Maharashtra Political Crisis Highlights: રાજ્યપાલને મળીને બહાર નીકળ્યા દેવેન્દ્ર ફડણવીસ

|

Jun 28, 2022 | 11:47 PM

Maharashtra Political Crisis : ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray)  બળવાખોર મંત્રીઓ સામે મોટી કાર્યવાહી કરીને તેમના મંત્રાલયો છીનવી લીધા છે. તો EDએ શિવસેનાના નેતા સંજય રાઉતને(Sanjay Raut) જમીન કૌભાંડને લઈને નોટિસ મોકલી છે.

Maharashtra Political Crisis Highlights: રાજ્યપાલને મળીને બહાર નીકળ્યા દેવેન્દ્ર ફડણવીસ
Maharashtra Political Issue LIVE

Follow us on

મહારાષ્ટ્રનું રાજકીય સંકટ(Maharashtra Political Crisis)  વધુને વધુ ઘેરી બની રહ્યું છે. સોમવારે આ મામલામાં સુપ્રીમ કોર્ટે(Supreme Court)  તમામ પક્ષકારોને નોટિસ પાઠવીને પાંચ દિવસમાં જવાબ માગ્યો છે.મહત્વનું છે કે, કોર્ટ હવે આ મામલે 11 જુલાઈએ સુનાવણી કરશે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray)  બળવાખોર મંત્રીઓ સામે મોટી કાર્યવાહી કરીને તેમના મંત્રાલયો છીનવી લીધા છે. તો EDએ શિવસેનાના નેતા સંજય રાઉતને(Sanjay Raut) જમીન કૌભાંડને લઈને નોટિસ મોકલી છે. જેને કારણે શિવસેનાના નેતાની ચિંતા વધી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Jun 2022 10:44 PM (IST)

    ઉદ્ધવ સરકારે ફલોર ટેસ્ટ આપે: દેવેન્દ્ર ફડણવીસ

    મહારાષ્ટ્ર ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળીને બહાર નીકળ્યા. આશરે 45 મિનિટ સુધી રાજ્યપાલ સાથે ફડણવીસે મુલાકાત કરી. ત્યારબાદ ફડણવીસે જણાવ્યું કે રાજ્યપાલને ધારાસભ્યોનો ઈમેઈલ મળ્યો છે. ઉદ્ઘવ સરકાર ફલોર ટેસ્ટ આપે તેવી માંગણી અમે કરી છે. 39 ધારાસભ્યો MVAના સમર્થનમાં નથી તેવું ફડણવીસે જણાવ્યું છે.

  • 28 Jun 2022 09:55 PM (IST)

    રાજ્યપાલને મળવા પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ

    દેવેન્દ્ર ફડણવીસ મુંબઈમાં રાજ્યપાલને મળવા પહોંચ્યા છે. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને તેઓ મળ્યા હતા. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને તેઓ મળ્યા હતા અને ત્યારબાદ તેઓ મુંબઈ પાછા ગયા હતા. ત્યારબાદ તેમણે તેમના નિવાસસ્થાને ભાજપના મોટા નેતાઓ સાથે બેઠક કરી હતી.


  • 28 Jun 2022 09:01 PM (IST)

    દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને મહારાષ્ટ્ર ભાજપના નેતાઓની બેઠક

    મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજ્યમાં વર્તમાન ઘટનાક્રમમાં ખૂબ જ સક્રિય બન્યા છે. આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને તેઓ મળ્યા હતા અને ત્યારબાદ તેઓ મુંબઈ પાછા ગયા હતા. હવે તેમણે તેમના સાગર બંગલા સ્થિત નિવાસસ્થાને ભાજપના મોટા નેતાઓ સાથે બેઠક કરી છે. દેવેન્દ્ર ફડણવીસ તેમના નિવાસસ્થાને પહોંચી ગયા છે. આ બેઠકમાં પાર્ટીના નેતાઓ રણજીત પાટીલ, પ્રવીણ દરેકર, આશિષ શેલાર, હર્ષવર્ધન પાટીલ સહિત ઘણા નેતાઓ હાજરી આપે તેવી સંભાવના છે.

  • 28 Jun 2022 08:36 PM (IST)

    હવે આ રાજકીય સર્કસ બંધ થવું જોઈએ : આદિત્ય ઠાકરે

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બાદ હવે તેમના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે પણ બળવાખોર ધારાસભ્યોને સંદેશો આપ્યો છે. તેમણે કહ્યું કે હવે આ રાજકીય સર્કસ બંધ થવું જોઈએ. જે લોકો પાછા આવવા માગે છે, તેમને આવવા દેવા જોઈએ. સિક્યોરિટી પણ દૂર કરવી જોઈએ. આદિત્ય ઠાકરેએ કહ્યું, સીએમ સાહેબનું દિલ મોટું છે. તેમણે આજે પણ અપીલ કરી છે કે જેને આવવું હોય તે આવી શકે. વાતચીત દ્વારા ઉકેલ શોધી શકાય છે.

  • 28 Jun 2022 08:31 PM (IST)

    બાલાસાહેબનું હિન્દુત્વ 5-સ્ટાર હોટલોમાં નથી ચાલતું: શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદી

    શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ બળવાખોર નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે બાલાસાહેબનું હિન્દુત્વ 5 સ્ટાર હોટલથી નથી ચાલતું. ન તો વીડિયો પાછળ છુપવાથી ચાલે છે. તે માતોશ્રીથી ચાલે છે અને સતત ચાલતું રહેશે. તેથી કૃપા કરીને શાંત થાઓ.

  • 28 Jun 2022 08:05 PM (IST)

    અહીં બધું નોર્મલ છે : મહારાષ્ટ્રના મંત્રી સુભાષ દેસાઈ

    મહારાષ્ટ્રના મંત્રી સુભાષ દેસાઈએ કેબિનેટની બેઠક બાદ કહ્યું કે સરકારમાં બધુ બરાબર છે. બધું પહેલા જેવું જ છે. તેમણે કહ્યું કે સરકારમાં બધું સામાન્ય છે.

  • 28 Jun 2022 07:52 PM (IST)

    બળવાખોર 22 ધારાસભ્યો NCPમાંથી શિવસેનામાં આવ્યા, તેથી તેમણે હિંદુત્વ પર વાત ન કરવી જોઈએ: સંજય રાઉત

    બળવાખોર નેતાઓ પર પ્રહાર કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે હિંદુત્વ પર બળવાખોર નેતાઓનું પ્રવચન પાયાવિહોણું છે કારણ કે આવા 22 બળવાખોર નેતાઓ છે જે એનસીપીમાંથી શિવસેનામાં જોડાયા હતા.

  • 28 Jun 2022 07:49 PM (IST)

    જો તેમની પાસે નંબર છે તો મુંબઈ આવીને સાબિત કરો : મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખ

    મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે બળવાખોર નેતાઓને ચેતવણી આપી છે કે જો તેમની પાસે નંબર છે તો તેને કેમ છુપાય છે, મુંબઈ આવીને સાબિત કરો. અસલમ શેખે કેબિનેટની બેઠક બાદ કહ્યું કે આ છેલ્લી બેઠક નથી. અમારી પાસે નંબર છે. જો તેમની પાસે હોય તો મુંબઈ આવીને સાબિત કરો. તેણે કહ્યું કે અમે તેને સંપૂર્ણ સુરક્ષા આપીશું.

  • 28 Jun 2022 07:45 PM (IST)

    શિવસેના સાંસદ સંજય રાઉત ખરાબ બોલ્યા, કહ્યું- દેશદ્રોહીઓને રસ્તામાં કપડા ઉતારીને મારી નાખવા જોઈએ

    શિવસેનાના સાંસદ સંજય રાઉતે બળવાખોર નેતાઓ પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આ લોકોમાં હોટલમાંથી બહાર આવવાની હિંમત નથી. તેમણે કહ્યું, તેઓ રેડિસન બ્લુ હોટલ જેવી જેલમાં બંધ છે, તેમની પાસે બહાર આવવાની હિંમત નથી. તેમની પાસે બહુમતી છે તો છુપાઈ શા માટે? આ લોકોએ પોતાની જ કબર ખોદી છે. બાલાસાહેબ સ્વર્ગમાંથી જોઈ રહ્યા છે. ગદ્દારોને રસ્તામાં કપડા ઉતારીને મારી નાખવા જોઈએ. સંજય રાઉતે કહ્યું, અબ્દુલ સત્તારનું હિન્દુત્વ ક્યારે ખતરામાં આવ્યું. શું તેમને 22 વર્ષ પછી આનંદ દિઘે યાદ આવ્યા? જો ભાજપે પોતાનું વચન પાળ્યું હોત તો શિવસેના તરફથી એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા હોત. અમે આ સરકાર બનાવવા માટે ઘણી મહેનત કરી છે.

