Maharashtra Politics: રાજ ઠાકરેનું અલ્ટીમેટમ, 3 મે સુધીમાં મસ્જિદમાંથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો હિન્દુ જવાબ આપવા તૈયાર રહે

|

Apr 17, 2022 | 8:26 PM

રાજ ઠાકરેએ (Raj Thackeray) મસ્જિદો પર લગાવેલા લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેણે સવાલ ઉઠાવ્યો હતો કે નમાઝ માટે માત્ર રસ્તા અને ફૂટપાથ શા માટે? તેણે કહ્યું કે આ તમારી પ્રાર્થના છે, એટલા માટે ઘરે નમાઝ પઢો.

Maharashtra Politics: રાજ ઠાકરેનું અલ્ટીમેટમ, 3 મે સુધીમાં મસ્જિદમાંથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો હિન્દુ જવાબ આપવા તૈયાર રહે
Raj Thackeray - File Photo

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra) મસ્જિદના લાઉડસ્પીકરનો મુદ્દો જોર પકડી રહ્યો છે. આ મામલે એમએનએસ ચીફ રાજ ઠાકરેએ (Raj Thackeray) ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. રાજ ઠાકરે દ્વારા તમામ હિન્દુઓને તૈયાર રહેવાની અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે દેશના તમામ હિંદુઓ તૈયાર રહે, જો 3 મે સુધીમાં મસ્જિદોમાં લગાવેલા લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો સામે એવો જ જવાબ આપવો પડશે. રાજ ઠાકરેએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશનું કોઈપણ સંજોગોમાં પાલન કરવું જોઈએ. આ સાથે રાજ ઠાકરેએ કહ્યું છે કે તેઓ 1 મેના રોજ ઔરંગાબાદમાં એક મોટી રેલીને સંબોધિત કરશે. તેમજ 5 જૂને તેઓ અયોધ્યા જશે.

એબીપી ન્યૂઝના સમાચાર અનુસાર, તેઓ અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરશે. ત્યારબાદ લાઉડસ્પીકર બાબતે આક્રમક રીતે કામ કરવામાં આવશે. તાજેતરમાં જ રાજ ઠાકરેએ મસ્જિદો પર લગાવેલા લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેણે સવાલ ઉઠાવ્યો હતો કે નમાઝ માટે માત્ર રસ્તા અને ફૂટપાથ શા માટે? તેણે કહ્યું કે આ તમારી પ્રાર્થના છે. એટલા માટે ઘરે જ નમાઝ અદા કરો. રાજ ઠાકરેએ કહ્યું હતું કે અમને આ બધું સંભળાવવાની શું જરૂર છે. સાથે MNS ચીફે કહ્યું હતું કે જો આ લોકો અમારી વાત નહીં સમજે તો મસ્જિદની સામે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

કયો ધર્મ બીજા ધર્મને નુકસાન પહોંચાડે છે

રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે તેઓ આ મુદ્દે પાછળ હટશે નહીં. તેમને જે કરવું હોય તે કરો. રાજ ઠાકરેએ સવાલ કર્યો હતો કે એવો કયો ધર્મ છે જે અન્ય ધર્મોને તકલીફ આપે છે. તેણે ગૃહ વિભાગને કહ્યું કે તે રમખાણો ઇચ્છતા નથી. આ સાથે તેમણે અલ્ટીમેટમ આપતા કહ્યું કે 3 મે સુધીમાં તમામ લાઉડસ્પીકર મસ્જિદમાંથી હટાવી લેવા જોઈએ.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

લાઉડસ્પીકર કોઈ ધાર્મિક મુદ્દો નથી

મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરનો ઉલ્લેખ કરતા રાજ ઠાકરેએ કહ્યું કે રેલીઓ માટે પ્રશાસનની પરવાનગી લેવી પડે છે. જ્યારે મસ્જિદોમાં દિવસમાં લગભગ 5 વખત લાઉડસ્પીકર પર નમાઝ અને અઝાન કરવામાં આવે છે. MNS નેતાએ કહ્યું કે આ માટે કોઈ કાયદો નથી. તેમણે પૂછ્યું કે તેમને આ માટે કોણ પરવાનગી આપે છે. તેમણે કહ્યું કે તેમણે ઘણું સહન કર્યું પણ હવે બહુ થયું. રાજ ઠાકરેએ કહ્યું કે મુસ્લિમોએ સમજવું પડશે કે આ કોઈ ધાર્મિક મુદ્દો નથી. આ એક સામાજિક મુદ્દો છે. હવે આ અંગે નિર્ણય લેવાનો છે.

આ પણ વાંચો :  Anil Deshmukh Judicial Custody: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખને 14 દિવસની ન્યાયિક કસ્ટડી, CBI કોર્ટનો ચુકાદો

Next Article