MAHARASHTRA : જલગાંવમાં યુઝ્ડ માસ્કમાંથી ગાદલા બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, જાણો કોણ છે એ માનવતાનો દુશ્મન

|

Apr 12, 2021 | 10:41 PM

MAHARASHTRA : જલગાંવ (Jalgaon)માં યુઝ્ડ ફેંકેલા માસ્કમાંથી ગાદલા બનાવી કોરોના સંક્રમણને ફેલાવવાનું નિમિત્ત બન્યો આ કમાણીનો સ્વાર્થ.

MAHARASHTRA : જલગાંવમાં યુઝ્ડ માસ્કમાંથી ગાદલા બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, જાણો કોણ છે એ માનવતાનો દુશ્મન

Follow us on

MAHARASHTRA : મહારાષ્ટ્રના જલગાંવ (Jalgaon)માં એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. અહી એક શખ્સે કમાણી કરવાનો એક એવો કીમિયો ગોત્યો કે તેના કમાણીના સ્વાર્થમાં કેટલાય લોકોનું સ્વાસ્થ્ય અને જીવ જોખમમાં મુકાયો છે.

ગાદલામાં રૂની બદલે ફેંકેલા માસ્ક ભર્યા
મહારાષ્ટ્રમાં મુંબઈથી 400 કિલોમીટર દૂર જલગાંવ (Jalgaon) ખાતે અમજદ અહેમદ મન્સૂરી નામનો શખ્સ ગાદલા બનવવાનું કામ કારે છે. આ શખ્સે પોતાના સ્વાર્થ માટે કમાણી કરવા માટે ગાદલામાં રૂની જગ્યાએ વપરાયેલા માસ્ક ભરીને ગાદલા ફુલાવ્યાં અને વેચ્યા પણ ખરા. આ શખ્સના આવા ક્રાંતિકારી ગુનાહિત વિચારોની ગંધ પોલીસને આવી ગઈ અને પુલિસ એને પકડીને લઈ ગઈ છે.

પોલીસે કરી ધરપકડ
જલગાંવ સ્થિતિ MIDC પોલીસ સ્ટેશનના અધિકારીઓને બાતમી મળી હતી કે જલગાંવ ખાતે મહારાષ્ટ્ર મેટ્રેસ સેન્ટરમાં ગેરકાયદે કામ થઈ રહ્યું છે. અધિક પોલીસ કમિશ્નર ચંદ્રકાંત ગવલીએ જણાવ્યું કે જ્યારે પોલીસે MIDCના કુસુમ્બા સ્થિત ફેક્ટરી પર દરોડો પાડ્યો ત્યારે તેમણે જોયું કે ગાદલામાં ઉપયોગમાં લેવાયેલા માસ્ક ભરવામાં આવી રહ્યાં હતા. પોલીસે ઘટના સ્થળ પરથી જ અમજદ અહેમદ મન્સૂરી નામના શખ્સની ધરપકડ કરી છે જેણે આ કામ કર્યું હતું. પોલીસે આ ફેક્ટરીના માલિક અમજદ અહમદ મન્સૂરી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને હવે પોલીસ આ ધંધામાં શામેલ અન્ય લોકોની શોધખોળ કરી રહી છે. હાલ પોલીસે નિયમો મુજબ કમ્પાઉન્ડમાં ફેલાયેલા નકામા માસ્કનો નાશ કર્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આવા શખ્સ માનવતાના દુશ્મન
નોંધવાલાયક વાત એ છે કે આખા દેશમાં સૌથી વધુ કોરોનાના કેસો મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે અને ત્યાંની સ્થિતિ અતિ વિકટ છે. ગુજરાત સાથે મહારાષ્ટ્ર નજીક હોઈ ગુજરાત પણ કોરોનાની ખરાબ પરીસ્થિતિનો સામનો કરી રહ્યું છે.  આપણે સરકારોને, તંત્રને, હોસ્પિટલ વ્યવસ્થાપકોને, પબ્લિકને કેટલાયને દોષ આપીએ છીએ ત્યારે આ શખ્સ જેવા લોકો માનવતાના દુશ્મન બને છે અને આ તમામની મહેનત પર પાણી ફેરવી દે છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 51,751 કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોભયજનક રીતે વધી રહ્યાં છે. આજે 12 એપ્રિલે રાત્રે 9 વાગ્યાની આસપાસ જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 51,751 કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 258 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ પહેલા રવિવારે રેકોર્ડ 63,294 નવા કેસ નોંધાયા હતા અને 349 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 34,58,996 લોકોને કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે અને કુલ 58,245 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

Next Article