  • 28 Jun 2022 06:52 PM (IST)

    મહારાષ્ટ્ર સંકટ પર ભાજપ દૂરથી નજર રાખી રહ્યું છેઃ કૈલાશ વિજયવર્ગીય

    ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું છે કે, ભાજપ દૂરથી મહારાષ્ટ્રની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમે શિવસેનાના હંગામા પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. જોકે આમાં અમારી કોઈ ભૂમિકા નથી. આ શિવસેનાના આંતરિક ઝઘડાનું પરિણામ છે.

  • 28 Jun 2022 06:40 PM (IST)

    ફ્લોર ટેસ્ટ માટે અમે તૈયાર – સંજય રાઉત

    અલિબાગ સ્થિત શિવસેનાની સભામાં સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ‘ફ્લોર ટેસ્ટ માટે અમે તૈયાર’.

  • 28 Jun 2022 06:28 PM (IST)

    મંત્રીઓએ સીએમ ઉદ્ધવ ઠાકરેને તમામ અધિકારો આપ્યા

    કેબિનેટની બેઠકમાં મંત્રીઓએ સીએમ ઉદ્ધવ ઠાકરેને તમામ સત્તાઓ આપી દીધી અને કહ્યું કે, જો સરકારને બરખાસ્ત કરવી હોય તો કેબિનેટની બેઠક યોજવાની જરૂર નથી. ઉદ્ધવ ઠાકરે જે પણ નિર્ણય લેશે તે માન્ય રહેશે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક પૂરી થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરે આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપી હતી.

  • 28 Jun 2022 06:24 PM (IST)

    ફડણવીસ દિલ્હીથી મુંબઈ જવા રવાના થયા

    દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીથી મુંબઈ જવા રવાના થઈ ગયા છે. આ પહેલા તેમણે જેપી નડ્ડા અને અમિત શાહ સાથે અડધો કલાક બેઠક કરી હતી. જો કે, ફડણવીસે આ બેઠક વિશે મીડિયા સાથે વાત કરી ન હતી.

  • 28 Jun 2022 06:23 PM (IST)

    શિંદે સમર્થક પાર્ટી 10 ધારાસભ્યો સાથે મુંબઈ આવશે

    સુત્રોના જણાવ્યા મુજબ સરકાર બનાવવા માટે એકનાથ શિંદે કેમ્પમાં હલચલ વધુ તેજ થઈ ગઈ છે. ગઈકાલે પ્રહાર સંગઠનના વડા બચ્ચુ કડુ (મહારાષ્ટ્રમાં એક નાના પક્ષના વડા જે શિંદે જૂથ સાથે છે) 10 ધારાસભ્યો સાથે મુંબઈ આવ્યા હોવાના અહેવાલ છે. તેઓ 10 ધારાસભ્યો સાથે રાજ્યપાલને મળશે. એકવાર શિંદે તરફી ધારાસભ્યો દ્વારા સમર્થન પાછું ખેંચી લેવામાં આવે ત્યારે મહા વિકાસ અઘાડી સરકાર લઘુમતીમાં હોવાનો દાવો કરવામાં આવશે.

  • 28 Jun 2022 06:17 PM (IST)

    મુખ્યપ્રધાન પદેથી ઉદ્ધવ ઠાકરે નહીં આપે રાજીનામું: સૂત્રો

  • 28 Jun 2022 05:29 PM (IST)

    દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં નડ્ડા સાથે કરી મુલાકાત

    આજે સવારે મુંબઈથી દિલ્હી આવેલા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ખૂબ જ વ્યસ્ત હતા. દિલ્હી આવ્યા બાદ તેમણે પાર્ટી ચીફ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં પાર્ટીના મહાસચિવ અરુણ સિંહ પણ હાજર હતા.

  • 28 Jun 2022 04:18 PM (IST)

    અમે સ્વેચ્છાએ એકનાથ શિંદે સાથે ગુવાહાટી આવ્યા છીએ: બળવાખોર નેતા સુહાસ નેતા

    શિવસેનાના બળવાખોર નેતા સુહાસ કાંડેએ કહ્યું, “અમે સ્વેચ્છાએ એકનાથ શિંદે સાથે ગુવાહાટી આવ્યા છીએ, જેમણે નિષ્ઠાપૂર્વક હિંદુત્વના વિચારને પ્રોત્સાહન આપ્યું હતું. મેં આ નિર્ણય એટલા માટે લીધો છે કે, મારા નંદગાંવ મતવિસ્તારમાં વિવિધ વિકાસ યોજનાઓ લાગુ કરી શકાય. તેમણે કહ્યું કે, એકનાથજી શિંદે સિવાય તેઓ કોઈ નેતા કે પાર્ટી કાર્યકર્તાના સંપર્કમાં નથી. હું લોકોને અને તમામ શિવસૈનિકોને વિનંતી કરું છું કે, તેઓ આ વિશે ફેલાવવામાં આવી રહેલી ગેરસમજોનો શિકાર ન બને.

  • 28 Jun 2022 04:02 PM (IST)

    હોટેલમાં ઘણા બળવાખોરો શિવસૈનિક છેઃ ઉદ્ધવ ઠાકરે

    શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર એકનાથ શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યોને ભાવનાત્મક અપીલ કરી છે. તેણે કહ્યું, ‘હું તમારા આ પરિવારનો વડા છું. ચાલો ચર્ચા કરીએ અને ઉકેલ શોધીએ. તમે બધા હવે શિવસેનામાં છો. હોટેલમાં ઘણા બળવાખોરો શિવસૈનિક છે.

  • 28 Jun 2022 03:44 PM (IST)

    અમારા પ્રવક્તા અમારા સ્ટેન્ડ વિશે માહિતી આપશેઃ શિંદે

    બળવાખોર નેતા એકનાથ શિંદેએ ગુવાહાટીમાં કહ્યું કે, અમારા પ્રવક્તા દીપક કેસરકર તમને સંપૂર્ણ માહિતી આપશે. કેસરકર તમને અમારા સ્ટેન્ડ અને રોલ વિશે જણાવી રહ્યા છે. અમે બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વની વાત કરી રહ્યા છીએ અને તેને આગળ લઈ જઈ રહ્યા છીએ. અમે શિવસેનામાં છીએ અને શિવસેનાને આગળ લઈ જઈ રહ્યા છીએ.

  • 28 Jun 2022 03:42 PM (IST)

    સાંજે 5 વાગ્યે કેબિનેટની બેઠક મળશે

    મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે હવે ઠાકરે કેબિનેટની બેઠક સાંજે પાંચ વાગ્યે મળવા જઈ રહી છે. અગાઉ આ બેઠક બપોરે 2.30 કલાકે મળવાની હતી. શિંદે જૂથના બળવાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે કેબિનેટની બેઠક યોજાઈ રહી છે.

  • 28 Jun 2022 03:21 PM (IST)

    ગુવાહાટીમાં તમામ ધારાસભ્યો ખુશ છે

    મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર સામે બ્યુગલ વગાડનાર શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ગુવાહાટીમાં દાવો કર્યો છે કે, કોઈપણ ધારાસભ્યને બળજબરીથી રોકવામાં આવ્યા નથી. અહીં દરેક વ્યક્તિ ખુશ છે. જો શિવસેના કહે છે કે, અહીં હાજર ધારાસભ્યો તેમના સંપર્કમાં છે તો તેમણે તેમના નામ જાહેર કરવા જોઈએ.

  • 28 Jun 2022 02:52 PM (IST)

    સંજય રાઉતને EDનું બીજું સમન્સ

    શિવસેનાના સાંસદ સંજય રાઉતને ED તરફથી મોટી રાહત મળી છે. ED દ્વારા તેમને પૂછપરછ માટે હાજર થવા માટે થોડા દિવસની રજા આપવામાં આવી છે. હવે EDએ તેમને 1 જુલાઈએ પૂછપરછ માટે બોલાવ્યા છે. રાઉતે ED પાસે 7 જુલાઈ સુધીનો સમય માંગ્યો હતો, પરંતુ હવે 1 જુલાઈએ હાજર થવું પડશે.

