Corona: મુંબઈમાં પાર્ટીઓ બંધ, ઈમારતો થશે સીલ, મહારાષ્ટ્રના મંત્રીએ કોરોનાની ત્રીજી લહેરને લઈને વ્યક્ત કરી ચિંતા

|

Dec 29, 2021 | 8:26 PM

આદિત્ય ઠાકરેએ પત્રકારોને જણાવ્યું કે મહારાષ્ટ્રમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસ (Maharashtra corona cases) અચાનક બમણી ઝડપે વધવા લાગ્યા છે. એવી ચર્ચા શરૂ છે કે આ કોરોનાની ત્રીજી લહેરની (Third wave of corona) શરૂઆત હોય શકે છે.

Corona: મુંબઈમાં પાર્ટીઓ બંધ, ઈમારતો થશે સીલ, મહારાષ્ટ્રના મંત્રીએ કોરોનાની ત્રીજી લહેરને લઈને વ્યક્ત કરી ચિંતા
Aditya Thackeray (File Image)

Follow us on

મુંબઈના સંરક્ષક મંત્રી આદિત્ય ઠાકરેએ (Aditya Thackeray) ઓમિક્રોન અને કોરોનાના વધતા જતા કેસને કારણે મુંબઈમાં (Mumbai) વિસ્ફોટક બની રહેલી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે આનો સામનો માટે કયા નવા નિયમો અને નિયંત્રણો લાગુ કરવાના છે. પાર્ટીઓ પર કેવી રીતે પ્રતિબંધ છે, ઈમારતો ક્યારે સીલ થશે, શાળા-કોલેજો અંગે શું નિર્ણય લેવાશે, આ તમામ બાબતો પર સરકારની આગળની યોજનાઓ જાહેર કરવામાં આવી છે.

 

 

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આદિત્ય ઠાકરેએ પત્રકારોને જણાવ્યું કે મહારાષ્ટ્રમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસ (Maharashtra corona cases) અચાનક બમણી ઝડપે વધવા લાગ્યા છે. એવી ચર્ચા શરૂ છે કે આ કોરોનાની ત્રીજી લહેરની (Third wave of corona) શરૂઆત હોય શકે છે. પરિસ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મહારાષ્ટ્રમાં કુલ કોરોના કેસમાંથી 63 ટકા કેસ એકલા મુંબઈમાં છે. આવી સ્થિતિમાં મુંબઈવાસીઓ માટે એ જરૂરી છે કે તેઓ કોરોના એપ્રોપ્રિયેટ બિહેવિયર (CAB)નું કડકપણે પાલન કરે.

 

‘નો પાર્ટી, નો થર્ટી ફસ્ટ નાઈટ, 10થી વધારે કેસ મળે તો પુરી બિલ્ડીંગ સીલ’

આદિત્ય ઠાકરેએ સ્પષ્ટ કહ્યું કે, ‘જો 10થી વધુ લોકો કોરોના પોઝિટીવ જોવા મળશે તો આખી બિલ્ડિંગને 15 દિવસ માટે સીલ કરી દેવામાં આવશે. જાહેર સ્થળે કોઈપણ પ્રકારની પાર્ટી અને ઉજવણી પર પ્રતિબંધ છે. 31મી ડિસેમ્બર કે નવા વર્ષમાં કોઈએ પાંચથી વધુ લોકો ભેગા કરીને કાર્યક્રમનું આયોજન ન કરવું જોઈએ. જો જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળો.

 

‘સ્કૂલ-કોલેજ ચાલુ રાખવી કે બંધ કરવી તે અંગે બે દિવસમાં નિર્ણય’

મહારાષ્ટ્રના પ્રવાસન મંત્રી અને મુંબઈના સંરક્ષક મંત્રીએ વધુમાં કહ્યું કે ‘મુંબઈમાં 58 હજાર બેડ ઉપલબ્ધ છે. રસીકરણ જરૂરથી કરાવો. તેની અવગણના કરવાથી કામ નહીં ચાલે. જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે ચોક્કસપણે ચિંતાનો વિષય છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. હાલમાં શાળા-કોલેજ બંધ રાખવા અંગે તબીબો કે વાલીઓ તરફથી કોઈ માંગણી કરવામાં આવી નથી. પછી પણ પરિસ્થિતીને જોતા બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે.

 

 

આ પણ વાંચો : Maharashtra : રાજ્યપાલ અને સરકાર વચ્ચે તણાવ, કોશ્યારીએ CM ઠાકરેને પત્ર લખી કરી આકરી ટીકા

 

 

Next Article