લો બોલો ! આ યુવક અંધારામાં ભૂત બનીને લોકોને ડરાવતો હતો, પોલીસે આ રીતે ભણાવ્યો પાઠ

|

Sep 27, 2021 | 2:54 PM

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાની (Jalgaon district) ફત્તેપુર પોલીસ આ ભૂતને પકડવામાં સફળ થઈ છે, ભૂત બનીને લોકોને ડરાવનાર આ યુવકની ધરપકડ થતા હાલ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

લો બોલો ! આ યુવક અંધારામાં ભૂત બનીને લોકોને ડરાવતો હતો, પોલીસે આ રીતે ભણાવ્યો પાઠ
File Photo

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના જામનેર તાલુકામાં કેટલાક દિવસોથી લોકો ગભરાટમાં હતા. ગભરાટનું કારણ એ હતુ કે આ વિસ્તારમાં ભૂત હોવાની (Ghost)  ચર્ચા હતી, જે રાતના અંધારામાં જોવા મળ્યુ હતુ. ઉંધા પગથી ચાલનાર આ ભૂતને કારણે લોકોમાં ડરનો માહોલ છવાયો હતો.પરંતુ હવે આ ભૂતનો વીડિયો વાયરલ  (Viral video) કરનાર આરોપીઓને પકડવામાં ફતેપુર પોલીસ સફળ રહી છે. ફત્તેપુર પોલીસે પહુર વિસ્તારમાં ભૂતનો આતંક ફેલાવનારાઓના યુવકને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો

પોલીસે ભૂતનો કથિત વીડિયો વાયરલ કરનાર ત્રણ લોકોને પકડી પાડ્યા છે. જો કે આરોપીઓએ પણ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે લોકોને ડરાવવા માટે ભૂતનો કથિત વીડિયો વાયરલ (Ghost Video) કર્યો હતો. આ કારણે પહુર, ફત્તેપુર, દેલગાંવ આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

શું છે સમગ્ર મામલો?

આરોપીએ રાતના અંધારામાં રસ્તા પર પાર્ક કરેલી કારમાં બેસીને એક વીડિયો બનાવ્યો હતો. ટેકનોલોજીની (Technology) મદદથી તેણે માથા વગરના છોકરા અને એક મહિલા રસ્તા પર પાછળ ચાલતા હોવાના દ્રશ્યો શૂટ કરીને એડિટ કર્યા હતા. આરોપીએ કારની ડીપ લાઈટ લગાવીને મોબાઈલ કેમેરાથી (Mobile Camera) આ બધું શૂટ કર્યું. બાદમાં આ આરોપીઓએ વીડિયો વાયરલ કરીને તેઓએ આ ભૂત જોયું છે તેવુ જણાવ્યુ હતુ.

ફત્તેપુર પોલીસે વીડિયો બનાવનાર અને વાયરલ કરનાર ત્રણ આરોપીઓને પકડી પાડ્યા

આરોપીએ શેર કરેલો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ ફતેપુર, દેઉલગાંવ અને જામનેર હિતના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અંતે કેટલાક સમજદાર લોકોને શંકા ગઈ કે આ વિડીયો દ્વારા અંધશ્રદ્ધા ફેલાવીને લોકોમાં ભય પેદા કરવામાં આવી રહ્યો છે. તેઓએ આ અંગે પોલીસને (Police) માહિતીઆપી હતી. ત્યારે હાલ ફત્તેપુર પોલીસે વીડિયો બનાવનાર અને વાયરલ કરનાર ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

આ ઘટના અંગે પોલીસની પ્રતિક્રિયા

સંબંધિત ઘટના અંગે ફતેપુર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર(Police Inspector)  સંજય બન્સોડેએ જણાવ્યું હતું કે. આ કથિત વીડિયો વાયરલ કરનારાઓ સામે કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત વીડિયોઅંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે, આ વીડિયો નકલી છે. આ વિસ્તારમાં ક્યાંય પણ ભૂત નથી. આ વીડિયો સંપૂર્ણપણે લોકોના મનમાં ડર પેદા કરવા માટે બનાવવામાં આવ્યો છે. લોકોને અપીલ છે કે ભૂત જેવી (Ghost) વસ્તુઓ પર વિશ્વાસ ન કરો. વધુમાં જણાવ્યુ કે, જો બીજા કોઈએ પણ આવા કૃત્યનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કર્યો, તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

 

આ પણ વાંચો: Dombivali Gang Rape: ડોંબીવલી ગેંગરેપ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ, 33 માંથી 32 સકંજામાં

Published On - 1:36 pm, Mon, 27 September 21

Next Article