  • 28 Jun 2022 02:46 PM (IST)

    દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચ્યા

    મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચી ગયા છે. ટૂંક સમયમાં તેઓ ગૃહમંત્રી અમિત શાહને મળી શકે છે.

  • 28 Jun 2022 02:25 PM (IST)

    અમે જ અસલી શિવસેના છીએઃ એકનાથ શિંદે

    ગુવાહાટીમાં બળવાખોર ધારાસભ્યો સાથે બેઠક કરીને એકનાથ શિંદે હોટલમાંથી બહાર આવી ગયા છે. હોટલમાંથી બહાર નીકળ્યા બાદ શિંદેએ કહ્યું કે, અમે હજુ પણ શિવસેનામાં છીએ. અમે જ અસલી શિવસેના છીએ. આપણે બાળાસાહેબના હિન્દુત્વને લઈને આગળ વધવાનું છે. તેમણે વધુમાં કહ્યું કે, અહીં અમારી સાથે 50 લોકો છે. તમામ 50 લોકો અમારી સાથે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી અહીં આવ્યા છે. આ લોકો હિન્દુત્વની ભૂમિકા માટે અમારી સાથે રહ્યા છે.

  • 28 Jun 2022 01:27 PM (IST)

    બાળાસાહેબનું પોસ્ટર હટાવવામાં આવ્યુ

    શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ ઘણા દિવસોથી ગુવાહાટીની એક હોટલમાં ધામા નાખ્યા છે, તેઓ હવે મુંબઈ પાછા ફરે તેવી શક્યતા ઓછી છે. ગઈકાલે રાત્રે રેડિસન બ્લુ હોટલના માર્ગ પર, પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા જેમાં લખ્યું હતું કે ‘ગર્વથી કહો કે અમે હિન્દુ છીએ. શિંદે સાહેબ અમે તમારી સાથે છીએ’. પોસ્ટરમાં બાળાસાહેબ ઠાકરે સાથે એકનાથ શિંદે અને અનંત દિઘેની તસવીર દેખાઈ રહી હતી. પરંતુ આજે તે તસવીર હટાવવામાં આવી છે.

  • 28 Jun 2022 01:24 PM (IST)

    નવી સરકારની રચનાનો ધમધમાટ શરૂ

    મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં સરકાર બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના ક્વોટામાંથી 24 થી 28 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે, જ્યારે એકનાથ શિંદે જૂથમાંથી 15થી 17 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે.

  • 28 Jun 2022 12:46 PM (IST)

    રાજકીય સંકટ વચ્ચે પોસ્ટર વોર

    મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે પોસ્ટર વોર પણ ચાલી રહી છે. હવે ગુવાહાટીમાં રાષ્ટ્રવાદી યુથ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, ‘આખો દેશ જોઈ રહ્યો છે, ગુવાહાટીમાં છુપાયેલા ગદ્દારો, જનતા આવા નકલી મૂર્ખ લોકોને માફ નહીં કરે.’

     

  • 28 Jun 2022 12:18 PM (IST)

    સંજય રાઉતે ED પાસે માગ્યો સમય

    જમીન કૌભાંડમાં ED દ્વારા સમન્સ પાઠવ્યા બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે તપાસ એજન્સી પાસે સમય માગ્યો છે. EDએ સોમવારે સંજય રાઉતને સમન્સ પાઠવ્યુ હતુ. તેમને પૂછપરછ માટે આજે ED ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. જો કે સંજય રાઉત વતી વકીલને ED ઓફિસમાં રજૂ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પૂછપરછ માટે વધુ સમયની માગ કરશે.

  • 28 Jun 2022 12:13 PM (IST)

    ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટની બેઠક બોલાવી

    મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ​​બપોરે 2.30 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે, ભાજપ બળવાખોર એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે શિંદે જૂથના આઠ ધારાસભ્યોને કેબિનેટ મંત્રી અને પાંચ રાજ્ય મંત્રી બનાવવામાં આવી શકે છે.

  • 28 Jun 2022 12:06 PM (IST)

    મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડનવીસ દિલ્હી જવા રવાના

    રાજકીય સંકટ વચ્ચે ભાજપની ગતિવિધિઓ પણ તેજ થઈ ગઈ છે. દેવેન્દ્ર ફડનવીસ હાલ દિલ્હી જવા રવાના થયા છે. મળતી માહિતી મુજબ તેઓ જે.પી.નડ્ડા અને અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે.

  • 28 Jun 2022 11:48 AM (IST)

    બળવાખોર ધારાસભ્યોને સંજય રાઉતે આડે હાથ લીધા

    શિવસેનાના નેતા સંજય રાઉતે ડેપ્યુટી સ્પીકર દ્વારા બળવાખોર શિવસેના ધારાસભ્યોને મોકલવામાં આવેલી નોટિસ અને સુપ્રીમ કોર્ટના 11 જુલાઈ સુધીના સ્ટે પર વળતો પ્રહાર કર્યો છે. સંજય રાઉતે કહ્યું, જે ધારાસભ્યો ગુવાહાટી ગયા છે તેમના માટે મહારાષ્ટ્રમાં કોઈ કામ નથી.તેઓ 11 જુલાઈ સુધી ત્યાં આરામ કરે.

     

  • 28 Jun 2022 11:41 AM (IST)

    શિંદે જૂથ આગળની રણનિતી ઘડવા આજે યોજશે બેઠક

    સૂત્રોનું માનીએ તો એકનાથ શિંદે જૂથ આગળની રણનિતી ઘડવા આજે બપોરે બેઠક યોજશે. આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય તેવી શક્યતા છે.

  • 28 Jun 2022 11:38 AM (IST)

    રાજકીય સંગ્રામમાં મોટો નાટકીય વળાંક આવે તેવી શક્યતા

    મહારાષ્ટ્રના રાજકીય સંગ્રામમાં મોટો નાટકીય વળાંક આવે તેવી શક્યતા છે.સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ શિંદ જૂથનો જોશ હાઇ છે.આ તમામ રાજકીય ઘટનાક્રમ વચ્ચે હવે ભાજપ પણ એક્ટિવ થઇ ગયુ છે.ગઇકાલે મેરેથોન બેઠક બાદ મહારાષ્ટ્રના મહાસંગ્રામમાં ભાજપે સીધી એન્ટ્રી કરી લીધી છે.રાજકીય ઘટનાક્રમને જોતા સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર ભાજપે પોતાના ધારાસભ્યોને મુંબઇ પહોંચવા આદેશ કર્યો છે.જોકે રાજકીય સંગ્રામ વચ્ચે નિવેદનબાજી યથાવત છે.એક તરફ આદિત્ય ઠાકરેએ 15થી વધુ બળવાખોર ધારાસભ્યો સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે.તો બીજી તરફ દિપક કેસરકરે ઉદ્ધને PM મોદી સાથે વાત કરીને ભાજપ-શિવસેનાની સરકાર બનાવવાની સલાહ આપી છે.સાથે જ ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદેનું રાજતિલક કરે તેવી અપીલ પણ કરી છે…આમ હવે મહારાષ્ટ્રનો મહાસંગ્રામ તેના અંજામ તરફ આગળ વધી રહ્યો છે.

  • 28 Jun 2022 11:13 AM (IST)

    ભાજપે સરકાર બનાવવાની શરૂ કરી કવાયત

    મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીજેપી અને શિંદે જૂથ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. જો કે મંત્રી પદ માટે મંથન ચાલી રહ્યું છે. શિંદે જૂથના આઠ ધારાસભ્યો કેબિનેટમાં સામેલ થઈ શકે છે.

