બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ! શાળામાં મધ્યાહન ભોજનમાં અપાતા ચોખામાં નીકળ્યા પ્લાસ્ટિકના ચોખા

|

Mar 22, 2023 | 8:17 AM

સોલાપુરના સાંગોલામાં એક શાળાના બાળકોને આપવામાં આવતા પોષણયુક્ત ખોરાકમાં નકલી પ્લાસ્ટિકના ચોખા ભેળવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.આ ઘટસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે.

બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ! શાળામાં મધ્યાહન ભોજનમાં અપાતા ચોખામાં નીકળ્યા પ્લાસ્ટિકના ચોખા

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રના સોલાપુરના સાંગોલાની એક શાળામાં બાળકોને પોષણક્ષમ આહાર તરીકે અપાતા ચોખામાં પ્લાસ્ટિકના ચોખા ભેળવવામાં આવ્યા છે.પ્લાસ્ટિકના ચોખા આપીને શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ છે. જો કે ચોખામાં કાંકરા મળી આવતા હોવાની ફરિયાદો ઘણી જગ્યાએથી આવી રહી હતી. ચોખામાં અન્ય ધાન્ય ભેળવવામાં આવે છે તે પણ સમજી શકાય તેવું છે, પરંતુ હવે પ્લાસ્ટિકનો કચરો ભેળવ્યો હોવાનુ સામે આવતા બાળકોના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ચોખામાં કાંકરા મળી આવતા હોવાની ફરિયાદો વચ્ચે……..

પરંતુ જે રીતે પ્લાસ્ટિકના ચોખા ભેળવીને બાળકોના આરોગ્ય સાથે રમત રમાઈ રહી છે તેનાથી બાળકોના વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે માત્ર શાળામાં બાળકોને વહેંચવામાં આવતા ચોખામાં જ નહીં પરંતુ રાશનની દુકાનોમાં પણ ચોખામાં પ્લાસ્ટિકની ભેળસેળ થવાની આશંકા છે.

‘બાળકોના સ્વાસ્થ્ય સાથે રમતા કરનારને બક્ષવામાં નહીં આવે’

તો આ અંગે સોલાપુરના સાંગોલાના ધારાસભ્ય શાહજીબાપુ પાટીલે પણ રોષ વ્યક્ત કર્યો, તેમણે તુરંત જ તહસીલદારને બોલાવીને ઝીણવટભરી તપાસ કરીને આ પ્રકારની ભેળસેળ ક્યાંથી થાય છે અને આ ભેળસેળના ધંધામાં કોણ કોણ સંડોવાયેલ છે તેની માહિતી આપવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત કરનાર કોઈપણને શોધી કાઢવામાં આવશે, બક્ષવામાં આવશે નહીં.ફૂડ ઈન્સપેક્ટરને પણ બોલાવવામાં આવ્યા છે અને તેમને આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

બે-ત્રણ શાળાઓની મુલાકાત લેતા મામલો સામે આવ્યો

સોલાપુરના સાંગોલાના સંબંધિત ગામની સરપંચ સુરેખા પુકાલેએ જણાવ્યું કે તેમને કેવી રીતે ભેળસેળની ખબર પડી. તેમણે કહ્યું, ‘જ્યારે મેં રાશનના ચોખા જોયા, ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે ચોખામાં પ્લાસ્ટિકના ચોખા મોટા પાયા પર ભેળવવામાં આવ્યા છે. આ પછી, મેં ચોખા તપાસવા માટે ગામની બે-ત્રણ શાળાઓની મુલાકાત લીધી, ત્યારે મને ખબર પડી કે ચોખામાં મોટા પાયે પ્લાસ્ટિક ભેળવવામાં આવ્યું છે.

જે પ્લાસ્ટિકનો નાશ થતા હજારો વર્ષ લાગે છે.તે પ્લાસ્ટિક ચોખામાં ભેળવવામાં આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા ચીનથી આ પ્રકારના ચોખા આવવાના સમાચાર સામે આવ્યા હતા,પરંતુ હવે જ્યારે સોલાપુરના સાંગોલામાં આવી ઘટના સામે આવી આવતા લોકોમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે.

Next Article