બાળાસાહેબનો વધુ એક વીડિયોઃ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ વીડિયો જાહેર કરીને રાજ ઠાકરેને આપ્યો જવાબ

|

May 05, 2022 | 9:36 AM

પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના ટ્વીટમાં લખ્યું, 'આ અસલી વીડિયો છે. જેઓ અનુકરણ કરે છે તેઓ હંમેશા એક ડગલું પાછળ નહીં, પરંતુ ઘણાબધા ડગલાં પાછળ રહે છે.

બાળાસાહેબનો વધુ એક વીડિયોઃ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ વીડિયો જાહેર કરીને રાજ ઠાકરેને આપ્યો જવાબ
MP Priyanka Chaturvedi
Image Credit source: file photo

Follow us on

મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાનો વિવાદ (Hanuman Chalisa controversy) યથાવત છે. શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ (Priyanka Chaturvedi) બુધવારે MNS પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray) દ્વારા જાહેર કરેલા બાળાસાહેબ ઠાકરેના વીડિયોના જવાબમાં હવે એક નવો વીડિયો રિલીઝ કર્યો છે. રાજ ઠાકરેના વીડિયોને ‘સસ્તી નકલ’ ગણાવતા ચતુર્વેદીએ તેમના દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોને અસલી ગણાવ્યો છે.

રાજ ઠાકરેએ જાહેર કરેલા વીડિયોમાં શિવસેનાના સંસ્થાપક સ્વ. બાળા સાહેબ ઠાકરેને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે જો તેમની સરકાર બનશે તો મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર નીચે ઉતરાવી લેવામાં આવશે અને રસ્તાઓ પર નમાજ પઢવામાં આવે છે તે બંધ કરાવવામાં આવશે. તેના જવાબમાં શિવસેનાના સાંસદ ચતુર્વેદીએ બાળ ઠાકરેનો નવો વીડિયો જાહેર કર્યો હતો. પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘આ અસલી વીડિયો છે. આ બધા સસ્તા અનુકરણ કરનારાઓ માટે એક પાઠ છે, જે અનુકરણ કરે છે તેઓ હંમેશા એક ડગલું નહીં, પરંતુ ઘણા ડગલાં પાછળ રહે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સાંભળો આ વીડિયોમાં બાળ ઠાકરે શું કહે છે


મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હનુમાન ચાલીસા વિવાદમાં રાજ ઠાકરેની આગેવાની હેઠળની MNS અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના વચ્ચે શબ્દયુદ્ધ વધુ ઉગ્ર થઈ ગયું છે. બુધવારે રાજ ઠાકરેએ બાળ ઠાકરેનો વીડિયો ટ્વીટ કરીને સંદેશ આપ્યો કે તેઓ તેમના કાકા સ્વર્ગસ્થ બાળ ઠાકરેના વૈચારિક ઉત્તરાધિકારી ગણાવે છે. તેના જવાબમાં શિવસેનાએ પણ બાળ ઠાકરેના રેકોર્ડમાંથી બે વીડિયો જાહેર કર્યા છે. જેમાં બાળ ઠાકરે તેમના ભત્રીજા રાજ ઠાકરેને ઠપકો આપતા હોવાનો છે.

કહેવાય છે કે રાજ ઠાકરે હંમેશા બાળાસાહેબની નકલ કરે છે. પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટર પર જાહેર કરેલા વીડિયોમાં બાળાસાહેબ ઠાકરેને નકલની ટીકા કરતા જોઈ શકાય છે. વીડિયોમાં બાળ ઠાકરે કહે છે, ‘મને કહેવામાં આવ્યું કે કોઈ મારી સ્ટાઈલમાં બોલે છે, સ્ટાઈલ સારી છે પણ શું તમારી કોઈ વિચારધારા છે ? માત્ર મરાઠી મરાઠીની બૂમો પાડવાથી મરાઠી નહીં ચાલે. તમે બધા જન્મ્યા તે પહેલા મેં મહારાષ્ટ્રમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

Next Article