  • 28 Jun 2022 10:38 AM (IST)

    ભાજપે મહારાષ્ટ્રને ત્રણ ટુકડામાં વહેંચવાનું ષડયંત્ર રચ્યુ : શિવસેના

    શિવસેનાના મુખપત્ર સામનામાં ફરી એકવાર ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. સામનામાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ મહારાષ્ટ્રને ત્રણ ટુકડામાં વહેંચવાનું કાવતરું કરી રહ્યુ છે. શિવસેનાએ લખ્યું, દિલ્હીમાં બેઠેલા BJP નેતાઓએ મહારાષ્ટ્રને ત્રણ ટુકડામાં વહેંચવાનું ખતરનાક ષડયંત્ર રચ્યું છે. અખંડ મહારાષ્ટ્રને ખતમ કરવાની આ હોડ છે. શિવસેનાએ કહ્યું કે, જે લોકો સરકારના પક્ષમાં છે તેમને EDની જાળમાં ફસાવીને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

  • 28 Jun 2022 10:36 AM (IST)

    રાઉતે ફરી બળવાખોર ધારાસભ્યો પર સાધ્યુ નિશાન

    બળવાખોર ધારાસભ્યોનું નામ લીધા વિના પોતાના ટ્વિટર હેન્ડલ પર સંજય રાઉતે લખ્યું, ‘જહલ્લાત’. આ પહેલા પણ સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોને ‘જીવંત લાશ’ કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ગુવાહાટીમાં તે 40 લોકો મૃતદેહો છે, તેમની આત્માઓ મરી ગઈ છે. તેમના નિવેદન બાદ ભારે હોબાળો થયો હતો.

  • 28 Jun 2022 10:06 AM (IST)

    રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્ર સરકારને પત્ર લખી માંગી સ્પષ્ટતા

    પ્રવીણ દરેકરે સરકાર અંગે ફરિયાદ કર્યા બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્ર સરકારને પત્ર લખ્યો છે. રાજ્યપાલે પણ આ મામલે સ્પષ્ટતા માંગી છે

    Maharashtra Governor Bhagat Singh Koshyari writes to the Maharashtra government after LoP Praveen Darekar had complained about hasty decisions and GRs being issued in hurry. Governor has also sought a clarification

    — ANI (@ANI) June 28, 2022

     

     

  • 28 Jun 2022 10:01 AM (IST)

    બળવાખોર ધારાસભ્યો 5 જુલાઈ સુધી ગુવાહાટીમાં રહેશે

    મહારાષ્ટ્રમાં રાજકીય ધમસાણ ખતમ થવાનું નામ નથી રહ્યું.મળતી માહિતી મુજબ આસામના ગુવાહાટીમાં રોકાયેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યો હજુ રાજ્યમાં પાછા આવવાના મૂડમાં નથી. તેઓ 5 જુલાઈ સુધી હોટલમાં રોકાશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

  • 28 Jun 2022 08:54 AM (IST)

    જે પણ પાછા આવવા માંગે છે, અમારા દરવાજા ખુલ્લા : આદિત્ય ઠાકરે

    મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે,ફ્લોર ટેસ્ટ પહેલા, શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની નૈતિકતાની કસોટી લેવી જોઈએ.વધુમાં તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કામ કરવા માટે અસમર્થ હતા, ત્યારે પણ તેઓ કામ કરતા હતા. બળવાખોર ધારાસભ્યોને અંગે કહ્યું કે, જે પણ પાછા આવવા માંગે છે, અમારા દરવાજા ખુલ્લા છે.જો બળવો કરનારાઓ ખરેખર હિંમતવાન હોય, તો રાજીનામું આપો અને અમારી સામે ઊભા રહેવાની હિંમત રાખો.

     

     

  • 28 Jun 2022 08:27 AM (IST)

    એકનાથ શિંદે જૂથ રાજ્યપાલને અવિશ્વાસ પ્રસ્તાવ મોકલે તેવી શક્યતાઃ સૂત્ર

    સૂત્રોનુ માનીએ તો શિંદે જૂથ રાજ્યપાલને ઉદ્ધવ સરકાર પાસેથી સમર્થન પરત ખેંચવાનો પત્ર મોકલી શકે છે.તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ MVAને બહુમતિ સાબિત કરવાનો પણ આદેશ આપી શકે છે.

  • 28 Jun 2022 08:20 AM (IST)

    ટૂંક સમયમાં એકનાથ શિંદે આવી શકે છે મુંબઈ

    TV9 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં શ્રીકાંત શિંદેએ સ્પષ્ટ કહ્યું છે કે અમે શિવસેનામાં છીએ. સાથે જ શિંદેએ કહ્યું છે કે ટૂંક સમયમાં અમારા બધા લોકો મુંબઈ આવશે.

  • 28 Jun 2022 08:15 AM (IST)

    ભાજપના તમામ ધારાસભ્યોને મુંબઈ રહેવા સૂચના

    દેવેન્દ્ર ફડણવીસના ઘરે આયોજિત બેઠક બાદ, ભાજપના તમામ ધારાસભ્યોને મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે, જેથી તેઓ ફ્લોર ટેસ્ટની પરિસ્થિતિમાં હાજર રહે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લોર ટેસ્ટની માંગને લઈને ભાજપ સીધો રાજ્યપાલનો સંપર્ક કરશે નહીં. માનવામાં આવી રહ્યુ છે કે, નાના પક્ષના સભ્યો ફ્લોર ટેસ્ટની માંગ કરી શકે છે. ભાજપને વિશ્વાસ છે કે વર્તમાન MVA સરકાર ફ્લોર ટેસ્ટ પછી પડી જશે.

  • 28 Jun 2022 06:32 AM (IST)

    ગુવાહાટીમાં બાળાસાહેબ અને આનંદ દિઘે સાથે શિંદેનું પોસ્ટર લગાવવામાં આવ્યુ

    બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘે જેવા નેતાઓ સાથે એકનાથ શિંદેનું પોસ્ટર આસામના ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટેલ અને સોમનાથ મંદિરની વચ્ચે મૂકવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં લખ્યું છે, ગર્વથી કહો કે અમે હિન્દુ છીએ અને શિંદે સાહેબ અમે તમારી સાથે છીએ.

  • 27 Jun 2022 11:38 PM (IST)

    કોઈ ધારાસભ્યએ શિવસેના છોડી નથી, ટૂંક સમયમાં અમારા ધારાસભ્ય મુંબઈ આવશે- શ્રીકાંત શિંદે

    શિવસેનાના બળવાખોર ધારાસભ્ય શ્રીકાંત શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ TV9 ભારતવર્ષને જણાવ્યું કે, બે તૃતીયાંશ ધારાસભ્યો અમારી સાથે છે. અમે બધા શિવસેનામાં છીએ. આજે કોર્ટે અમને રાહત આપી છે. ટૂંક સમયમાં અમારા ધારાસભ્યો મુંબઈ આવશે. કોઈ ધારાસભ્યએ શિવસેના છોડી નથી. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપે જ મદદનો ઇનકાર કર્યો છે.

  • 27 Jun 2022 10:17 PM (IST)

    MVA સરકાર 5 વર્ષ સુધી ચાલશે, અમારી પાસે સંખ્યાબળ છે – કોંગ્રેસ નેતા નાના પટોલે

    કોંગ્રેસના નેતા નાના પટોલે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને મળવા માતોશ્રી પહોંચ્યા હતા. બેઠક બાદ કોંગ્રેસના નેતાએ કહ્યું કે, MVA પાસે સંખ્યાબળ છે. ફ્લોર ટેસ્ટ થશે તો સરકાર બચી જશે. તેમણે કહ્યું કે, એમવીએ સરકાર આખા પાંચ વર્ષ સુધી ચાલશે. પટોલેએ કહ્યું કે, તેઓ (શિંદે જૂથ) પાસે તે સંખ્યા નથી જે તેઓ દાવો કરી રહ્યા છે.

  • 27 Jun 2022 09:33 PM (IST)

    ઉદ્ધવે 21 જૂનની રાત્રે ફડણવીસ સાથે કર્યો હતો સંપર્ક

    સૂત્રોના હવાલાથી મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અંગે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એકનાથ શિંદેના બળવા પછી ઉદ્ધવે 21 જૂનની રાત્રે ફડણવીસનો સંપર્ક કર્યો હતો. પેચ અપ કરવાનો કર્યો હતો પ્રયાસ.

