Maharashtra : પરમબીર સિંહ ક્યાં છે ? રશિયા ભાગી જવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આપ્યો આ જવાબ

|

Oct 01, 2021 | 6:27 PM

પરમબીર સિંહ લાંબા સમયથી ફરાર છે. દરમિયાન, તેના રશિયા ભાગી જવાના અહેવાલો છે. આ અંગે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે કહ્યું કે અમે પણ આવા સમાચાર સાંભળ્યા છે, પરંતુ તેઓ સરકારી અધિકારી છે, તેથી સરકારની મંજૂરી વગર વિદેશ જઈ શકતા નથી.

Maharashtra : પરમબીર સિંહ ક્યાં છે ? રશિયા ભાગી જવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આપ્યો આ જવાબ
પરમબીર સિંહ રશિયા ભાગી ગયા છે તેવી અટકળો

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra News) ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે (Dilip Walse Patil) શુક્રવારે કહ્યું કે આઈપીએસ અધિકારી પરમબીર સિંહ (Parambir Singh) ક્યાં છે. તેની શોધખોળ ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ તેમને શોધી રહ્યું છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે તે રશિયા (Russia)  ફરાર થઈ ગયા છે. પાટીલે કહ્યું કે અમે પણ આવા સમાચાર સાંભળ્યા છે, પરંતુ તેઓ સરકારી અધિકારી છે, તેથી સરકારની મંજૂરી વગર વિદેશ જઈ શકતા નથી.

દિલીપ વાલસે પાટીલે કહ્યું કે અમે પરમબીર સિંહ સામે લુકઆઉટ પરિપત્ર બહાર પાડ્યો હતો. જો તે દેશ છોડીને ચાલ્યા ગયા છે તો તે ઠીક નથી. આ દરમિયાન, ગુરુવારે સીબીઆઈએ રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે અને ડીજીપી સંજય પાંડેને સમન્સ પાઠવ્યા છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લાગેલા 100 કરોડ રૂપિયાની વસૂલાતના આરોપોની તપાસ કરી રહી છે.

ED મની લોન્ડરિંગના કેસમાં તપાસ કરી રહી છે

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

CBI ની સાથે ED પણ મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરી રહ્યું છે. મુંબઈ અને થાણેના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ ખંડણીની ઓછામાં ઓછી ચાર એફઆઈઆર નોંધવામાં આવી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે ગૃહ વિભાગે આ કેસોમાં દરેક આરોપી અધિકારીની ભૂમિકા અંગે વધુ વિગતો મેળવવા માટે ડીજીપીના પ્રસ્તાવને પરત કર્યો છે.

માર્ચમાં મુંબઈ પોલીસ કમિશ્નરના પદ પરથી બદલી કરવામાં આવી હતી

FIR માં પરમબીર સિંહ ઉપરાંત ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ અને આસિસ્ટન્ટ કમિશ્નર રેન્કના અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પાસે વિસ્ફોટકોથી ભરેલી એસયુવીના સંબંધમાં એનઆઈએએ મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ કર્યા બાદ માર્ચ 2021 માં સિંહની મુંબઈ પોલીસ કમિશ્નર પદેથી બદલી કરવામાં આવી હતી.

હોટલ માલિકો પાસેથી લાંચ લેવાનો આરોપ

હોમગાર્ડ વિભાગમાં ટ્રાન્સફર થયા બાદ IPS અધિકારીએ તત્કાલીન રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પોલીસ અધિકારીઓને હોટલ અને બાર માલિકો પાસેથી લાંચ લેવાનું કહેવાનો આરોપ લગાવ્યો હતો. દેશમુખે આ આરોપને નકાર્યો હતો. પરંતુ દેશમુખે બાદમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.

આ પણ વાંચો :  Video : આ ખુરશી તો ભારે શોખીન ! મહારાષ્ટ્રથી માન્ચેસ્ટર સુધીની મુસાફરી કરી આ ખુરશીએ, કારણ જાણીને તમને પણ આશ્વર્ય થશે

Next Article