થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરવામાં આવ્યું છે. ઠાકરે સરકાર અને હાલની શિંદે-ફડણવીસ સરકાર વચ્ચે આનો શ્રેય લેવાની લડાઈ પૂરી થઈ નથી. આ દરમિયાન રાજ ઠાકરેની પાર્ટી MNSએ પણ નામ બદલવાની રાજનીતિમાં એન્ટ્રી કરી છે. ધારાસભ્ય રાજુ પાટીલે હવે અમદાવાદનું નામ બદલવાની માંગ ઉઠાવી છે.
MNSએ કરી ઔરંગાબાદની જેમ અમદાવાદનું નામ બદલવાની માંગ, ઠાકરે જૂથે કહ્યું ‘આપો સાવરકરનું નામ’ | #TV9GujaratiNews pic.twitter.com/769rHuKgbM
— Tv9 Gujarati (@tv9gujarati) March 29, 2023
MNSની દ્વારા જેવી આ માંગ કરવામાં આવી. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે જૂથ પણ તેમાં કેમ પાછળ રહે! સુષ્મા તાઈએ કહ્યું કે ભાજપ હાલમાં પોતાને વીર સવારકરના મોટા ભક્ત ગણાવી રહી છે તો ફડણવીસજીને કહો કે કેન્દ્રમાં પણ તેમની સરકાર છે તો વાત કરો અને અમદાવાદનું નામ ‘સાવરકર નગર’ રાખી દો.
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપતા પહેલા પોતાની છેલ્લી કેબિનેટ મિટિંગમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને કેન્દ્રની મોદી સરકારે મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદથી ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ હવે ધારાશિવ કહેવાશે.
કેન્દ્રએ આ પ્રસ્તાવને મંજૂરી આપી તો ઉદ્ધવે કહ્યું કે હું મહારાષ્ટ્ર સરકારને ધન્યવાદ આપવા ઈચ્છુ છું કે અમારી સરકારના બાકી પ્રસ્તાવોની જેમ આ પ્રસ્તાવને તેમને રદ ના કર્યો અને તેને મંજૂરી માટે કેન્દ્ર સરકારની પાસે મોકલ્યો, જેને મંજૂરી મળી ગઈ. મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સરકારના પ્રસ્તાવને પાસ કરવા માટે કેન્દ્રની મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. MNS પ્રમુખ રાજ ઠાકરેએ પણ ટ્વીટ કરીને આ વાત માટે કેન્દ્રનો આભાર માન્યો હતો.
તમને જણાવી દઈએ કે શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેએ સૌથી પહેલા ઔરંગાબાદ શહેરનું નામ છત્રપતિ સંભાજીનગર કરવાની માંગ કરી હતી. બાલાસાહેબ ઠાકરેની ઔરંગાબાદ શહેરના સાંસ્કૃતિક મંડલના મેદાન પર થયેલી સભામાં 8 મે 1988એ તેમને આ માંગ કરી હતી. ત્યારબાદ સતત શિવસેના આ માંગ ઉઠાવી રહી હતી. ઔરંગાબાદમાં દરેક ચૂંટણીમાં શિવસેનાનો આ મુદ્દો ઉછળતો હતો. છેવટે, રાજ્ય સરકારે થોડા દિવસો પહેલા આ અંગે નિર્ણય લીધો હતો અને કેન્દ્ર સરકારે પણ નામ બદલવાની આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી.
Published On - 10:32 pm, Wed, 29 March 23