  • 27 Jun 2022 08:59 PM (IST)

    ‘ગર્વથી કહો અમે હિન્દુ છીએ અને શિંદે સાહેબ અમે તમારી સાથે છીએ’

    બાળાસાહેબ ઠાકરે, એકનાથ શિંદે અને આનંદ દિઘેના ચહેરા સાથેનું બેનર ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલ અને સોમનાથ મંદિરના માર્ગ પર જોવા મળ્યું હતું, જ્યાં મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો રોકાયા છે. બેનરમાં લખ્યું છે, ‘ગર્વથી કહો કે, અમે હિન્દુ છીએ’ અને ‘શિંદે સાહેબ અમે તમારી સાથે છીએ.’

  • 27 Jun 2022 08:22 PM (IST)

    આદિત્ય ઠાકરેએ બળવાખોરોને કહ્યું- હિંમત હોય તો રાજીનામું આપીને ફરી ચૂંટાઈ આવો.

    મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ સોમવારે નવી મુંબઈની એક હોસ્પિટલની મુલાકાત લઈને પાર્ટીના ધારાસભ્યની હાલત પૂછી હતી. વાસ્તવમાં એકનાથ શિંદે જૂથના કાર્યકરોના પ્રદર્શનમાં ધારાસભ્ય ઘાયલ થયા હતા. આ દરમિયાન આદિત્યએ કહ્યું કે, કેટલાક લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, હું આ બળવાખોરોને કહેવા માંગુ છું કે, જો તેમનામાં હિંમત હોય તો રાજીનામું આપો અને ફરીથી ચૂંટાઈ આવો.

  • 27 Jun 2022 07:35 PM (IST)

    દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભાજપ કોર કમિટીની બેઠક પૂરી થઈ

    દેવેન્દ્ર ફડણવીસના ઘરે યોજાયેલી ભાજપ કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. બેઠકમાં વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચંદ્રકાંત પાટીલ, પંકજા મુંડે સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સામેલ નેતાઓએ કહ્યું કે ભાજપ હજુ પણ ‘વેઇટ એન્ડ વોચ’ની સ્થિતિમાં છે.

  • 27 Jun 2022 07:15 PM (IST)

    ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ફટકો

    રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક આંચકો લાગ્યો હોવાના અહેવાલ છે. શિવસેનાના વિધાનસભ્ય રાહુલ પાટીલ શિંદે જૂથમાં જોડાયા છે. તેઓ ગુવાહાટી જવા રવાના થયા છે. આ સાથે શિંદે જૂથ પાસે 40 ધારાસભ્યો છે.

  • 27 Jun 2022 06:52 PM (IST)

    શિંદે જૂથ બુધવાર સુધીમાં મુંબઈ પહોંચી શકે છે

    મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર એવા અહેવાલ છે કે, શિંદે જૂથે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી સુરક્ષાને લઈને કોઈ ચિંતા નથી. શિંદે જૂથ બુધવાર સુધીમાં મુંબઈ પહોંચી શકે છે. જૂથે કહ્યું છે કે, તે સતત ભાજપના સંપર્કમાં છે. બીજી તરફ ભાજપે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

  • 27 Jun 2022 06:46 PM (IST)

    21-22 જૂનના રોજ સીએમ પદ પરથી રાજીનામું આપવાના હતા ઉદ્ધવ

    મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે, સુત્રો દ્વારા એવા અહેવાલ છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે 21-22 જૂનના રોજ રાજીનામું આપવાના હતા. પરંતુ એનસીપીના વડા શરદ પવારના કહેવાથી તેમણે પોતાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો.

  • 27 Jun 2022 06:26 PM (IST)

    રાજ્યપાલ એમવીએ સરકારને બહુમતી સાબિત કરવા માટે કહી શકે છે

    આ સમયે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઈને સૂત્રોના હવાલાથી ઘણા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી એમવીએ સરકારને બહુમત સાબિત કરવા કહી શકે છે.

  • 27 Jun 2022 06:23 PM (IST)

    ડેપ્યુટી સીએમ અજિત પવાર બાદ છગન ભુજબલ પણ કોરોના પોઝિટિવ

    મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્ય સરકારના એક પછી એક મંત્રીઓ કોરોના પોઝિટિવ બની રહ્યા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર બાદ છગન ભુજબલ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

  • 27 Jun 2022 06:20 PM (IST)

    SCના ચુકાદા બાદ એકનાથ શિંદેએ કહ્યું, ‘બાળાસાહેબના હિન્દુત્વની જીત’

    સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘બાળાસાહેબના હિંદુત્વની જીત છે. આ આનંદ દિઘે સાહેબની વિચારધારાની જીત છે. તેમણે કહ્યું કે અસલી શિવસેના જીતી ગઈ.’

  • 27 Jun 2022 05:28 PM (IST)

    શિવસેનાના કાર્યકરોએ પુણેમાં બળવાખોર ધારાસભ્યોના સાંકેતિક અંતિમ સંસ્કાર કર્યા

    મહારાષ્ટ્રના પુણેના હડપસર વિસ્તારમાંથી શિવસેનાના કાર્યકરોએ પ્રતિકાત્મક અંતિમયાત્રા કાઢી અને અમર ધામ સ્મશાનગૃહમાં બળવાખોર ધારાસભ્યોના અંતિમ સંસ્કાર કર્યા હતા અને વિરોધ કર્યો હતો.

  • 27 Jun 2022 05:00 PM (IST)

    એકનાથ શિંદે મહારાષ્ટ્રના રાજ્યપાલને મળી શકે છે

    શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળી શકે છે. શિંદે જૂથ રાજ્યપાલને ફ્લોર ટેસ્ટ માટે કહી શકે છે. શિંદે જૂથ રાજ્યપાલ પાસેથી અવિશ્વાસ પ્રસ્તાવની માંગ કરી શકે છે. શિંદે જૂથ MVA સરકારને સમર્થન પાછું ખેંચી શકે છે. તે અસલી શિવસેના હોવાનો દાવો કરી શકે છે.

  • 27 Jun 2022 04:49 PM (IST)

    સીએમ ઉદ્ધવે નવ બળવાખોર મંત્રીઓના પોર્ટફોલિયો અન્ય મંત્રીઓને ફાળવ્યા

    મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગુવાહાટીની એક હોટલમાં રોકાયેલા નવ બળવાખોર પ્રધાનોનો પોર્ટફોલિયો અન્ય પ્રધાનોને સોંપ્યો છે. સત્તાવાર નિવેદન અનુસાર, બળવાખોર મંત્રીઓના પોર્ટફોલિયો અન્ય મંત્રીઓને આપવામાં આવી રહ્યા છે જેથી વહીવટ ચલાવવામાં સરળતા રહે. શિવસેનાના નવ મંત્રીઓ હવે મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાખોર જૂથમાં જોડાયા છે. શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકારમાં બળવા પહેલા, પાર્ટી પાસે 10 કેબિનેટ મંત્રીઓ અને ચાર રાજ્ય મંત્રીઓ હતા.

  • 27 Jun 2022 04:35 PM (IST)

    સંજય રાઉતે બીજાને ધમકી આપવી જોઈએ, અમને નહીં: શ્રીકાંત શિંદે

    મહારાષ્ટ્રમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ થાણેમાં કહ્યું કે, આ બળવો નથી, મહારાષ્ટ્રના લોકો શું ઈચ્છે છે તેની વાત છે. ‘ગુવાહાટીથી મૃતદેહો લાવવા’નો સંજય રાઉતનો અર્થ શું છે? આ મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી. તેઓએ અન્ય લોકોને ધમકી આપવી જોઈએ પરંતુ અમને નહીં. EDના સમન્સ પર શ્રીકાંતે કહ્યું કે, સંજય રાઉતને મારી શુભકામનાઓ.

  • 27 Jun 2022 04:25 PM (IST)

    આજે સાંજે 5 વાગ્યે ફડણવીસના ઘરે બીજેપી કોર કમિટીની બેઠક

    સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહારાષ્ટ્ર ભાજપ એક્શનમાં આવી ગયું છે. આજે સાંજે 5 વાગ્યે ફડણવીસના ઘરે બીજેપી કોર કમિટીની બેઠક મળશે.

  • 27 Jun 2022 04:20 PM (IST)

    મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર કોરોના પોઝિટિવ આવ્યા

    મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે.

