુધારો, AQI 400થી નીચે પહોંચ્યો

આ પણ વાંચો : Petrol Diesel Price Today: ગુજરાતમાં આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલની શું છે કિંમત? જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ અહેવાલમાં

Next Article