Mumbai : એક કલાકારે શહેરમાં ખેલાડીઓ અને ફ્રન્ટ વર્કરના ચિત્રો બનાવી લોકોને “સ્વચ્છ ભારત”માટે જાગૃત કર્યા,જુઓ Photos

|

Aug 11, 2021 | 7:06 AM

નિરજ સિંહ નામના આ કલાકારે જુન 2020 થી "સ્વચ્છ ભારત"પહેલ હેઠળ કામ કરવાનું શરૂ કર્યું અને અત્યારસુધીમાં તેમણે શહેરની જાહેર જગ્યાઓ પર ચિત્રો બનાવીને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા છે.

1 / 8
કોવિડ 19 બાદ સ્વચ્છતાનું મહત્વ વધ્યું છે,ત્યારે આજે તમને એક એવા કલાકાર વિશે જણાવીશું કે જેમણે "સ્વચ્છ ભારત" ની પહેલ અંતર્ગત મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

2 / 8
નિરજનો શરૂઆતના તબક્કે એ જ વિચાર હતો કે, જો શહેરમાં રાષ્ટ્રીય ગૌરવ અને પ્રેરણાનું પ્રતીક સમાન ખેલાડીઓના ચિત્રો બનાવવામાં આવે કે જેનાથી લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય.

3 / 8
તમામ અડચણોને દુર કરીને તેમણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી આર્ટ વર્ક કરવા માટેની પરવાનગી મેળવવા પત્રનો મુસદ્દો તૈયાર કર્યો અને 6 જુલાઈ 2020 ના રોજ તેમને સત્તાવાર પરવાનગી આપવામાં આવી અને સાથે જ સ્થળના બ્યુટિફિકેશન માટે એક વર્ષનો કરાર પણ આપવામાં આવ્યો હતો.

4 / 8
સૌપ્રથમ મુંબઈ શહેરના સપ્તર્ષિ પાર્કની દિવાલનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું.

5 / 8
શહેરની દિવાલમાં તેમણે સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા દિગ્ગજ ક્રિકેટરોના ચિત્રો બનાવ્યા છે.

6 / 8
ઉપરાંત મેરી કોમ, હિમા દાસ અને સાઇના નેહવાલ જેવા ઓલિમ્પિક ખેલાડીઓ,ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રી અને હોકી ખેલાડી સરદાર સિંહના ચિત્રો પણ શહેરની દિવાલોમાં કંડારવામાં આવ્યા છે.

7 / 8
સૌથી મહત્વની બાબત એ છે કે દેશના રક્ષણ માટે હંમેશા આગળ રહેતા નૌકાદળ, આર્મી, એરફોર્સ, આરોગ્ય કર્મચારીઓ, બીએમસી કામદારો અને મુંબઈ પોલીસને પણ શહેરની દિવાલોમાં આકાર આપવામાં આવ્યો છે.

8 / 8
નિરજ સિંહ નામના આ કલાકારે જુન  2020 થી  "સ્વચ્છ ભારત"પહેલ હેઠળ કામ કરવાનું શરૂ કર્યું અને અત્યાર સુધીમાં તેમણે શહેરની જાહેર જગ્યાઓ પર ચિત્રો બનાવીને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા છે.

Published On - 7:02 am, Wed, 11 August 21

Next Photo Gallery