મહારાષ્ટ્રના પુણે સ્થિત મુંબઈ- બેંગલોર હાઈવે પર ઘટેલી એક ગોઝારી ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. નવલે પુલ પાસે એક ટ્રકમાં ભીષણ આગ લાગી ગઈ હતી જેમાં ચાર લોકોને બચાવવાના પ્રયાસો કર્યા બાદ પણ ગંભીર રીતે દાઝી જવાને લઈ તેમના મોત થઈ ગયા હતા.
ફાયર વિભાગ અને સિંહગઢ રોડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક અભય મહાજનના જણાવ્યા અનુસાર આ ઘટના રાતે 9 કલાકની આસપાસ ઘટી હતી જેમાં કુલ 6 લોકો ઘાયલ હતા પણ 4 લોકો વધારે દાઝ્યા હતા જેમને બચાવી શકાયા નોહતા
#WATCH | Maharashtra: Four people died after a truck was gutted in a fire on the Pune-Bangalore highway near Swaminarayan Temple in Pune city. Further details awaited. (16.10) pic.twitter.com/9iD4gokiLH
— ANI (@ANI) October 16, 2023
મળતી માહિતિ પ્રમાણે સાંગલીથી નિકળેલી ટ્રક ગુજરાત તરફ જઈ રહી હતી ત્યારે રાતે 9 કલાકની આસપાસ ટ્રક બીજી ટ્ર્ક સાથે ધડાકાભેર અછડાઈ હતી અને તેને લઈ આગ ફાટી નિકળી હતી જેને લઈને 4 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સ્થાનિક લોકોનું પ્રાથમિક ધોરણે માનવુ છે કે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું લાગી રહ્યું છે.
સાંગલીથી ગુજરાત જતી ચ્રકને નડેલા અકસ્માતને નજરે જોનારાઓ મુજબ બંને ટ્રક વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી કે મકાઈના સ્ટોવર લઈને જઈ રહેલી ટ્રકમાં આગ લાગી ગઈ હતી અને ટ્રક પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને લઈ કેબિનમાં 4 લોકો ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને બહાર નિકળી નોહતા શક્યા, આ સિવાય 2 લોકો બીજા પણ દાઝ્યા હતા.
પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્ર પોટફોડેએ જણાવ્યું હતું કે ઘટનાની વિગતો મળતા જ તેમની ટિમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટેનો પ્રયાસ કર્યો હતો. અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક વ્યહવાર પર અસર પોહચી હતી જો કે તેને ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો.