Mumbai: કોર્ડેલિયા ક્રૂઝ ગોવાથી મુંબઈ પરત આવી, 66 સંક્રમિત લોકોને રિચાર્ડસન અને ક્રુડાસ કોવિડ કેર સેન્ટરમાં કરવામાં આવ્યા શિફ્ટ

|

Jan 05, 2022 | 7:31 AM

કોર્ડેલિયા ક્રૂઝમાં (Cordelia Cruise) સવાર લગભગ 66 મુસાફરોને કોરોના પોઝિટિવ મળ્યા બાદ મંગળવારે મુંબઈ લાવવામાં આવ્યા હતા. જે બાદ ફરીથી દરેકના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

Mumbai: કોર્ડેલિયા ક્રૂઝ ગોવાથી મુંબઈ પરત આવી, 66 સંક્રમિત લોકોને રિચાર્ડસન અને ક્રુડાસ કોવિડ કેર સેન્ટરમાં કરવામાં આવ્યા શિફ્ટ
Cordelia cruise ( File photo)

Follow us on

કોર્ડેલિયા ક્રૂઝમાં (Cordelia Cruise) સવાર લગભગ 66 મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યા બાદ હવે દરેકને મંગળવારે સાંજે મુંબઈ લાવવામાં આવ્યા હતા. જે બાદ તમામ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. હવે પોઝિટિવ મળી આવેલા તમામને મુંબઈના ભાયખલામાં રિચાર્ડસન અને ક્રુડાસ કોવિડ કેર સેન્ટરમાં (Richardson and Cruddas Covid Care Centre) શિફ્ટ કરવામાં આવશે.

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ પાર્ટીથી ચર્ચામાં આવનાર કોર્ડેલિયા ક્રૂઝમાં કોરોના બ્લાસ્ટ થયો છે . આ વખતે કોર્ડેલિયા ક્રૂઝ નવા વર્ષની પાર્ટી માટે 2000 લોકો સાથે મુંબઈથી ગોવા જઈ રહી હતી, પરંતુ આ ક્રૂઝમાં સવાર લગભગ 66 મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તેને મંગળવારે મુંબઈ લાવવામાં આવ્યા હતા

ભાયખલાના બે કોવિડ કેર સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવશે

BMC મેડિકલ ઓફિસર પ્રાજક્તા આંબ્રેકરે મંગળવારે કહ્યું હતું કે ક્રુઝમાં સવાર લોકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. બુધવારે સવારે 7 વાગ્યા સુધીમાં તેમનો રિપોર્ટ આવશે. અમે કસ્તુરબાને પોઝિટિવ આવેલા લોકોના સેમ્પલ મોકલીશું અને તેમને ક્વોરેન્ટાઇન માટે કહેવામાં આવ્યું છે. જે બાદ હવે એવું કહેવામાં આવ્યું છે કે જેઓ પોઝિટિવ જણાય છે તેમને ભાયખલાના રિચાર્ડસન અને ક્રુડદાસ કોવિડ કેર સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મુંબઈમાં 10,860 નવા કેસ આવ્યા છે

બીજી તરફ, મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના સંક્ર્મણના 18,466 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 20 લોકોના મોત નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 66,308 થઈ ગઈ છે. નવા કેસમાંથી 10,860 નવા કેસ માત્ર રાજધાની મુંબઈમાં જ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’થી સંક્રમિત લોકોની સંખ્યા 653 પર પહોંચી ગઈ છે. BMC અનુસાર, મુંબઈમાં નવા કેસ પાછલા દિવસની સરખામણીએ 34.37 ટકા વધુ છે. તે જ સમયે, શહેરમાં વધુ બે લોકોના મોત થયા છે.

અગાઉ સોમવારે, રાજ્યમાં સંક્ર્મણના 12,160 નવા કેસ નોંધાયા હતા અને 11 મૃત્યુ નોંધાયા હતા. એટલે કે, ચેપના નવા કેસોમાં 50 ટકાનો વધારો થયો છે. મુંબઈ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ કેસ વધી રહ્યા છે. પુણે જિલ્લામાં પણ મંગળવારે કોરોનાના 1,104 નવા કેસ નોંધાયા હતા.

આ ક્રૂઝ મુંબઈથી ગોવા, લક્ષદ્વીપ અને કોચી માટે બુક કરવામાં આવી રહી છે. કોરોનાના સંજોગોને ધ્યાનમાં રાખીને 2022માં વિદેશ પ્રવાસ શરૂ કરવામાં આવશે. આ ક્રૂઝમાં રેસ્ટોરન્ટ, બાર, ઓપન સિનેમા, થિયેટર, કોન્ફરન્સ રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જિમ અને હોસ્પિટલ જેવી સુવિધાઓ છે.

મોટાભાગની પાર્ટીઓ જહાજની અંદર બનેલા પૂલની આસપાસ યોજાય છે. તેના પર 3000 થી વધુ મુસાફરો મુસાફરી કરી શકે છે. જહાજ પર એક જ મુસાફરીનું ભાડું રૂ. 17,700 થી રૂ. 53,100 સુધી છે.

આ પણ વાંચો : Punjab News: કૃષિ કાયદા પરત લેવાયા બાદ પ્રથમવાર પંજાબની મુલાકાતે પીએમ મોદી, 42000 કરોડની યોજનાઓનું કરશે લોકાર્પણ

આ પણ વાંચો :Happy Birthday deepika padukone : દીપિકા પાદુકોણે શાહરૂખ ખાનની ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ , હવે પ્રોડ્યુસર તરીકે કમાઈ રહી છે નામ

Next Article