મુંબઈ નજીક થાણેમાં મોટી દુર્ઘટના, વરસાદને કારણે દીવાલ ધરાશાયી થતા 2 લોકોના મોત

ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે આ દીવાલ ધરાશાયી થઈ છે.

મુંબઈ નજીક થાણેમાં મોટી દુર્ઘટના, વરસાદને કારણે દીવાલ ધરાશાયી થતા 2 લોકોના મોત
મુંબઈને અડીને આવેલા અંબરનાથમાં દીવાલ પડી
| Edited By: | Updated on: Oct 06, 2021 | 11:52 PM

મુંબઈને અડીને આવેલા થાણેના અંબરનાથમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અંબરનાથમાં એક બગીચાની દિવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે બે લોકો તેની નીચે દટાઈ જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. મૃત વ્યક્તિમાંથી એકનું નામ ગોવિંદ કેસલકર છે. બીજાની ઓળખ હજુ થઈ શકી નથી.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 5 થી 6 મકાનોને પણ નુકસાન થયું છે. આ મકાનો દિવાલને અડીને બનાવવામાં આવ્યા હતા. આ અકસ્માત અંબરનાથના પૂર્વ સ્થિત મહાલક્ષ્મી નગર ગેસ ગોડાઉન પાસે થયો હતો. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદને કારણે આ દીવાલ ધરાશાયી થઈ છે.

છ મહીના પહેલા જ થઈ હતી તૈયાર, બની ગઈ મોતની દીવાલ

આ દિવાલ માત્ર છ મહિના પહેલા બનાવવામાં આવી હતી. આ દિવાલ પાલિકા પ્રશાસન દ્વારા બનાવવામાં આવી હતી. નબળા કામના કારણે બે નિર્દોષ લોકોના મોત થયા હતા. આ દરમિયાન, રાહત કાર્ય શરૂ થઈ રહ્યું છે. આજુબાજુના લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અહીં દીવાલો સાથે અડીને ઘર બનેલા છે.

મુંબઈમાં, આવા જાહેર દિવાલોને અડીને બાંધવામાં આવેલા આવાસોને ચૉલ કહેવામાં આવે છે. આ ચૉલ વચ્ચે એક નાની ગલી છે. લોકોની અહીં અવર જવર રહેતી હોય છે. મુશળધાર વરસાદને કારણે અચાનક આ મકાનો પર દિવાલ પડી ગઈ હતી. દરમિયાન આ શેરીમાંથી પસાર થતા બે લોકો પણ દિવાલ નીચે આવી ગયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું.

નબળી ગુણવત્તા વાળા કામને કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

કાટમાળ હટાવતી વખતે બે મૃતદેહો મળી આવતાં લોકો મ્યુનિસિપલ વહીવટીતંત્ર સામે રોષે ભરાયા હતા

શરૂઆતમાં માત્ર દિવાલ પડવાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. પરંતુ જ્યારે કાટમાળ હટાવવાનું શરૂ કરાયું ત્યારે મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. મૃતકોના નામ અને ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ લોકો દિવાલની નબળી ગુણવત્તા વિશે વાત કરી રહ્યા છે અને આ કારણે તેમની વચ્ચેનો રોષ પણ દેખાય રહ્યો છે. હાલમાં ફાયર બ્રિગેડની ટીમ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે.

 

આ પણ વાંચો :  Maharashtra ZP & Panchayat Election Result: મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીમાં ભાજપ એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, છતા ખુશ થવાનું કોઈ કારણ નહી