મહારાષ્ટ્રમાં (Maharashtra Political Crisis) ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે એનસીપી ચીફ શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી, તેમણે કહ્યું કે એનસીપી છેલ્લે સુધી સરકારને બચાવવાનો પૂરો પ્રયાસ કરશે. MVA સરકારે કોરોના સમયગાળા દરમિયાન પણ સારું કામ કર્યું. શરદ પવારે કહ્યું કે મહા વિકાસ અઘાડી પાસે બહુમતી છે કે નહીં, તે વિધાનસભામાં સાબિત થશે. શરદ પવારે કહ્યું કે અઘાડી છોડવાનો નિર્ણય શિવસેનાનો હશે. એનસીપી વડાએ કહ્યું કે છેલ્લે સુધી એનસીપી ઠાકરેની સાથે રહેશે. આ સાથે તેમણે પાર્ટીના તમામ ધારાસભ્યોને ફ્લોર ટેસ્ટ માટે તૈયાર રહેવા કહ્યું છે.
શરદ પવારે સ્પષ્ટ કર્યું કે બળવાખોર ધારાસભ્યોએ તેની કિંમત ચૂકવવી પડશે. બળવાખોર ધારાસભ્યોએ મુંબઈ આવીને બોલવું જોઈએ, પરંતુ આસામમાં બેસીને તેમની વાત સાંભળવામાં આવશે નહીં. શરદ પવારે સ્પષ્ટ કર્યું કે ગઠબંધન પર કોઈ સવાલ ઉઠાવી શકે નહીં. તેમણે કહ્યું કે બળવાખોર ધારાસભ્યો મુંબઈ આવશે પછી જ ચિત્ર સ્પષ્ટ થશે.
MVA decided to back CM Uddhav Thackeray. I believe once the (Shiv Sena) MLAs return to Mumbai the situation will change: NCP chief Sharad Pawar in Mumbai pic.twitter.com/QsPpYfw4RG
— ANI (@ANI) June 23, 2022
NCPના વડા શરદ પવારે કહ્યું કે MVAએ CM ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. તેમનું માનવું છે કે શિવસેનાના ધારાસભ્યો મુંબઈ પરત ફર્યા બાદ પરિસ્થિતિ બદલાઈ જશે. તેમણે કહ્યું કે બધા જાણે છે કે કેવી રીતે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ગુજરાત અને પછી આસામ લઈ જવામાં આવ્યા. જેમણે તેમને મદદ કરી તેમના નામ આપવાની જરૂર નથી, આસામ સરકાર તેમને મદદ કરી રહી છે. શરદ પવારે કહ્યું કે, તેમને કોઈનું નામ સામે લેવાની જરૂર નથી.
આ પહેલા એનસીપીની બેઠક બાદ રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ આ સંકટનો ઉકેલ લાવવો જોઈએ. પાર્ટી છેલ્લે સુધી તેમની સાથે રહેશે. હવે શરદ પવારે પણ એ જ વાતનું પુનરાવર્તન કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે અઘાડી અંત સુધી ઉદ્ધવ ઠાકરેની સાથે છે. આઘાડીમાંથી બહાર નીકળવાનો નિર્ણય ઠાકરેનો હશે. મહારાષ્ટ્રનું રાજકીય સંકટ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બળવાખોર એકનાથ શિંદેની સાથે શિવસેનાના 37 અને 9 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. આ તમામ લોકો હાલ મહારાષ્ટ્રથી દૂર આસામના ગુવાહાટીની એક હોટલમાં છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે સામે સરકાર બચાવવાનો પડકાર ઉભો થયો છે. આઘાડીના ઘટક પક્ષોનું કહેવું છે કે તેઓ છેલ્લે સુધી ઠાકરેની સાથે છે.