Maharashtra: ગૌતમ અદાણી અને શરદ પવારની મુલાકાત, મુંબઈથી દિલ્હી સુધી થઈ ચર્ચા

|

Apr 20, 2023 | 3:33 PM

કહેવામાં આવી રહ્યું છે કે બંનેની મીટિંગ દરમિયાન એનસીપીના એક પણ નેતા ત્યાં હાજર નહોતા. આ ખાસ બેઠકમાં માત્ર શરદ પવાર અને ગૌતમ અદાણી સામેલ હતા. આવી સ્થિતિમાં બંને વચ્ચે શું થયું તેની કોઈને જાણ નથી. પરંતુ બંને વચ્ચેની મુલાકાત રાજકીય વર્તુળોમાં મોટા સમાચાર છે.

Maharashtra: ગૌતમ અદાણી અને શરદ પવારની મુલાકાત, મુંબઈથી દિલ્હી સુધી થઈ ચર્ચા

Follow us on

અદાણી પવારને મુંબઈમાં તેમના સિલ્વર ઓક નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠક એવા સમયે થઈ હતી જ્યારે શરદ પવારે તાજેતરમાં હિંડનબર્ગ રિપોર્ટના મુદ્દે અદાણીનું સમર્થન કર્યું હતું. અદાણીને શરદ પવારનું સમર્થન એવા સમયે મળ્યું જ્યારે સમગ્ર વિપક્ષ હિંડનબર્ગ રિપોર્ટને લઈને અદાણી જૂથ અને મોદી સરકાર પર નિશાન સાધી રહ્યું છે.

ખાસ બેઠકમાં માત્ર શરદ પવાર અને ગૌતમ અદાણી

કહેવામાં આવી રહ્યું છે કે બંનેની મીટિંગ દરમિયાન એનસીપીના એક પણ નેતા ત્યાં હાજર નહોતા. આ ખાસ બેઠકમાં માત્ર શરદ પવાર અને ગૌતમ અદાણી સામેલ હતા. આવી સ્થિતિમાં બંને વચ્ચે શું થયું તેની કોઈને જાણ નથી. પરંતુ બંને વચ્ચેની મુલાકાત રાજકીય વર્તુળોમાં મોટા સમાચાર છે.

બંને વચ્ચે શું થયું તે અંગે જુદી જુદી અટકળો ચાલી રહી છે

ગૌતમ અદાણી શરદ પવારના મુંબઈમાં તેમના સિલ્વર ઓક નિવાસસ્થાને પહોંચ્યા હતા. ગૌતમ અદાણી અને શરદ પવાર વચ્ચે કયા મુદ્દે વાતચીત થઈ તે અંગે અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે રાહુલ ગાંધી અને તેમની કોંગ્રેસ પાર્ટીએ હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી પર આક્રમક વલણ અપનાવ્યું છે.

શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ
Vastu Tips : રસોડાની આ દિશામાં વાસણ રાખો, તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત !
રાત્રે ઊંઘ નથી આવતી? અજમાવો 6 આયુર્વેદિક ઉપાય
સ્ટાઈલ મામલે બહેન જાહ્નવીને પણ ટકકર આપે છે ખુશી, જુઓ ફોટો

આ પણ વાંચો : કોર્ટમાંથી રાહત ન મળતા રાહુલ ગાંધી ચૂંટણી લડી શકશે નહીં ! આવી સ્થિતિમાં 2024માં કોંગ્રેસ પાર્ટીના પીએમ પદના ઉમેદવાર કોણ હશે?

બહુમતી હોય તેના સભ્યો વધુ હોય

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટી ગૌતમ અદાણી વિરુદ્ધ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માગ કરી રહી છે. શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે આવી તપાસનો કોઈ ફાયદો નથી. તેમણે દલીલ કરી છે કે સંયુક્ત સંસદીય સમિતિમાં જે પક્ષની બહુમતી હોય તેના સભ્યો વધુ હોય છે. આવી સ્થિતિમાં, આનો કોઈ ઉકેલ નથી. માત્ર સુપ્રીમ કોર્ટે જ આની તપાસ કરવી જોઈએ, તે યોગ્ય છે. તોજ આ અંગે નિષ્પક્ષ તપાસ થાય તેમ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article