વેક્સીન નહી લેનારા લોકો માટે મુંબઈમાં કોરોના કાળ (Corona in Mumbai) બનીને આવ્યો છે. આ ચોંકાવનારો ખુલાસો મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. BMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 11 મહિનામાં કોવિડને કારણે 4 હજાર 575 લોકોના મોત (Corona Deaths In Mumbai) થયા છે. તેમાંથી 94 ટકા લોકો એવા હતા જેમણે રસી (Mumbai Corona Vaccine) લીધી ન હતી.
BMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ફેબ્રુઆરી 2021 થી જાન્યુઆરી 2022 દરમિયાન મુંબઈના ઉપનગરીય વિસ્તારોમાં કોરોનાથી મૃત્યુ પામેલા મોટાભાગના લોકોએ રસીનો એક પણ ડોઝ લીધો ન હતો. મૃત્યુ પામેલા લોકોમાંથી માત્ર 6 ટકા લોકોએ સંપૂર્ણ રસીકરણ કરાવ્યું હતું. BMC દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે આ આંકડો વેક્સીનેશન નહી કરાવવા પર થનારા ઘાતક પરિણામનો સૌથી મોટો પુરાવો છે.
અગિયાર મહિનામાં કોવિડથી ચાર હજાર પાંચસો પંચોતેરથી વધારે મોતનો આ જે આંકડો સામે આવ્યો છે, તેમાંથી 4 હજાર 320 લોકોએ રસી લીધી ન હતી. 225 લોકોનો બ્રેક થ્રુ સંક્રમણને કારણે જીવ ગયો. BMC વિવિધ વર્ગના લોકોને રસી લેવા અંગે જાગૃત કરવા માટે પોતાની રીતે તમામ પ્રયાસો કરી રહી છે. આમ છતાં રસીકરણને લઈને મોટી સંખ્યામાં લોકોના દિલમાં ડર છે. નોંધણીના રેકોર્ડ દ્વારા આ સ્પષ્ટપણે સાબિત થાય છે.
16 જાન્યુઆરીએ એન્ટી-કોરોના વાયરસ રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થશે. આ એક વર્ષમાં જે વાત સામે આવી છે તે એ છે કે, કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ વધવા છતાં ખૂબ ઓછી સંખ્યામાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી રહી છે. ખાસ કરીને અન્ય ગંભીર રોગોથી પીડિત વરિષ્ઠ નાગરિકોના મૃત્યુની સંખ્યામાં પણ તીવ્ર ઘટાડો થયો છે. નિષ્ણાતોએ આનું એક મહત્ત્વનું કારણ રસીકરણને ગણાવ્યું છે.
BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે ત્રણ દિવસ પહેલા માહિતી આપી હતી કે ઓક્સિજન સપોર્ટ પર 96 ટકા દર્દીઓ એવા છે જેમણે રસીકરણ કરાવ્યું નથી. એટલે કે રસી કોરોનાની ઘાતક અસરને ઘટાડવામાં મદદ કરી રહી છે. તેમ છતાં, મુંબઈ જેવા મેટ્રો શહેરમાં પણ રસીકરણ અંગેની આશંકા ઘણા લોકોના મનમાં છે.
દરમિયાન મુંબઈની આર્થર રોડ જેલમાં કોરોનાએ ખળભળાટ મચાવી દીધો છે. અહીં 30 કેદીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં કરાયેલા કોરોના ટેસ્ટ દરમિયાન આ તમામ કેદીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. આ તમામને જેલમાં બનાવવામાં આવેલા આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન પણ અહીં ઘણા કેદીઓને કોરોના થયો હતો.