Maharashtra: મહિનાના અંત સુધીમાં મહારાષ્ટ્ર થશે સંપૂર્ણ અનલોક, નાયબ મુખ્યપ્રધાને આપ્યા આ સંકેત

|

Feb 12, 2022 | 3:03 PM

રસીકરણ અંગે અજિત પવારે કહ્યુ કે કોવેક્સિનનો સ્ટોક ઓછો છે, તેથી 15 થી 18 વર્ષની વયના કિશોરોના રસીકરણની ગતિમાં ઘટાડો થયો છે. જે માટે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે.

Maharashtra: મહિનાના અંત સુધીમાં મહારાષ્ટ્ર થશે સંપૂર્ણ અનલોક, નાયબ મુખ્યપ્રધાને આપ્યા આ સંકેત
Dy CM Ajit Pawar (File Photo)

Follow us on

Maharashtra Complete Unlock: ફેબ્રુઆરીના અંત સુધીમાં મહારાષ્ટ્ર (Maharashtra) સંપૂર્ણ રીતે અનલોક થઈ જશે. તેમજ કોરોના સંબંધિત પ્રતિબંધો પણ હટાવવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે (DY CM Ajit Pawar) આજે તેમની પૂણે પ્રેસ કોન્ફરન્સમાં નિયંત્રણો હળવા કરવાના સંકેતો આપ્યા હતા. કોરોના સંક્રમણના ઘટાડાને ધ્યાનમાં રાખીને તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરીને જલ્દી આ અંગે નિર્ણય લેવામાં આવશે.

નિયમોમાં છૂટછાટ લાવવા માટે અમે CM સાથે વાત કરીશુ: અજીત પવાર

વધુમાં તેમણે કહ્યું કે ‘હાલમાં પૂણેમાં કોરોના પોઝિટીવીટી રેટ 15 ટકા છે. ઉપરાંત રાજ્યની વાત કરીએ તો પોઝિટીવીટી રેટ(Positivity Rate)  9 ટકા છે. આવી સ્થિતિમાં શિવ જયંતિ પર્વને ધ્યાનમાં રાખીને નિયમોમાં છૂટછાટ લાવવા માટે અમે મુખ્યમંત્રી સાથે વાત કરીશું. તમને જણાવી દઈએ કે આદિત્ય ઠાકરે અને નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર 19 ફેબ્રુઆરીએ શિવનેરી કિલ્લા પર ઉજવવામાં આવનાર તહેવારમાં હાજર રહેવાના છે.

તેમજ વેક્સિનેસનને લઈને અજિત પવારે કહ્યું કે કોવેક્સિનનો સ્ટોક ઓછો છે. તેથી 15થી 18 વર્ષની વયના કિશોરોના રસીકરણની ગતિમાં ઘટાડો થયો છે. રસીકરણની (Vaccination) ઝડપ વધારવા માટે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત હાલમાં થિયેટરોમાં હોલની ક્ષમતાથી 50 ટકા લોકોની હાજરીની મંજૂરી છે. પરંતુ સીએમ સાથે વાત કરીને તેમાં પણ વધારે છુટ આવવામાં આવશે.’ઉલ્લેખનીય છે કે અજિત પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ પૂણેના (Pune) સંરક્ષક મંત્રી છે. જેના કારણે તેઓ આજે કોરોના સંક્રમણની સ્થિતિનો તાગ મેળવવા પૂણે પહોંચ્યા હતા.

Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી
સારા તેંડુલકર દરિયા કિનારે કેમ જાય છે?
Bael Juice Benefits: ગરમીમાં બીલીનું શરબત પીવાથી થાય છે આ 5 ચમત્કારિક ફાયદા
Plant In Pot : લવંડરના છોડને ઘરે સરળ ટીપ્સથી ઉગાડો
આ રીતે જીરું ખાવાનું શરૂ કરો, તમારું પેટ સ્વસ્થ રહેશે
'મારો બેસ્ટફ્રેન્ડ જ મારો પતિ હશે' ! RJ મહવશની પોસ્ટ વાયરલ, ફેન્સ બોલ્યા-સબંધો પાક્કા?

કોરોના નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે

આ સિવાય અજિત પવારે કહ્યુ કે, પ્રતિબંધો હળવા કર્યા પછી પણ કોરોનાના નિયમોનું પાલન કરવુ જરૂરી રહેશે. તેમણે કહ્યુ કે થિયેટરની સાથે અન્ય કાર્યક્રમોમાં પણ હાલ પ્રતિબંધો લાગુ છે. લગ્ન સમારંભો પર પણ પ્રતિબંધો યથાવત છે. જો હોલની ક્ષમતા બે હજાર લોકોની હોય તો 50 ટકા લોકોની હાજરીને મંજૂરી આપવાનો અર્થ એ નથી કે એક હજાર લોકો આવવા જોઈએ. મહત્તમ લોકોની હાજરી માટેની શરત 200 લોકોની છે.

 

આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભા હરકતમાં: રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ ભાજપના આ 12 ધારાસભ્યોનું સસ્પેન્શન રદ્દ કરવામાં આવ્યુ