મહાવિકાસ અઘાડી સરકારે બંધ કરી હતી આ યોજનાઓ, હવે ફરીથી થઈ શરૂ

|

Aug 19, 2022 | 5:24 PM

પાડલકરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારના આ નિર્ણયને શેયર કર્યો અને ધનગર સમાજ વતી નવી સરકારનો આભાર માન્યો. તત્કાલિન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આદિવાસીઓ માટે બનાવેલી તમામ યોજનાઓને ધનગર સમુદાય સુધી પણ પહોંચાડી હતી.

મહાવિકાસ અઘાડી સરકારે બંધ કરી હતી આ યોજનાઓ, હવે ફરીથી થઈ શરૂ
Devendra Fadanavis and Eknath Shinde
Image Credit source: PTI

Follow us on

મહારાષ્ટ્ર સરકારના (Maharashtra Government) અન્ય પછાત વર્ગ કલ્યાણ વિભાગ દ્વારા 17 ઓગસ્ટના રોજ એક સરકારી ઠરાવ (GR) જાહેર કરવામાં આવ્યો હતો અને તમામ વિભાગોને ધનગર સમુદાયના કલ્યાણ માટેની યોજનાઓ અમલમાં મૂકવા માટે કહેવામાં આવ્યું હતું. યોજનાઓમાં નવી મુંબઈ, નાસિક, ઔરંગાબાદ, પૂણે, નાગપુર અને અમરાવતીમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા ધનગર સમુદાયના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધાનો સમાવેશ થાય છે.

અંગ્રેજી માધ્યમની શાળાઓમાં સમુદાયના વિદ્યાર્થીઓને પ્રવેશ, બેઘર લોકો માટે 10,000 મકાનોનું નિર્માણ, બજેટમાં નાણાકીય જોગવાઈ વિનાના કાર્યક્રમો માટે મૂળભૂત બજેટની જોગવાઈ, યુવાનોને લશ્કરી અને પોલીસ ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી તાલીમ, પરીક્ષામાં વિશેષ રાહત ફી, મરઘાં વ્યવસાય અને બકરી ઉછેરમાં સરકારી સહાય, પશુપાલકો માટે સતત આજીવિકા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર તેમને જૂન અને સપ્ટેમ્બર વચ્ચે માસિક ભથ્થું પૂરું પાડે છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

પાડલકરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારના આ નિર્ણયને શેયર કર્યો અને ધનગર સમાજ વતી નવી સરકારનો આભાર માન્યો. તત્કાલિન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આદિવાસીઓ માટે બનાવેલી તમામ યોજનાઓને ધનગર સમુદાય સુધી પણ પહોંચાડી હતી. જો કે મહા વિકાસ આઘાડી સરકારે 22 યોજનાઓ બંધ કરી દીધી. હવે નાયબ મુખ્યપ્રધાને ફરીથી યોજનાઓ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. પછાત વર્ગ માટે કરેલા કામને કોઈ છુપાવી શકે નહીં.

આ યોજનાઓ 2019માં શરૂ કરવામાં આવી હતી

આ યોજનાઓ સૌપ્રથમ 2019માં તત્કાલીન દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમાં આ સમુદાયના વિદ્યાર્થીઓ માટે 10,000 ઘરો, આશ્રમશાળાઓ, પ્રવેશ બેઠકો, શિષ્યવૃત્તિ અને હોસ્ટેલનો સમાવેશ થાય છે. સમુદાય દ્વારા સરકાર પાસે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જોગવાઈઓ હેઠળ અનામત સહિતની માંગણી બાદ આ નિર્ણય આવ્યો છે.

Next Article