  • 27 Jun 2022 03:58 PM (IST)

    બળવાખોર આવે, આંખમાં આંખ મેળવીને વાત કરે- આદિત્ય ઠાકરે

    વરલીમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું, જેમણે દગો કર્યો છે, તેઓએ સામે આવવું પડશે. તેઓ આવે, આંખમાં આંખ મેળવીને વાત કરે. કોર્ટના નિર્ણય અંગે કહ્યું મારે તેના વિશે વાંચવું પડશે.

  • 27 Jun 2022 03:55 PM (IST)

    ભાગનાર ક્યારેય જીતતા નથી, આ બળવાખોરો નહીં ભાગેડુ છે – આદિત્ય

    શિવસેના ઠાકરે આદિત્ય ઠાકરે વરલી પહોંચ્યા છે. અહીં તેઓ પોલીસ સોસાયટીની રચના સંદર્ભે પોલીસકર્મીઓના પરિવારને મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાગનાર ક્યારેય જીતી શકતા નથી. અમને જીતનો વિશ્વાસ છે. ધારાસભ્યોએ આવવુંજ પડશે. આ રાજનીતિ નહીં સર્કસ બની ગયું છે. તેમણે કહ્યું કે આ બળવાખોરો નહીં ભાગેડુ છે.

  • 27 Jun 2022 03:32 PM (IST)

    શિંદે જૂથના ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત

    એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યો માટે તેમના જવાબો દાખલ કરવાની સમયમર્યાદા 11 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી લંબાવી છે.

  • 27 Jun 2022 03:12 PM (IST)

    તમામએ 3 દિવસમાં ફાઇલ કરવાનો રહેશે જવાબ

    સુપ્રીમ કોર્ટે શિંદે જૂથની બંને અરજીઓ મંજૂરી કરી. આ સાથે શિંદે જૂથની અરજી પર તમામ પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવી છે. તમામ પક્ષકારોએ 3 દિવસમાં જવાબ આપવાનો રહેશે. સુપ્રીમ કોર્ટ દ્વારા મહારાષ્ટ્ર સરકાર, ડેપ્યુટી સ્પીકર અને કેન્દ્ર સરકારને પણ નોટિસ પાઠવવામાં આવી છે.

  • 27 Jun 2022 03:06 PM (IST)

    એફિડેવિટ ફાઇલ કરે ડેપ્યુટી સ્પીકર- સુપ્રીમ કોર્ટ

    ડેપ્યુટી સ્પીકર વતી એડવોકેટ રાજીવ ધવન સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડેપ્યુટી સ્પીકરે તેમની લાયકાત પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર એફિડેવિટ દાખલ કરવી જોઈએ અને ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. એડવોકેટ ધવને કહ્યું કે અમને કોઈ સમસ્યા નથી. ધવને કહ્યું કે અમે આ મુદ્દે એફિડેવિટ દાખલ કરવા તૈયાર છીએ. કોર્ટે કહ્યું કે તમે વિગતવાર એફિડેવિટ દાખલ કરો.

  • 27 Jun 2022 02:49 PM (IST)

    સુપ્રીમ કોર્ટે ક્યારેય પણ સ્પીકર પાસે પેન્ડિંગ કાર્યવાહી પર સુનાવણી કરી નથી: સિંઘવી

    શિવસેનાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે સવાલ એ છે કે કૌલે સુપ્રીમ કોર્ટની વાતનો જવાબ આપ્યો નથી કે મામલો હાઈકોર્ટમાં ન જવો જોઈએ. રાજસ્થાનના અપવાદને બાદ કરતાં સુપ્રીમ કોર્ટે ક્યારેય સ્પીકર પાસે પેન્ડિંગ કાર્યવાહીની સુનાવણી કરી નથી. જ્યારે તેમનો અંતિમ નિર્ણય આવે છે, ત્યારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવે છે. દેશમાં કોઈ પણ સંજોગોમાં સ્પીકરને કાર્યવાહી શરૂ કર્યા પછી પગલાં લેવાથી રોકવામાં આવ્યા નથી. તેના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, પરંતુ શું અમે ગૃહની કાર્યવાહી સાથે સંબંધિત સુનાવણી કરી રહ્યા છીએ? ત્યારે સિંઘવીએ કહ્યું કે સ્પીકરને નોટિસ આપવી, સમય આપવો એ ગૃહની કાર્યવાહીનો ભાગ છે.

  • 27 Jun 2022 02:44 PM (IST)

    આખરે હાઈકોર્ટ આ મામલે કેમ સુનાવણી ન કરી શકે – અભિષેક મનુ સિંઘવી

    શિવસેનાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે એકનાથ શિંદેના વકીલ દ્વારા આપવામાં આવેલા જવાબો યોગ્ય નથી. આખરે હાઈકોર્ટ આ મામલે સુનાવણી કેમ ન કરી શકે. સિંઘવીએ સુપ્રીમ કોર્ટના 1992ના ચુકાદાને ટાંકીને કહ્યું કે જ્યાં સુધી સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકર નિર્ણય ન લે ત્યાં સુધી કોર્ટ દખલ નહીં કરે. સિંઘવીએ કહ્યું કે આવી પરિસ્થિતિઓમાં પ્રક્રિયા અંગે કોઈ વચગાળાનો આદેશ આપી શકાય નહીં.

  • 27 Jun 2022 02:30 PM (IST)

    શિંદે જૂથ હાઈકોર્ટમાં કેમ ન ગયો – અભિષેક મનુ સિંઘવી

    મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન શિવસેનાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી છે કે શિંદે જૂથ પહેલા હાઈકોર્ટમાં કેમ ન ગયો. હાઈકોર્ટમાં ન જવા પાછળનું કારણ આપવામાં આવ્યું નથી. તેમની પાસે નક્કર કારણ નથી. ‘કિહોતો’ નિર્ણયનું ઉદાહરણ સિંઘવીએ આપ્યું હતું. જ્યાં સુધી સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકર એવું ન કહે ત્યાં સુધી કોર્ટ આ મામલે દખલ કરી શકે નહીં.

  • 27 Jun 2022 02:23 PM (IST)

    ડેપ્યુટી સ્પીકરને હટાવવા જોઈએ, અમે અમારી બહુમતી સાબિત કરવા તૈયાર છીએ: શિંદે જૂથ

    શિંદે જૂથના વકીલે કહ્યું કે ડેપ્યુટી સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ 35 સભ્યો દ્વારા આપવામાં આવ્યો હતો. તે પછી તેણે નોટિસ જાહેર કરી, જ્યારે તે પોતે જ સવાલના ઘેરામાં છે. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું નથી અને આવી સ્થિતિમાં ડેપ્યુટી સ્પીકર કેબિનેટની ભલામણ વિના નોટિસ આપી શકે નહીં. કૌલે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં 14 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના મામલામાં કલમ 212 હેઠળ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તે કાયદેસર નથી. શિંદે જૂથના વકીલ નીરજ કૌલે કહ્યું કે જો સ્પીકરને હટાવવાના નિર્ણય પહેલા ગેરલાયકાતની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો તે ગંભીર પક્ષપાત હશે.

  • 27 Jun 2022 02:21 PM (IST)

    ડેપ્યુટી સ્પીકર બહુમતી સાબિત કરે: શિંદે જૂથ

    સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથના વકીલે કહ્યું છે કે ડેપ્યુટી સ્પીકરે પહેલા બહુમતી સાબિત કરવી જોઈએ, પછી સત્તાનો ઉપયોગ કરવો જોઈએ. જો બહુમતી છે તો તે સાબિત કરવામાં શા માટે ડરે છે?

  • 27 Jun 2022 02:19 PM (IST)

    અરુણાચલ પ્રદેશના કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો

    સુનાવણી દરમિયાન, શિંદે જૂથના વકીલે કહ્યું કે ડેપ્યુટી સ્પીકરની નોટિસ ગેરબંધારણીય અને કુદરતી ન્યાયની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પ્રશ્ન એ છે કે તમે ડેપ્યુટી સ્પીકરની સામે પ્રશ્ન કેમ ન ઉઠાવ્યો કે તેમને તમારી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર નથી. વકીલે કહ્યું કે જો બધું પ્રક્રિયા પ્રમાણે ચાલતું હોત તો અમારે સુપ્રીમ કોર્ટમાં ન આવવું પડત. અરુણાચલ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. તેમાં આ તમામ ટેકનિકલ ખામીઓ સુધારવામાં આવી હતી. હાલના કેસમાં પણ આવું જ છે, જ્યાં પ્રક્રિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે.

