Maharashtra Rain: આગામી 48 કલાક મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, મુંબઈ સહિત આ જીલ્લાઓમાં IMDએ જાહેર કર્યું એલર્ટ

|

Sep 21, 2021 | 10:09 PM

હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ પાલઘર, માથેરાન, રાયગઢ, થાણે, મુંબઈમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. પાલઘર, થાણે, રત્નાગીરી, સિંધુદુર્ગ, વિદર્ભ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.

Maharashtra Rain: આગામી 48 કલાક મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, મુંબઈ સહિત આ જીલ્લાઓમાં IMDએ જાહેર કર્યું એલર્ટ
મહારાષ્ટ્રમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

Follow us on

સપ્તાહની શરૂઆત સાથે જ ફરી એકવાર સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદે જોર પકડ્યું છે. હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ વરસાદનું આ જોર વધુ વધશે. વરસાદને લઈને આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. લોકોને અપીલ કરવામાં આવી છે. જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળવું.

 

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

કેટલાક વિસ્તારોને છોડીને સમગ્ર મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદની આગાહી છે. પશ્ચિમ બંગાળની આસપાસ જે લો પ્રેશર એરિયા બન્યું છે તેની તીવ્રતા આગામી 48 કલાકમાં ઘટશે. જેના કારણે રાજ્યભરમાં 21 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

 

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, કોંકણ અને વિદર્ભમાં પણ આ જ હશે પરિસ્થિતી

હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ પાલઘર, માથેરાન, રાયગઠ, થાણે, મુંબઈમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. આ જિલ્લાઓમાં દરેક જગ્યાએ કાળા ડીબાંગ વાદળો ઘેરાયેલા છે. પાલઘર, થાણે, રત્નાગીરી, સિંધુદુર્ગ, વિદર્ભ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.

 

IMDએ રાજ્યને આપી ચેતવણી, ઘણા જિલ્લાઓમાં જાહેર થયું યલો એલર્ટ

અહમદનગર, ઔરંગાબાદ, બુલઢાણા, કોલ્હાપુર, અકોલા, પરભણી અને નાંદેડ જીલ્લાઓને છોડીને રાજ્યભરમાં દરેક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિદર્ભ ક્ષેત્રમાં પણ અમરાવતી, ગોંદિયા, ગઢચિરોલી, યવતમાલ, વાશિમ જિલ્લાઓમાં સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે. ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના હોવાથી લોકોને સાવધાન રહેવા જણાવાયું છે.

 

ફરી વાર વરસાદ આવવાનું અંતર વધશે, ખેડૂતોને પાક ઉતારવાનો સમય મળશે

આ વખતે પાછોતરા વરસાદનું અંતર વધવાની શક્યતા છે. ખેડૂતો માટે આ એક સારા સમાચાર છે. ખેડૂતોને ખરીફ પાક માટે પૂરો સમય મળશે. છેલ્લા કેટલાક વર્ષોથી પાછોતરો વરસાદ સમય કરતા વહેલો હોય છે, જેના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ જાય છે. ત્યારે આ વખતે હવામાન વિભાગે વરસાદ મોડો આવવાની આગાહી કરતા ખેડૂતોમાં એક રાહતની લાગણી જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો :  મહારાષ્ટ્રના રાજ્યપાલે મુંબઈ સાકીનાકા બળાત્કાર મુદ્દે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપ્યો એવો જવાબ કે દેશભરમાં થઈ ચર્ચા

 

Next Article