Maharashtra Rain : મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. 65 મીમીથી વધુ વરસાદ થતા સમગ્ર વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને (Heavy Rains) પગલે પાણીનું સ્તર વધ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશરને (Law Pressure) કારણે બુધવારે પણ મહારાષ્ટ્રમાં કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં (Vidarbh) ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, નાસિક, પુણે, સતારા અને કોલ્હાપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. ઉપરાંત હવામાન વિભાગ દ્વારા શનિવાર સુધી દક્ષિણ કોંકણ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે નિચાણવાળા વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે. તેમજ પાલઘરમાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર (Red Alert) કરવામાં આવ્યુ છે.
Maharashtra | Heavy rain causes waterlogging at many parts of Aurangabad district pic.twitter.com/raT0V19DmG
— ANI (@ANI) September 7, 2021
નાંદેડ થયુ પાણી પાણી
નાંદેડમાં ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. જિલ્લાના ભોકર, હડગાંવ, હિમાયતનગર, મુખેડ અને અર્ધપુરીના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જો વરસાદ હજુ ચાલુ રહેશે તો શહેરની સ્થિતિ (Condition) વધુ ગંભીર બની શકે છે.
માજલગાંવ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા
બીડમાં થયેલા ભારે વરસાદને કારણે, માજલગાંવ ડેમમાં (Majalganv Dam) પાણીની આવક થઈ હતી, જેને પગલે પાણીના પ્રવાહને જોતા સાવચેતીના ભાગરૂપે ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
કોંકણ અને મરાઠવાડામાં ભારે વરસાદની આગાહી
મહારાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ રાજ્યના કોંકણ (Konkan) અને મરાઠવાડા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, છેલ્લા બે ત્રણ દિવસથી થઈ રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદની આગાહીને પગલે હાલ હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યુ છે.
આ પણ વાંચો: ફુડ આર્મીનો ઈકો ફ્રેન્ડલી આઈડીયા – પ્લાસ્ટીકની નકામી થેલીમાંથી બની રહી છે રંગબેરંગી ચટ્ટાઈ