Maharashtra: માતા અને પુત્ર સંબંધીના ઘરેથી ગણપતિના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, રસ્તાના ખાડાઓએ લીધો જીવ

પોલીસે જણાવ્યું કે અજાણ્યા વાહન ચાલક સામે ભારતીય દંડ સંહિતા અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ નરપોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

Maharashtra: માતા અને પુત્ર સંબંધીના ઘરેથી ગણપતિના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, રસ્તાના ખાડાઓએ લીધો જીવ
File Image
| Edited By: | Updated on: Sep 17, 2021 | 8:56 PM

મહારાષ્ટ્રના (Maharashtra) થાણે (Thana) જિલ્લાના ભિવંડીમાં (Bhiwandi) રસ્તા પર પડેલા ખાડાઓને કારણે એક મહિલા અને તેના 26 વર્ષના પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. બંને ગણપતિના દર્શન કર્યા બાદ ટુ-વ્હીલર પર પોતાના સંબંધીના ઘરેથી પરત ફરી રહ્યા હતા. પોલીસે આ માહિતી આપી હતી.

 

તેમણે જણાવ્યું કે આ અકસ્માત ગુરુવારે બપોરે મુંબઈ-નાસિક હાઈવે પર ભિવંડી શહેરના મનકોલી ચોક પાસે થયો હતો. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ દેવિકાબાઈ બલરામ કાકડે (48) અને તેમના પુત્ર નીતિન તરીકે થઈ છે.

 

એક અધિકારીએ જણાવ્યું કે “મહિલાની પુત્રીએ નજીકના પૂર્ણા ગામમાં તેના ઘરે ગણપતિની મૂર્તિ સ્થાપિત કરી હતી, ત્યારબાદ તેઓ ટુ-વ્હીલરમાં અંબેપાડામાં તેમના ઘરે પરત ફરી રહ્યા હતા.” જ્યારે તેઓ મનકોલી ચોક નજીક પહોંચ્યા, ત્યારે તેમનું વાહન ખાડાને કારણે ઉછળીને લપસી પડ્યું, જેના કારણે તેઓ પડી ગયા. બંનેને પાછળથી આવતા વાહને ટક્કર મારી હતી.

 

તેમણે કહ્યું કે પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. તેમણે કહ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે અજાણ્યા વાહન ચાલક સામે ભારતીય દંડ સંહિતા અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ નરપોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

 

બાળકી પાણીથી ભરેલી ડોલમાં પડી, મૃત્યુ પામી

બીજી બાજુ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પાણી ભરેલી ડોલમાં પડતા એક વર્ષની બાળકીનું મોત થયું હતું. પોલીસે આ માહિતી આપી. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મંગળવારે તુલિન્જના ધનિવ બાગ વિસ્તારમાં બની હતી. બાળકી તનુજા ગજબારે ઘરમાં પાણીથી ભરેલી ડોલ પાસે ગઈ હતી અને અકસ્માતે તે તેમાં પડી ગઈ હતી. તેણે કહ્યું કે છોકરીની માતા રસોડામાં હતી.

 

થોડા સમય પછી તેણે બાળકીને ડોલમાં જોઈ તેને પાણીમાંથી બહાર કાઢી અને તેને હોસ્પિટલે લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. વધુમાં અધિકારીએ કહ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો અને આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો.

 

આ પણ વાંચો : IT Raid On Sonu Sood: સોનૂ સૂદના સપોર્ટમાં શિવસેના! આવકવેરા વિભાગની રેડને લઈને કેન્દ્ર પર સાધ્યું નિશાન

 

આ પણ વાંચો : Maharashtra: સચિન વાજેએ ED સામે કર્યો ખુલાસો, 10 DSPએ ટ્રાન્સફર ઓર્ડર રોકવા માટે અનિલ દેશમુખ અને અનિલ પરબને આપ્યા 40 કરોડ રૂપિયા