સોનિયા ગાંધી સાથે મુલાકાતના સવાલ પર ભડક્યા મમતા બેનર્જી, 30 નવેમ્બરે મુંબઈના પ્રવાસે, શરદ પવાર-ઉદ્ધવ ઠાકરે સાથે કરશે મુલાકાત

|

Nov 24, 2021 | 9:39 PM

Mamata In Delhi: ગત દિલ્હી પ્રવાસ દરમિયાન મમતા બેનર્જીએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી, પરંતુ આ પ્રવાસ દરમિયાન મમતા બેનર્જી સોનિયા ગાંધીને મળ્યા નથી. કોંગ્રેસ અને ટીએમસી વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે.

સોનિયા ગાંધી સાથે મુલાકાતના સવાલ પર ભડક્યા મમતા બેનર્જી, 30 નવેમ્બરે મુંબઈના પ્રવાસે, શરદ પવાર-ઉદ્ધવ ઠાકરે સાથે કરશે મુલાકાત
Mamata Banerjee (File Image)

Follow us on

પશ્ચિમ બંગાળ (West Bengal)ના સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે તેમની દિલ્હી મુલાકાત દરમિયાન મુલાકાતના મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્ન પર નારાજ થઈ ગયા હતા, જ્યારે સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ 30 નવેમ્બરે મુંબઈ જઈ રહ્યા છે અને મુંબઈમાં તેઓ એનસીપી પ્રમુખ શરદ પવાર અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે.

 

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

સીએમ 1 ડિસેમ્બર સુધી મુંબઈમાં જ રહેશે. તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટીના વિસ્તરણમાં લાગેલા મમતા બેનર્જીના કોંગ્રેસ સાથે  સંબંધો બગડી રહ્યા છે અને મમતા બેનર્જી કોંગ્રેસના નેતાઓને તોડી રહી છે. તમને જણાવી દઈએ કે ગત દિલ્હી પ્રવાસ દરમિયાન મમતા બેનર્જીએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી, પરંતુ આ પ્રવાસ દરમિયાન મમતા બેનર્જી સોનિયા ગાંધીને મળ્યા નથી.

 

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે હાલમાં પંજાબ ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ ખૂબ જ વ્યસ્ત છે. જેના કારણે તેણે એપોઈન્ટમેન્ટ પણ માંગી ન હતી. સોનિયા વિશે વારંવાર પૂછવામાં આવતા મમતા બેનર્જીએ કહ્યું કે તે બધાને તેમના પ્રશ્નો માટે બધાને સંતુષ્ટ કરી શક્શે નહીં.

 

30 નવેમ્બરે મુંબઈ જશે, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને મળશે

મમતા બેનર્જીએ કહ્યું કે તે બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ માટે 30 નવેમ્બરે મુંબઈ જઈ રહ્યા છે. ત્યાં તેઓ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરશે. આ સાથે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ મળશે. તેમણે કહ્યું કે તેઓ વારાણસી પણ જશે અને ત્યાં દીવો પ્રગટાવશે. જો કે તેઓ વારાણસી ક્યારે જશે તે જાહેર કર્યું નથી. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સપાને મદદ કરવા તૈયાર છે. જો એસપી મદદ માંગશે તો ચોક્કસ સહકાર આપશે.

ત્રિપુરામાં હિંસાનો મુદ્દો ઉઠાવ્યો, યુપી ચૂંટણીમાં સપાને સમર્થન આપશે

 

જ્યારે ત્રિપુરા જવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે મમતા બેનર્જીએ કહ્યું કે એ પાર્ટી નક્કી કરશે કે તેઓ ક્યારે ત્રિપુરા જશે. જો કે મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે ત્રિપુરામાં TMC કાર્યકરો પર હુમલાનો મુદ્દો પીએમ મોદી સમક્ષ ઉઠાવ્યો છે. સાયની ઘોષ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ યોગ્ય નથી.

 

આ પણ વાંચો :  મોદી સરકારના Crypto Bill લાવવાના અહેવાલો વચ્ચે Virtual Currency ધડામ… Bitcoin અને Solana સહિતની Cryptocurrency ના મૂલ્યમાં ઘટાડો થયો

 

 

Next Article