  • 27 Jun 2022 02:17 PM (IST)

    ડેપ્યુટી સ્પીકર નોટિસ આપી શકે નહીં – શિંદે જૂથના વકીલ

    શિંદે જૂથના વકીલ નીરજ કૌલે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે અમારી વાત સાંભળવામાં આવી રહી નથી. ડેપ્યુટી સ્પીકર કોઈ નોટિસ આપી શકે નહીં. આ ગેરકાયદેસર છે. ડેપ્યુટી સ્પીકરે મોકલેલી 16 ધારાસભ્યોને ગેરલાયકાતની નોટિસ રદ કરો. નોટિસ બાદ જવાબ માટે 14 દિવસનો સમય આપવો જોઈતો હતો. તમામ પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

  • 27 Jun 2022 02:15 PM (IST)

    શિંદે જૂથે કહ્યું- અમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે

    શિંદે જૂથના વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે 40 મૃતદેહો પાછા આવશે અને ભેંસોની જેમ કાપવામાં આવશે. આવી ધમકીઓ મળી રહી છે. ધારાસભ્યોના ઘર અને ઓફિસ પર હુમલા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મુંબઈ પરત ફરવું શક્ય નથી.

  • 27 Jun 2022 02:10 PM (IST)

    તમે પહેલા હાઈકોર્ટમાં કેમ ન ગયા – સુપ્રીમ કોર્ટનો શિંદે જૂથને સવાલ

    મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે સોમવારે સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથની બે અરજીઓ પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે તમે પહેલા હાઈકોર્ટમાં કેમ ન ગયા. તેના પર વકીલે કહ્યું કે મામલો ગંભીર છે તેથી અહીં આવ્યા છીએ.

  • 27 Jun 2022 01:36 PM (IST)

    શિંદે જૂથની અરજી પણ સુનાવણી શરૂ

    સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથની અરજી પણ સુનાવણી શરૂ થઈ ગઈ છે.જસ્ટિસ સુર્યકાંતની બેંચમાં અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે.શિંદેના વકીલે કોર્ટમાં દલીલ કરી કે,ડેપ્યુટી સ્પીકરની નોટિસ ગેરકાનૂની છે.

  • 27 Jun 2022 01:34 PM (IST)

    અપમાન કે ધરપકડ અમે ઝુકીશુ નહી:સંજય રાઉત

    સંજય રાઉતે ટ્વીટ કર્યું કે, “મને હમણાં જ ખબર પડી કે EDએ મને સમન્સ મોકલ્યુ છે. સારું ! મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઘટનાઓ ચાલી રહી છે. અમે, બાળાસાહેબના શિવસૈનિકો એક મોટી લડાઈ લડી રહ્યા છીએ. આ મને રોકવાનું કાવતરું છે. જો તમે મારું માથું કાપી નાખો તો પણ હું નહીં ડરૂ. ગુવાહાટીનો માર્ગ અપનાવો. મારી ધરપકડ કરો !”

  • 27 Jun 2022 01:29 PM (IST)

    મંત્રાલયો છીનવી લીધા બાદ ગુવાહાટીમાં બળવાખોર ધારાસભ્યોની મહત્વની બેઠક

    મહારાષ્ટ્રની MVA સરકારે ગુવાહાટીમાં હાજર તમામ બળવાખોર મંત્રીઓ પાસેથી કાર્યભાર લઈ લીધા બાદ બળવાખોર ધારાસભ્યોએ મહત્વની બેઠક બોલાવી છે.

  • 27 Jun 2022 01:22 PM (IST)

    અન્ય ધારાસભ્યોને મંત્રાલયનો કાર્યભાર સોંપાયો

    એક મોટો નિર્ણય લેતા મહારાષ્ટ્રની MVA સરકારે શિવસેનાના બળવાખોર મંત્રીઓ પાસેથી મંત્રાલયો છીનવીને અન્ય મંત્રીઓને કાર્યભાર સોંપી દીધો છે. એકનાથ શિંદેનો વિભાગ સુભાષ દેસાઈ સંભાળશે. ગુલાબ રાવ પાટીલનો વિભાગ અનિલ પરબ પાસે ગયો છે. દાદા ભુસેનો વિભાગ શંકરરાવ ગડાખને આપવામાં આવ્યો છે. શંભુરાજ દેસાઈનો પોર્ટફોલિયો સંજય બનસોડેને આપવામાં આવ્યો છે.

  • 27 Jun 2022 01:19 PM (IST)

    બળવાખોર ધારાસભ્યો સામે ઉદ્ધવની કાર્યવાહી

    બળવાખોર ધારાસભ્યો સામે ઉદ્ધવએ કાર્યવાહી કરી છે.9 બળવાખોર પાસેથી મંત્રાલયો લઈ લેવામાં આવ્યા છે.જેમાં ગુલાબરાવ પાટીલ અને એકનાથ શિંદે સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.

  • 27 Jun 2022 01:14 PM (IST)

    આજે સાંજે મુંબઈ આવી શકે છે શિંદે

    સૂત્રોનું માનીએ તો ગુવાહાટીમાં ધામા નાખેલા એકનાથ શિંદે આજે સાંજ સુધીમાં SRISFના રક્ષણ હેઠળ મુંબઈ પરત ફરી શકે છે.

  • 27 Jun 2022 01:12 PM (IST)

    થાણેમાં એકનાથ શિંદેના સમર્થકોનું શક્તિ પ્રદર્શન

    મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે એકનાથ શિંદેના સમર્થકો થાણેમાં શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. આ સમર્થકો શિંદેના ઘરની બહાર એકઠા થયા છે.

  • 27 Jun 2022 01:10 PM (IST)

    નિલેશ રાણેએ સંજય રાઉતને આડે હાથ લીધા

    કેન્દ્રીય પ્રધાન નવનીત રાણેના પુત્ર નિલેશ રાણેએ સંજય રાઉત પર પ્રહાર કરતા કહ્યું કે,રોડ ટેસ્ટ વિશે વાત કરશો નહીં,બદલામાં તમને હોકી ટેસ્ટ મળશે.

  • 27 Jun 2022 12:45 PM (IST)

    રાજકીય સંકટ વચ્ચે સંજય રાઉતને ED નું સમન્સ

    રાજકીટ સંકટ વચ્ચે જમીન કૌભાંડ મામલે સંજય રાઉતને ED નું સમન્સ પાઠવવામાં આવ્યુ છે.માહિતી મુજબ EDએ 28 જુને હાજર રહેવા આદેશ કર્યો છે.

  • 27 Jun 2022 12:37 PM (IST)

    શિંદે જૂથે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને કરી અપીલ

    રાજકીય સંકટ વચ્ચે એકનાથ શિંદે જૂથે આ અંગે રાજ્યપાલ કોશ્યારીને પત્ર પણ લખ્યો છે. શિંદે જૂથે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને લખેલા પત્રમાં મહા વિકાસ અઘાડી સરકારને બહુમતી સાબિત કરવાનો આદેશ આપવાની અપીલ કરી છે.

  • 27 Jun 2022 12:29 PM (IST)

    એકનાથ શિંદે જૂથની અરજીમાં મોટો દાવો

    એકનાથ શિંદે જૂથની અરજીમાં મોટો દાવો કરવામાં આવ્યો છે.મહાવિકાસ અઘાડીએ(MVA)  ગૃહમાં બહુમતી ગુમાવી ચુક્યું છે, કારણ કે શિવસેના વિધાનસભા પક્ષના 38 સભ્યોએ તેમનું સમર્થન પાછું ખેંચી લીધું છે .

  • 27 Jun 2022 12:18 PM (IST)

    છગન ભુજબળ સાથે તમે કેબિનેટમાં કેવી રીતે બેસી શકો ?

    ગુવાહાટીમાં એકનાથ શિંદે સાથે હાજર રહેલા શિવસેનાના બળવાખોર વિધાનસભ્ય સુભાષ સબનેએ કહ્યું છે કે, ‘બાળાસાહેબની ધરપકડ કરનાર છગન ભુજબળ સાથે બેઠેલા મંત્રીમંડળમાં તમને કોઈ દુઃખ નથી લાગતું ?’ એકનાથ શિંદે દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તેણે આ વાત કહી છે.

