Mumbai Corona Reports: મુંબઈ શહેર ફરી બની રહ્યું છે કોરોનાનું હોટ સ્પોટ, 24 કલાકમાં નોંધાયા 1765 નવા કેસ  

|

Jun 08, 2022 | 10:59 PM

મહારાષ્ટ્રના 2701 કેસ (Maharashtra covid cases) માંથી માત્ર 1765 કેસ મુંબઈમાં નોંધાયા છે. એટલે કે મુંબઈ (Mumbai) ફરી એકવાર કોરોનાનું હોટ સ્પોટ બનવા જઈ રહ્યું છે.

Mumbai Corona Reports: મુંબઈ શહેર ફરી બની રહ્યું છે કોરોનાનું હોટ સ્પોટ, 24 કલાકમાં નોંધાયા 1765 નવા કેસ  
Mumbai Corona Reports (Symbolic Image)

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે ફરી ગતિ પકડી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસમાં બમણો વધારો થયો છે. બુધવારે (8 જૂન) કોરોનાના 2701 નવા કેસ નોંધાયા છે. મુંબઈ (Mumbai Corona Updates) ના અપડેટ્સ તણાવને વધુ વધારશે. મહારાષ્ટ્રના 2701 કેસમાંથી (Maharashtra covid cases) 1765 કેસ માત્ર મુંબઈમાં નોંધાયા છે. એટલે કે મુંબઈ ફરી એકવાર કોરોનાનું હોટ સ્પોટ બનવા જઈ રહ્યું છે. હવે જો પ્રતિબંધોથી બચવું હોય તો નિયમોનું પાલન કરવું જરૂરી બન્યું છે. જો કે, એક રાહતના સમાચાર છે કે મહારાષ્ટ્રમાં આજે કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું નથી.

બે વર્ષ પછી, લોકોએ ચહેરા પરથી માસ્ક હટાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે, કેબિનેટ પ્રધાન અને મુંબઈના પાલક પ્રધાન અસલમ શેખ છેલ્લા કેટલાક દિવસોથી માસ્ક ન હટાવવાની અપીલ કરી રહ્યા છે. હવે માસ્ક લગાવવાના કડક નિયમ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. આ દરમિયાન, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 04-04-2025
IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો

BMCનું ટ્વીટ, માસ્ક વગર ઘરની બહાર નીકળવું યોગ્ય નથી

આ દરમિયાન, BMCએ કોરોના સંબંધિત નવી ચિંતાઓ તરફ લોકોનું ધ્યાન દોર્યું છે અને ટ્વિટ કરીને માસ્ક વિના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી છે.

 ત્રીજી લહેર દરમિયાન કામમાં આવી મુંબઈ પેટર્ન, શરૂઆતમાં કેસ વધ્યા અને તરત જ ઘટ્યા

કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતમાં આ પ્રકારે જ કેસ ઝડપી ગતિએ વધવા લાગ્યા હતા. પરંતુ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ટૂંક સમયમાં તેની ઝડપ પર લગામ લગાવવામાં સફળ રહ્યું. આવી સ્થિતિમાં ત્રીજી લહેરનો પ્રકોપ રોકી શકાયો હતો. કોરોના કાળની તે મુંબઈ પેટર્ન ફરી એકવાર અમલમાં લાવવાની પરીસ્થીતિ ઉભી થઈ ગઈ છે. જ્યારથી કોરોનાના તમામ નિયંત્રણો હટાવવામાં આવ્યા છે, ત્યારથી જાહેર સ્થળોએ ભીડ પણ બેફામ રીતે વધવા લાગી છે. આવી સ્થિતિમાં કોરોનાનુ ટેન્શન વધવાનું નક્કી છે.

મુંબઈના ઉપનગરો અને આસપાસના વિસ્તારોમાં પણ કોરોનાનો કહેર વધ્યો છે.

મુંબઈની આસપાસના વિસ્તારોમાં પણ કોરોના ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર, છેલ્લા 24 કલાકમાં 30 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 119 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેના કારણે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું પણ ટેન્શન વધી ગયું છે. આ રીતે, આરોગ્ય વિભાગ મુંબઈના ઉપનગરોમાં એલર્ટ મોડ પર છે.