મુંબઈ પોલીસે (Mumbai Police) એકવાર ફરી પોતાની બહાદુરી બતાવી છે. હિંમત અને સતર્કતા દાખવીને મુંબઈની કોસ્ટલ પોલીસ અને કોલાબા પોલીસે એક મહિલાનો જીવ બચાવ્યો છે. દરરોજ હજારો પ્રવાસીઓ દેશ-વિદેશમાંથી મુંબઈની મુલાકાતે આવે છે. આ પ્રવાસીઓ એલિફન્ટા ગુફા અને માંડવાની મુલાકાત લેવા ગેટવે ઓફ ઈન્ડિયા (Gateway of India) પાસેથી બોટ લઈને જાય છે.
આવી જ એક મહિલા પ્રવાસી મુંબઈની મુલાકાતે આવી હતી. તે ગેટવે ઓફ ઈન્ડિયા પાસે એલિફન્ટા જવા માટે બોટમાં સવાર થઈ હતી. પરંતુ થોડે દૂર ગયા બાદ પાણીના જોરદાર મોજા બોટ સાથે અથડાયા અને મહીલા બેલેન્સ ન જાળવી શકી અને દરીયામાં પડી ગઈ.
ઘટનાની માહિતી મળતાં જ મુંબઈ પોલીસની સાગર સુરક્ષા ટીમે સતર્કતા દાખવીને સ્પીડ બોટ લઈને મહિલા જ્યાં બોટમાંથી પડી હતી ત્યાં પહોંચી હતી. ત્યાર પછી મુંબઈ પોલીસના એક સિપાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકીને દોરડું ફેંકી મહિલાને પોતાની તરફ ખેંચી લીધી. મહિલા તે દોરડું પકડવામાં સફળ રહી. આ રીતે તે મહીલાને દરિયાની ઉપર ખેંચવામાં સફળ રહ્યો હતો.
#WATCH | A team of Coastal Police & Colaba Police rescued a woman tourist who was drowning in the sea near Gateway of India, Mumbai today. The woman lost control and fell into the water after a strong ocean current hit her boat: Mumbai Police pic.twitter.com/UQFOfMQ8oK
— ANI (@ANI) January 9, 2022
મુંબઈ પોલીસના જવાને પોતાનો જીવ દાવ પર લગાવ્યો અને બચાવ્યો મહિલાનો જીવ
મહિલાને બોટમાં પરત લાવવા માટે મુંબઈ પોલીસ અને સાગર રક્ષકના જવાને પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો. પરંતુ મહિલાને દરિયામાં ડૂબવા દેવામાં આવી ન હતી. ઘણા પ્રયત્નો પછી, તે મહીલાને બોટમાં પાછો લાવવામાં સફળ રહ્યો. મહિલાની પણ પ્રશંસા કરવી જોઈએ કે આ સંકટની ઘડીમાં તે ધૈર્ય અને હિંમત સાથે હોડી સુધી પહોંચવાનો પ્રયાસ કરતી રહી. તે મહીલાએ હિંમત ન હારી.
આ પહેલીવાર નથી જ્યારે મુંબઈ પોલીસે પોતાનો જીવ હથેળી પર લઈને પોતાની ફરજ નિભાવી હોય. મુંબઈ પોલીસ અવારનવાર આવા કામો કરતી હોય છે, જેના કારણે લોકોના હૃદયમાંથી તેમના માટે સલામ અને પ્રાર્થનાઓ નીકળે છે. મુંબઈ પોલીસના આ જવાનની બહાદુરીના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. મુંબઈ પોલીસની ફરજના વખાણ કરતા મુંબઈકરોને ફરી એકવાર તેમની પોલીસ પર ગર્વ લેવાનું કારણ મળ્યું છે.