Maharashtra : ભિવંડીના બંધ કાપડના કારખાનામાં ભીષણ આગ, કરોડોની સંપત્તિ બળીને ખાખ

|

Jan 17, 2022 | 10:53 AM

ભિવંડીના કાઝી કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગતા કરોડોની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ હતી.

Maharashtra : ભિવંડીના બંધ કાપડના કારખાનામાં ભીષણ આગ, કરોડોની સંપત્તિ બળીને ખાખ
massive fire in bhiwandi ( PS : ANI)

Follow us on

મહારાષ્ટ્રના થાણેના ભિવંડી વિસ્તારના કાઝી કમ્પાઉન્ડમાં (Kazi compound) બંધ કાપડના કારખાનામાં રવિવારે રાત્રે આગ લાગી હતી. આગમાં કરોડોની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં જ અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સ્પષ્ટપણે કંઈ જાણવા મળ્યું નથી. આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે થાણેના ભિવંડી વિસ્તારમાં સ્થિત એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આગ એટલી ગંભીર હતી કે તેને કાબૂમાં લેવા માટે પાંચ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ભિવંડી થાણેનો ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે, અહીં મોટી સંખ્યામાં ગોડાઉન  છે.

28 નવેમ્બર, 2021 ના ​​રોજ, થાણેને અડીને આવેલા ભિવંડી વિસ્તારમાં લગ્ન સમારોહ દરમિયાન આગ ફાટી નીકળી હતી. આગ વધુ ફેલાય તે પહેલા મહેમાનોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગના કારણે ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ ઘટના ભિવંડી સ્થિત મોહમ્મદ અલી વેડિંગ હોલની છે, જે તૈયબ મસ્જિદ વિસ્તારની સામે સ્થિત છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અહીં પણ કોઈ જાનહાનિના અહેવાલ નથી. રસોઈ બનાવતી વખતે આગ લાગી હતી.

આ પણ વાંચો : Happy Birthday Rasika Dugal : ‘મિર્ઝાપુર’થી લઈને ‘દિલ્હી ક્રાઈમ’ સુધી, આ ફિલ્મો અને સિરીઝમાં જોવા મળી રસિકા દુગ્ગલની બેસ્ટ એક્ટિંગ

આ પણ વાંચો :Uttarakhand Election 2022: ઉત્તરાખંડ કોંગ્રેસમાં ટિકિટ વિવાદ યથાવત, હરીશ અને પ્રીતમ સહમત નહી થાય તો રાહુલ ગાંધી નક્કી કરશે

Published On - 8:45 am, Mon, 17 January 22

Next Article