ખીચડીમાં ગરોળી હોવાની વાત સામે આવતાં જ વાલીઓએ આવીને શાળા પ્રશાસનને જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘણા વિદ્યાર્થીઓને ખીચડી આપી દેવામાં આવી હતી.
Lizard In Mid Day Meal
Follow us on
મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાની (Osmanabad in Maharashtra) પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં મધ્યાહન ભોજનમાં ગરોળી મળી આવી હતી. શાળામાં વિદ્યાર્થીઓને પોષક આહાર (Nutritional food in school) તરીકે ખિચડી આપવામાં આવી હતી, જેમાં ગરોળીના ટુકડા મળી આવ્યા હતા. આ ખીચડી ખાધા બાદ 40 વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. આ ઘટના ઉસ્માનાબાદ જિલ્લાના ઉમરગા તાલુકાના પેઠસાવંગીની જિલ્લા પરિષદ શાળાની છે. આ ઘટના મંગળવારે (29 માર્ચ) સવારે પ્રકાશમાં આવી હતી. વિદ્યાર્થીઓ શાળામાંથી મળેલી ખિચડીને બોક્સમાં ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ એક વિદ્યાર્થીના બોક્સમાંથી ગરોળીનું માથું અને અન્ય વિદ્યાર્થીના બોક્સમાંથી ગરોળીનું શરીર મળી આવ્યું હતું.
ખીચડીમાં ગરોળી હોવાની વાત સામે આવતાં જ વાલીઓએ આવીને શાળા પ્રશાસનને જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘણા વિદ્યાર્થીઓને ખીચડી આપવામાં આવી હતી. આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓની તબિયત પણ લથડવા લાગી હતી. તરત જ તબીબોને જાણ કરવામાં આવી અને ડોકટરોની ટીમ શાળાએ પહોંચી હતી. ડોક્ટરોને 40 વિદ્યાર્થીઓમાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળ્યા છે. હવે શિક્ષકો, ડોકટરો અને વાલીઓ સાથે મળીને વિદ્યાર્થીઓને સાજા કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
આ જિલ્લા પરિષદ શાળાના વિદ્યાર્થીઓને ખીચડી ખાધા બાદ ઉલ્ટી, માથાનો દુખાવો, ચક્કર અને ઝાડા થવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓને નાંગરવાડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે. 18 વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સમાં સારવાર માટે ઉમરગા લઈ જવાયા છે. જે વિદ્યાર્થીઓમાં હળવા લક્ષણો હોય તેમને નાઈચાકુર વિસ્તારમાંથી ડોકટરોની ટીમ બોલાવીને શાળાના જ એક રૂમમાં રાખીને સારવાર કરવામાં આવી રહી છે.
લગભગ 248 લોકોને ઝેરી ખીચડી મળી હતી, 40 લોકોમાં અસર જોવા મળી
આ ઝેરી ખીચડી લગભગ 248 લોકોમાં વહેંચવામાં આવી હતી. પરંતુ તેની અસર માત્ર 40 વિદ્યાર્થીઓને થઈ હતી. બાકીના લોકોમાં અત્યાર સુધી સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા નોંધાઈ નથી. તબીબોનું કહેવું છે કે ખીચડી મોટી માત્રામાં તૈયાર કરવામાં આવી હોવાથી ઝેર વધારે ફેલાયું નથી. આ દરમિયાન વિસ્તારના વિધાનસભ્ય અને શિવસેનાના નેતા જ્ઞાનરાજ ચૌગુલેને માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ડોક્ટરો અને શાળા પ્રશાસનને વિદ્યાર્થીઓની યોગ્ય કાળજી લેવા સૂચના આપી.