VIDEO : રાજ ઠાકરેની કોથળામાં પાનશેરી ! ઉદ્ધવને હિન્દુત્વ યાદ કરાવવા શેર કર્યો બાળા સાહેબ ઠાકરેનો જુનો વીડિયો, સાંભળો ફાયરબ્રાન્ડ નેતાની એ ખાસ લાઈન્સ

|

May 04, 2022 | 11:28 AM

આ વીડિયોમાં બાળ ઠાકરે (Bal Thackeray) ભાષણ આપી રહ્યા છે અને કહે છે કે મહારાષ્ટ્રમાં જે દિવસે અમારી સરકાર બનશે તે દિવસથી મસ્જિદો પર લગાવેલા લાઉડસ્પીકર હટાવી દેવામાં આવશે.

VIDEO : રાજ ઠાકરેની કોથળામાં પાનશેરી ! ઉદ્ધવને હિન્દુત્વ યાદ કરાવવા શેર કર્યો બાળા સાહેબ ઠાકરેનો જુનો વીડિયો, સાંભળો ફાયરબ્રાન્ડ નેતાની એ ખાસ લાઈન્સ
Raj thackeray and CM Uddhav Thackeray

Follow us on

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray) દ્વારા આપવામાં આવેલ અલ્ટીમેટમ આજે સમાપ્ત થઈ ગયું છે. MNSના અલ્ટીમેટમની અસર પણ રાજ્યભરમાં દેખાવા લાગી છે. ઘણી જગ્યાએ, અજાન સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવી હતી. ઘણી જગ્યાએ લાઉડસ્પીકર (Loudspeaker) વગર અજાન કરવામાં આવ્યું હતું.તો ઘણી જગ્યાએ MNS કાર્યકર્તાઓએ મસ્જિદોની બહાર હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) પાઠ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં(Maharashtra) મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે (Sanjay Pandey)પોતે આજે શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોની મુલાકાત લઈ રહ્યા છે.

આ બધાની વચ્ચે રાજ ઠાકરેએ બાળ ઠાકરેનો જુનો વીડિયો શેયર કર્યો છે.આ વીડિયોમાં બાળ ઠાકરે ભાષણ આપી રહ્યા છે અને કહે છે કે મહારાષ્ટ્રમાં જે દિવસે અમારી સરકાર બનશે તે દિવસથી મસ્જિદો પર લગાવેલા લાઉડસ્પીકર હટાવી દેવામાં આવશે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

જુઓ વીડિયો

બાળ ઠાકરેનુ લાઉડસ્પીકર અંગે વિવાદિત નિવેદન

શિવસેનાના દિવંગત પ્રમુખ બાળ ઠાકરેએ મસ્જિદોમાં સ્થાપિત લાઉડસ્પીકર દ્વારા શેરી નમાજ અને અજાનનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. આ વાત તેમણે પોતાના એક ભાષણમાં પણ કહી હતી. આજે એ જ ભાષણને હથિયાર બનાવીને રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. બાળ ઠાકરેએ કહ્યું હતું, ‘જે દિવસે આ મહારાષ્ટ્રમાં અમારી સરકાર આવશે. અમે તે દિવસે રસ્તા પર નમાઝ બંધ કર્યા વિના ચૂપ બેસીશું નહીં. કારણ કે ધર્મ એવો હોવો જોઈએ કે તે રાષ્ટ્રના વિકાસમાં અવરોધ ન આવે. લોકોએ તેનાથી પરેશાન ન થવું જોઈએ. જો આપણા હિંદુ ધર્મમાં કોઈને આવી સમસ્યા થઈ રહી હોય તો અમને જણાવો. હું તેની વ્યવસ્થા કરીશ. પરંતુ આ લાઉડસ્પીકર ચોક્કસપણે મસ્જિદમાંથી નીચે આવશે.’

રાજ ઠાકરે પીછેહઠ કરવા તૈયાર નથી

રાજ ઠાકરેએ તમામ હિંદુઓને પત્ર લખીને MNS કાર્યકર્તાઓ અને જનતાને લાઉડસ્પીકરમાં પોકારાતી અજાન વિરુદ્ધ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની અપીલ કરી છે. તેમણે પત્ર લખીને કહ્યું છે કે જ્યાં અનધિકૃત લાઉડસ્પીકર દેખાય ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ મોટા અવાજે લાઉડસ્પીકરમાં વગાડો. તેમને પણ ખ્યાલ આવે કે મુશ્કેલી કેવી અને શું હોય છે. રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે લાઉડસ્પીકર પરથી અજાન સંભળાય કે તરત જ પોલીસને ફરિયાદ કરો.

Published On - 11:20 am, Wed, 4 May 22

Next Article