પુણેમાં અત્યાર સુધી 1000થી વધુ પોલીસ કર્મીઓને લાગ્યો કોરોના વેક્સીનનો બુસ્ટર ડોઝ, સંક્રમણ સામે રસીકરણની ઝુંબેશ

|

Jan 14, 2022 | 9:30 PM

પિંપરી ચિંચવડ વિસ્તારમાં 415 કર્મચારીઓને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. અહીં લગભગ 2,700 પોલીસકર્મીઓ છે. 1 જાન્યુઆરીથી બુધવાર સુધીમાં પિંપરી ચિંચવડ પોલીસમાં પણ લગભગ 65 કોરોના કેસ નોંધાયા હતા.

પુણેમાં અત્યાર સુધી 1000થી વધુ પોલીસ કર્મીઓને લાગ્યો કોરોના વેક્સીનનો બુસ્ટર ડોઝ, સંક્રમણ સામે રસીકરણની ઝુંબેશ
પુણે જિલ્લાના 1,100 થી વધુ પોલીસકર્મીઓને અત્યાર સુધીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. (સાંકેતીક તસવીર)

Follow us on

ઓમિક્રોનના જોખમ વચ્ચે ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ (Corona Booster Dose) આપવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના (Maharastra) પુણે જિલ્લામાં 1,100થી વધુ પોલીસકર્મીઓને(police) બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. તેમાં મોટાભાગે પુણે શહેર, ગ્રામીણ અને પિંપરી ચિંચવડ વિસ્તારના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ બધાને સંક્રમણ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અભિયાન તરીકે કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. આરોગ્ય સંભાળ કાર્યકરો અને ફ્રન્ટલાઈન કામદારોને બૂસ્ટર ડોઝ આપવાનું અભિયાન 10 જાન્યુઆરીથી શરૂ થયું હતું. તે જ સમયે, ત્રણેય અધિકારક્ષેત્રના કર્મચારીઓ માટે આ અભિયાન 11 જાન્યુઆરીથી શરૂ થયું હતું.

ધ ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ, બુધવાર સાંજ સુધી પુણે સિટી પોલીસના 486 પોલીસકર્મીઓને બૂસ્ટર શોટ આપવામાં આવ્યા હતા. 11 જાન્યુઆરીથી બુધવાર સાંજ સુધીમાં પુણે સિટી પોલીસના 7,600 કર્મચારીઓમાંથી 361 કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ત્રણ જેટલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે પિંપરી ચિંચવડ વિસ્તારમાં 415 કર્મચારીઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. અહીં લગભગ 2,700 પોલીસકર્મીઓ છે.

બૂસ્ટર ડોઝ મેળવી રહેલા પોલીસકર્મીઓ

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

1 જાન્યુઆરીથી બુધવાર સુધીમાં, પિંપરી ચિંચવડ પોલીસમાં લગભગ 65 કોરોના કેસ નોંધાયા હતા, જેમાં પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હતી. આ દરમિયાન ગ્રામ્ય વિભાગના 220 જવાનોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. આ વિભાગમાં કુલ 2,500 કર્મચારીઓ છે. તમને જણાવી દઈએ કે સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ પુણેમાં નોંધાયા છે.

ફ્રન્ટલાઈન વર્કર્સની સુરક્ષા પ્રાથમિકતા

આ જ કારણ છે કે સરકાર લોકોની સેવામાં રોકાયેલા ફ્રન્ટલાઈન વર્કર્સ અને હેલ્થકેર વર્કરોને રસીના બૂસ્ટર ડોઝ પ્રાયોરીટી પર લગાવી રહી છે. જેથી તેમનામાં સંક્રમણની અસર ઓછી થાય. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ પણ સંક્રમિત થઈ રહ્યા છે. એટલા માટે તેમની સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે.

આ પણ વાંચો :  Mumbai Corona Update : મૂંબઈમાં ઓછા થઈ રહ્યા છે કોરોનાના આંકડા, 24 કલાકમાં 13702 સંક્રમિતો સાથે 6ના મૃત્યુ

Next Article