નવી મુંબઈમાં (Navi Mumbai) એક ઈમારતના છઠ્ઠા માળની છત તૂટી પડી છે. છઠ્ઠા માળની આ છત ગ્રાઉન્ડ ફ્લોર પર પડી (Building Collapsed). સાત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ અકસ્માત નવી મુંબઈના નેરુલના સેક્ટર 17માં આવેલી જીમી પાર્ક નામની ઈમારતમાં થયો હતો. આ ઈમારતના છઠ્ઠા માળે આવેલા એક ફ્લેટના હોલમાં ફ્લોરિંગનું કામ ચાલુ હતું. આ દરમિયાન છત નીચે આવી ગઈ હતી. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં અત્યાર સુધી કોઈનું મોત થયું નથી. આ ઈમારત નેરુલ વિસ્તારના શનિ મંદિર પાસે છે. અકસ્માતની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નેરુલ, બેલાપુર અને કોપરખૈરણેની ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર હાજર છે.
ફાયર બ્રિગેડના જવાનોએ ઝડપથી બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ઇમારતમાંથી અત્યાર સુધીમાં 4 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં પણ આ ઈમારતમાં કેટલાક લોકો ફસાયા હોવાના સમાચાર છે. રેસ્ક્યુ દ્વારા તેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આખી ઈમારત ખાલી કરાવવામાં આવી છે.
Maharashtra | A part of building collapses in Navi Mumbai; rescue operation underway pic.twitter.com/zC0S05B8Oz
— ANI (@ANI) June 11, 2022
દુર્ઘટના સંદર્ભે પ્રાપ્ત માહિતી અનુસાર, નવી મુંબઈના નેરુલ વિસ્તારના સેક્ટર 17માં શનિ મંદિર પાસે જીમી પાર્ક નામની ઈમારત છે. આ બિલ્ડીંગના છઠ્ઠા માળે આવેલા એક ફ્લેટના હોલમાં ફ્લોરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ દરમિયાન આ મકાનનો સ્લેબ પડી ગયો હતો. ઉપરથી પડેલા ભારે સ્લેબને કારણે નીચેના માળના સ્લેબ પણ પડી ગયા હતા.
માહિતી મળતાં જ નેરુલ, કોપરખૈરણે અને બેલાપુરથી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું. સાત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બિલ્ડિંગમાંથી અત્યાર સુધીમાં ચાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
હાલમાં પણ કેટલાક લોકો અંદર ફસાયા હોવાના સમાચાર છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તેમને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. હોસ્પિટલમાં દાખલ લોકોની સારવાર શરૂ કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે હજુ સુધી એક પણ મોત નોંધાયું નથી.