વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે શનિવારે નવી કોરોના ગાઈડલાઈન (Maharashtra Corona Guideline) જાહેર કરી હતી. હવે આ કોરોના માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો છે. તદનુસાર, બ્યુટી સલુનને હેર કટીંગ સલુન સાથે જૂથબદ્ધ કરવામાં આવશે. બ્યુટી સલૂન (Beauty Saloon) માત્ર 50 ટકા ક્ષમતા સાથે જ ચલાવી શકાશે. જ્યારે, જીમ પણ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સુવિધાઓ ફક્ત તે લોકોને જ ઉપલબ્ધ થશે જેમને કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા છે.
કોરોનાના વધતા જતા કેસ (Corona Case) વચ્ચે મહારાષ્ટ્રમાં 10 જાન્યુઆરીથી નાઈટ કર્ફ્યુ લાગુ થવા જઈ રહ્યો છે. આ સમય દરમિયાન, એકસાથે પાંચથી વધુ લોકોને બહાર નિકળવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં જીમ, સ્વિમિંગ પુલ, સ્પા, બ્યુટી સલૂન, પ્રાણી સંગ્રહાલય અને મનોરંજન પાર્ક બંધ રહેશે. પરંતુ હવે સરકારે આ માર્ગદર્શિકામાં (Revise Corona Guideline) સુધારો કર્યો છે.
નવી કોરોના માર્ગદર્શિકામાં સુધારો
Maharashtra govt revised #COVID19 restrictions
Beauty saloons shall be grouped with hair cutting Saloons & shall be allowed to remain open with 50% capacity. Gyms are allowed to remain open with 50% capacity. Only fully vaccinated persons shall be allowed to use these services https://t.co/FytZcI5euR
— ANI (@ANI) January 9, 2022
જીમ, બ્યુટી સલૂન ખોલવાની મંજૂરી
સુધારેલા નિયમો અનુસાર, જેમને કોરોના રસીના બંને ડોઝ મળી ગયા છે તેઓ જિમ, બ્યુટી સલૂનની સુવિધાઓ લઈ શકશે. આ સાથે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે માત્ર બ્યુટી અને હેર કટિંગ સલૂન અને જીમ જ 50 ટકા ક્ષમતા સાથે સંચાલિત કરી શકાશે. પુરી રીતે વેક્સીનેટેડ લોકો આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ જોર પકડી રહ્યું છે. શનિવારે સંક્રમણના 40 હજારથી વધુ નવા કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો.
ગેટવે ઓફ ઈન્ડિયાના ફોટોગ્રાફરો ચિંતિત
એકલા મુંબઈમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે બાદ સરકારે પ્રતિબંધને વધુ કડક બનાવ્યો છે. મુંબઈના ગેટવે ઑફ ઈન્ડિયા પર હાજર ફોટોગ્રાફરો કોરોના પ્રતિબંધોને કારણે ખૂબ જ ચિંતિત છે. ત્યાં કામ કરતા ફોટોગ્રાફરોનું કહેવું છે કે તેઓ કોઈપણ રીતે પોતાનો ખર્ચ ચલાવી રહ્યા છે. તેમને કંઈ પણ સમજમાં આવી રહ્યું નથી કે તેઓ શું કરે. પરિસ્થિતિથી પરેશાન ફોટોગ્રાફરે કહ્યું કે ક્યારેક ક્યારેક ભૂખે મરી જવું યોગ્ય લાગે છે.
महाराष्ट्र: बढ़ते कोरोना मामलों के चलते राज्य सरकार ने नए दिशा निर्देश जारी किए जिसके चलते गेट वे ऑफ इंडिया पर मौजूद फोटोग्राफर चिंतित हैं।
वहां काम करने वाले फोटोग्राफर ने कहा,“किसी तरह अपना खर्च चला रहे हैं।कुछ समझ नहीं आ रहा कि क्या करें। कभी-कभी भूखे मर जाना ही सही लगता है।” pic.twitter.com/rJZFDxG0B6
— ANI_HindiNews (@AHindinews) January 9, 2022
આ પણ વાંચો : Mumbai Corona: મુંબઈમાં 48 કલાકમાં 2 પોલીસ કર્મચારીના કોરોનાથી મોત, જોઈન્ટ કમિશનર સહિત 400 લોકો સંક્રમિત