MSRTCના કર્મચારીઓની હડતાલને લઈને ઉદ્ધવ સરકારનું આકરુ વલણ, વધુ 238 કર્મચારીઓને કરાયા સસપેન્ડ

|

Nov 20, 2021 | 2:38 PM

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ MSRTC કર્મચારીઓને હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરીને કહ્યુ હતુ કે, આ હડતાલથી ગરીબોને સૌથી વધુ અસર થઈ રહી છે.

MSRTCના કર્મચારીઓની હડતાલને લઈને ઉદ્ધવ સરકારનું આકરુ વલણ, વધુ 238 કર્મચારીઓને કરાયા સસપેન્ડ
MSRTC Strike

Follow us on

MSRTC Strike:  મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)  ના કર્મચારીઓની હડતાલને (Strike) પગલે ઉદ્ધવ સરકારે આકરુ વલણ અપનાવ્યુ છે. શુક્રવારે નિગમના 238 કર્મચારીઓને આ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનના અધિકારીએ (Corporation Officer) જણાવ્યું કે 2,296 દૈનિક વેતન કામદારોને નોટિસ મોકલવામાં આવી છે અને પ્રથમ તબક્કામાં 238 કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. જો હજુ પણ હડતાળ પાછી નહીં ખેંચાય અને લોકો કામ પર પાછા નહીં ફરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીના જણાવ્યા મુજબ આ સપ્તાહની શરૂઆતમાં, 2,584 દૈનિક વેતન કામદારોમાંથી, કુલ 2,296 ને 24 કલાકની અંદર કામ પર પાછા ફરવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ માત્ર 32 કામદારો જ કામ પર પાછા ફર્યા હતા,જેથી શુક્રવારે વધુ 238 કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં 2,776 કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનને રાજ્ય સરકાર(State Government)  સાથે મર્જ કરવાની માંગણી સાથે MSRTC કર્મચારીઓ છેલ્લા એક મહિનાથી હડતાળ પર છે.

હડતાલ ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહેશે

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) ના કર્મચારીઓ નિગમને રાજ્ય સરકાર સાથે મર્જ કરવાની તેમની માંગ પર અડગ છે, જેના કારણે તમામ ડેપો પર બસ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યના તમામ 250 ડેપોએ આંદોલનને કારણે કામગિરી બંધ કરવાની ફરજ પડી છે.

MSRTCના અધિકારીના જણાવ્યા અનુસાર, તમામ 250 ડેપો પર બસની કામગીરી સ્થગિત કરવામાં આવી છે, જોકે ઘણા વર્કશોપ કામદારોએ ફરીથી કામ શરૂ કર્યું છે. કર્મચારીઓએ 28 ઓક્ટોબરથી અનિશ્ચિત હડતાળ શરૂ કરી હતી અને આ મહિનાની શરૂઆતમાં આ હડતાલ વધુ તીવ્ર બની હતી. કર્માચારીઓ તેમની માંગ સાથે અડગ છે,બીજી તરફ નિગમ વિલીનીકરણ માટે ઈનકાર કરી રહી છે.

 

આ પણ વાંચો: Maharashtra Election : વિધાન પરિષદની ચૂંટણી માટે શિવસેનાએ સુનિલ શિંદેના નામ પર લગાવી મહોર ! આદિત્ય ઠાકરે માટે બેઠક છોડી હતી

આ પણ વાંચો: Viral Video: મહારાષ્ટ્રમાં જોવા મળ્યો અદ્ભુત નજારો, જંગલમાં એક સાથે જોવા મળ્યા 6 વાઘ

Next Article