Maharashtra : કોણે આપી ઉદ્ધવ ઠાકરેના માણસોને વીણી વીણીને મારવાની ધમકી ?

મુંબઈમાં (Mumbai ) પણ આદિત્ય ઠાકરેના વિસ્તાર વર્લીમાં શિંદે જૂથ અને ભાજપ સાથે ઠાકરે જૂથનું પોસ્ટર યુદ્ધ શરૂ થઈ રહ્યું છે. યુવા સેનાના કાર્યકરોએ ભાજપના પોસ્ટર ફાડી નાખ્યા હતા.

Maharashtra : કોણે આપી ઉદ્ધવ ઠાકરેના માણસોને વીણી વીણીને મારવાની ધમકી ?
Buldhana MLA Sanjay Gaikwad (File Image )
| Edited By: | Updated on: Sep 05, 2022 | 8:13 AM

ઉદ્ધવ (Udhhav Thackrey )જૂથના લોકોને વીણી વીણીને મારવામાં આવશે. બુલઢાણામાં દરેક વ્યક્તિ જાણે છે કે હું અને મારા કાર્યકરો કેટલા પાગલ છીએ. કાલે જો પોલીસ (Police )વચ્ચે ન આવી હોત તો અમે આખો હિસાબ ક્લિયર કરી દીધો હોત. આ શબ્દોમાં મહારાષ્ટ્રના બુલઢાણાના ધારાસભ્ય સંજય ગાયકવાડ ધમકી આપી રહ્યા છે. તેઓ શિવસેનાના શિંદે જૂથના ધારાસભ્ય છે. તેમણે આ ધમકી ઉદ્ધવ ઠાકરે જૂથના લોકોને આપી છે. ગઈકાલે ઉદ્ધવ જૂથના કેટલાક નવા હોદ્દેદારોનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. શિંદે જૂથના કેટલાક સમર્થકો અહીં પ્રવેશ્યા હતા.

આ પછી બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આનો સામનો કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ વિવાદને લઈને સંજય ગાયકવાડે આ ધમકી આપી છે. જ્યારથી શિવસેનામાં શિંદે જૂથે બળવો કર્યો છે ત્યારથી સમગ્ર મહારાષ્ટ્રમાં બંને જૂથના સમર્થકો એકબીજા સાથે અથડામણ કરી રહ્યા છે. ગઈકાલે જ શિંદે જૂથના પ્રધાન દાદા ભૂસેને પણ ધુળેમાં ખેડૂતોએ ઘેરી લીધા હતા અને તેમને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા.

આ છે ધમકી આપનાર નેતાનું નિવેદન

શનિવારે, બુલઢાણામાં ઠાકરે જૂથના નવનિયુક્ત પદાધિકારીઓનો સ્વાગત સમારોહ ચાલી રહ્યો હતો. ત્યારે શિંદે જૂથના ધારાસભ્ય સંજય ગાયકવાડના કાર્યકર્તાઓએ એમ કહીને સભામાં પ્રવેશ કર્યો કે તેઓ તેમના નેતાઓ પર શા માટે ટિપ્પણી કરી રહ્યા છે? આ પછી સ્થિતિ લડાઈ સુધી આવી અને ખુરશીઓ ઉછળવા લાગી. આ બધું પોલીસની સામે થઈ રહ્યું હતું. આ પછી પોલીસે કોઈક રીતે બંને જૂથના કાર્યકરોને કાબૂમાં લીધા હતા. આ બાબતને લઈને સંજય ગાયકવાડે ઉદ્ધવ જૂથને આ ધમકીભર્યું નિવેદન આપ્યું છે.

મુંબઈમાં ઠાકરે સમર્થકોએ ભાજપના પોસ્ટર ફાડી નાખ્યા

મુંબઈમાં પણ આદિત્ય ઠાકરેના વિસ્તાર વર્લીમાં શિંદે જૂથ અને ભાજપ સાથે ઠાકરે જૂથનું પોસ્ટર યુદ્ધ શરૂ થઈ રહ્યું છે. યુવા સેનાના કાર્યકરોએ ભાજપના પોસ્ટર ફાડી નાખ્યા હતા. બસ સ્ટોપ પર બીજેપીનું બેનર લગાવવામાં આવ્યું હતું, જેને આદિત્ય ઠાકરેની યુવા સેનાના કાર્યકરોએ ​​સવારે તોડી પાડ્યું હતું. આદિત્ય વર્લી વિસ્તારના ધારાસભ્ય પણ છે. હકીકતમાં, આ પહેલા યુવા સેનાએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે તેના કાર્યકરોએ સેનાના બેનર પોસ્ટર ફાડી નાખ્યા હતા.