  • 27 Jun 2022 11:53 AM (IST)

    ઉદ્ધવે NCP અને કોંગ્રેસ સાથે ન જવું જોઈએ : બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકર

    શિવસેનાના બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે TV9ને જણાવ્યું કે ઉદ્ધવ કેમ્પના આરોપો પાયાવિહોણા છે. ભાજપ નારાયણ રાણેની પાર્ટી નથી. શિવસેનાએ NCP અને કોંગ્રેસનો ટેકો છોડવો પડશે. વધુમાં તેણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ એનસીપી અને કોંગ્રેસ સાથે ન જવું જોઈએ. જે લોકો પૈસાનો આરોપ લગાવે છે તેઓએ આવીને તપાસ કરવી જોઈએ.

     

  • 27 Jun 2022 11:45 AM (IST)

    શિંદેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 12 વાગ્યા પછી સુનાવણી

    સુપ્રીમ કોર્ટ 12 થી 12:30 વચ્ચે બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદેની અરજી પર સુનાવણી કરી શકે છે. આ અરજી ડેપ્યુટી સ્પીકરની નોટિસ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. આ સાથે અજય ચૌધરીની નિમણૂકને પણ પડકારવામાં આવી છે.

  • 27 Jun 2022 11:27 AM (IST)

    શિંદે અને બળવાખોર ધારાસભ્યો સામે હાઈકોર્ટમાં અરજી

    એડવોકેટ અસીમ સરોદેએ બોમ્બે હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરી છે, જેમાં શિંદે જૂથના ધારાસભ્યોને મંત્રાલયમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવે. તેમજ અરજીમાં પ્રજાના કામો અટકી રહ્યા હોવાનુ જણાવાયુ છે.

  • 27 Jun 2022 11:02 AM (IST)

    EXCLUSIVE : શિંદે જૂથ સુપ્રીમ કોર્ટમાં ફ્લોર ટેસ્ટની માંગ કરશે, વકીલે TV9 ને જણાવ્યું

    મહારાષ્ટ્ર સંકટ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીને લઈને TV9ના શિંદે જૂથના વકીલે મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે શિંદે જૂથ સુપ્રીમ કોર્ટમાં ફ્લોર ટેસ્ટની માંગ કરશે. તેમજ શિંદે જૂથ સુપ્રીમ કોર્ટમાં સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવશે.

  • 27 Jun 2022 11:00 AM (IST)

    હું શિવસૈનિક છું અને મારા છેલ્લા શ્વાસ સુધી પાર્ટી માટે કામ કરીશ : સુનીલ રાઉત

    શિવસેનાના નેતા સુનીલ રાઉતે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને પગલે કહ્યું છે કે તેઓ શિવસૈનિક છે અને તેમના અંતિમ શ્વાસ સુધી પાર્ટી માટે કામ કરતા રહેશે. તેણે કહ્યું, ‘હું ગુવાહાટી શા માટે જાઉં ? મને ગોવાની મુલાકાત લેવાનું અને કુદરતી સૌંદર્ય જોવાનું ગમશે. હું ગુવાહાટી જઈને દેશદ્રોહીઓના ચહેરા કેમ જોવ ? ઉદ્ધવ ઠાકરે ચોક્કસપણે જીતશે. હું શિવસેનામાં હતો અને હંમેશા રહીશ.

  • 27 Jun 2022 10:57 AM (IST)

    સુપ્રીમ કોર્ટ 11.30 વાગ્યે સુનાવણી હાથ ધરશે

    મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટ આજે એકનાથ શિંદેના જૂથની અરજી પર સુનાવણી કરવાની છે. અગાઉ આ સુનાવણી સવારે 10.30 વાગ્યે થવાની હતી. પરંતુ હવે સાડા અગિયારથી શરૂ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. શિંદે વતી ડેપ્યુટી સ્પીકરની નોટિસ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં અજય ચૌધરીની નિમણૂકને પણ પડકારવામાં આવી છે.

  • 27 Jun 2022 10:30 AM (IST)

    જો તમારી પાસે 50 ધારાસભ્યો છે તો તમારી તાકાત બતાવો : સંજય રાઉત

    શિવસેનાના નેતા સંજય રાઉતે એકનાથ શિંદે પર પ્રહાર કરતા કહ્યું છે કે, જો તમારી પાસે 50 ધારાસભ્યો છે તો તમારી તાકાત બતાવો. આ સાથે તેમણે કહ્યું છે કે જે લોકો ગુવાહાટી ગયા છે તેમનો અંતરાત્મા મરી ગયો છે.

  • 27 Jun 2022 10:28 AM (IST)

    અમે મરી જઈશું, પણ શિવસેનાને નહીં છોડીએ : સંજય રાઉત

    શિવસેનાના નેતા સંજય રાઉતે ફરી બળવાખોર નેતાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જે લોકો ગુવાહાટી ગયા છે, તેમનો અંતરાત્મા મરી ગયો છે. તે વિવેક વગરની જીવતી લાશ બની ગયા છે. ગુવાહાટીમાં બેઠેલી દરેક વ્યક્તિ મારી નજીક છે. તેમણે બળવાખોર ધારાસભ્યોને કહ્યું કે તમને બાળાસાહેબના નામે વોટ મળ્યા છે.વધુમાં તેણે કહ્યું કે,અમે મરી જઈશું, પણ શિવસેનાને નહીં છોડીએ.

  • 27 Jun 2022 10:21 AM (IST)

    અમે માત્ર 2-3 દિવસ માટે વિપક્ષમાં છીએ : ભાજપ નેતા દાનવે

    કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ રવિવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર માત્ર બે-ત્રણ દિવસ ચાલશે. તેમણે NCP નેતા અને મંત્રી રાજેશ ટોપેની હાજરીમાં આ વાત કહી. ભાજપના નેતાએ કહ્યું કે MVA એ બાકીના વિકાસ કાર્યોને વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ.વધુમાં તેણે કહ્યું કે, ભાજપ માત્ર બે-ત્રણ દિવસ માટે જ વિપક્ષમાં છીએ.

  • 27 Jun 2022 09:39 AM (IST)

    એકનાથ શિંદેએ વધુ વ્યૂહરચના માટે બોલાવી બેઠક

    સૂત્રોના જણાવ્યા અનુસાર,બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદેએ વધુ વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે ગુવાહાટી હોટલમાં બપોરે 2 વાગ્યે એક બેઠક બોલાવી છે.

    #MaharashtraPoliticalCrisis | Rebel Shiv Sena leader Eknath Shinde calls a meeting at 2pm in Guwahati hotel to discuss further strategy: Sources

    — ANI (@ANI) June 27, 2022

  • 27 Jun 2022 09:08 AM (IST)

    શિંદેના સમર્થકોનું આજે થાણેમાં શક્તિ પ્રદર્શન

    શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે જેમણે ગુવાહાટીની એક હોટલમાં ધામા નાખ્યા છે, તેઓ આજે થાણેમાં તાકાત બતાવવા જઈ રહ્યા છે. આ માટે તેમના સમર્થકો થાણેમાં રસ્તા પર ઉતરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદે વતી સોશિયલ મીડિયા દ્વારા સમર્થકોને એકત્ર કરવામાં આવશે.

  • 27 Jun 2022 08:45 AM (IST)

    શિંદેએ MNS પ્રમુખ રાજ ઠાકરે સાથે કરી વાત

    મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા અને ઉદ્ધવ ઠાકરેના ભાઈ રાજ ઠાકરે સાથે વાત કરી છે. MNS નેતાઓના જણાવ્યા અનુસાર, આ દરમિયાન રાજ્યની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી છે. આ સાથે શિંદેએ રાજ ઠાકરેના સ્વાસ્થ્ય વિશે પણ વાત કરી છે.

  • 27 Jun 2022 08:43 AM (IST)

    ‘એકનાથ શિંદેની પાછળ શક્તિશાળા તાકાત’

    NCP નેતા એકનાથ ખડસેએ રવિવારે કહ્યું હતુ કે, શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેની પાછળ કોઈ શક્તિશાળી તાકાત છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે શિંદેનો બળવો અસંતુષ્ટોને ટેકો આપતા કેટલાક “શક્તિશાળી તાકાત”ને કારણે છે.

Published On - 6:35 am, Tue, 28 June 22