Maharashtra Omicron Alert: મહારાષ્ટ્રમાં ઓમીક્રોનના નવા બે કેસ આવ્યા સામે, રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા 110

|

Dec 25, 2021 | 11:20 PM

રાજ્યમાં ઓમિક્રોનના 20 કેસ નોંધાયા હતા. દેશભરમાં ઓમિક્રોનના 415 કેસ સામે આવ્યા છે. તેમાંથી 110 કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

Maharashtra Omicron Alert: મહારાષ્ટ્રમાં ઓમીક્રોનના નવા બે કેસ આવ્યા સામે, રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા 110
File Image

Follow us on

Maharashtra Omicron Alert: મહારાષ્ટ્રમાં શનિવારે ઓમીક્રોન (Omicron)ના બે નવા કેસ નોંધાયા છે (Two new omicron cases in maharashtra). આ રીતે રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા 108થી વધીને 110 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 57 ઓમિક્રોન દર્દીઓને રજા આપવામાં આવી છે. 53 દર્દીઓની સારવાર શરૂ કરાઈ છે (Maharashtra Corona Update).

 

આ બે ઓમીક્રોન સંક્રમિત પૈકી એક દુબઈનો પ્રવાસી છે અને બીજો ઓમીક્રોન સંક્રમિત સાથે સંપર્કમાં આવવાથી પોઝિટીવ જોવા મળ્યો છે. પૂણે જિલ્લામાંથી અત્યાર સુધીમાં રાજ્યમાં સૌથી વધુ 41 દર્દીઓ મળી આવ્યા છે. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે જે રીતે પૂણે કોરોનાના બીજા મોજામાં હોટ સ્પોટ બન્યું હતું, તે આ વખતે ઓમિક્રોનનું હોટ સ્પોટ ન બની જાય.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

 

 

અગાઉ રાજ્યમાં ઓમિક્રોનના 20 કેસ નોંધાયા હતા. દેશભરમાં ઓમિક્રોનના 415 કેસ સામે આવ્યા છે. તેમાંથી 110 કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાયા છે. રાજ્યમાં અગાઉ નોંધાયેલા 20 ઓમિક્રોન કેસોમાંથી, 11 મુંબઈમાંથી, 6 પૂણેમાંથી, 2 સતારામાં અને 1 અહેમદનગર જિલ્લામાંથી નોંધાયા હતા. તે 20 લોકોમાંથી 15 વિદેશના પ્રવાસીઓ છે, 1 અન્ય રાજ્યનો વ્યક્તિ છે અને બાકીના 4 લોકો તેમના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે.

 

 

તેમાંથી 1 દર્દીની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને 6ની ઉંમર 60 વર્ષથી વધુ છે. તેમાંથી 12 લોકોને રસી આપવામાં આવી છે, 7 લોકોએ રસી લગાવી નથી અને 1 દર્દી ઓછી ઉંમરના કારણે રસી લેવાને પાત્ર નથી. આ રીતે હવે ઔરંગાબાદમાં 2 નવા કેસ ઉમેરાયા છે, જે શનિવારે સામે આવ્યા છે.

 

 

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લાદ્યો, મુંબઈમાં પણ નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ

ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદી દીધો છે. આ અંતર્ગત એક જગ્યાએ 5થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. આ સિવાય મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. BMCના આ આદેશ હેઠળ કોઈ પણ ખુલ્લી કે બંધ જગ્યાએ ભેગા થઈને નવા વર્ષની પાર્ટી કે ઉજવણીની મંજૂરી નથી. અન્ય આદેશ હેઠળ દુબઈથી આવતા લોકો માટે 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઈન જરૂરી રહેશે. આ સાથે તેઓએ RT-PCR ટેસ્ટ પણ કરાવવો પડશે.

 

 

આ પણ વાંચો: Free Gift અને કૂપનની લાલચ તમને બનાવી શકે છે કંગાળ, લોભામણી ઓનલાઈન ઑફર્સથી સાવધાન!

 

 

આ પણ વાંચો:  Dreams Meaning: સપનામાં દેખાતી આ વસ્તુઓ આપે છે શુભ-અશુભ સંકેત, જાણો વિગત

Next Article