Maharashtra : લવ જેહાદ પર હવે બીજેપી સરકાર કાયદો લાવવાના મૂડમાં, આગામી સંસદીય સત્રમાં રજૂ કરાશે બિલ

અનિલ બોંડેએ કહ્યું કે તેમણે આગામી સંસદીય સત્રમાં બિલ રજૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમનું કહેવું છે કે જો કે વર્તમાન કાયદામાં આંતર-ધાર્મિક લગ્ન અને લવ જેહાદને રોકવાની જોગવાઈ છે.

Maharashtra : લવ જેહાદ પર હવે બીજેપી સરકાર કાયદો લાવવાના મૂડમાં, આગામી સંસદીય સત્રમાં રજૂ કરાશે બિલ
Law on Love Jihad Case Soon (Symbolic Image )
| Edited By: | Updated on: Sep 16, 2022 | 9:00 AM

લવ જેહાદ (Love Jihad ) અને આંતરધર્મી લગ્નને લઈને દેશમાં નવો કાયદો (Law ) આવી શકે છે. આને લગતું બિલ સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવનાર છે. મહારાષ્ટ્રના બીજેપી સાંસદ અનિલ બોંડેએ ગુરુવારે  આ માહિતી આપી હતી. તેઓ દિલ્હીમાં મહારાષ્ટ્ર સદનમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે  તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં ‘લવ જેહાદ’ના કેસ ઝડપથી વધી રહ્યા છે. એટલા માટે તેઓ સંસદના આગામી સત્રમાં આ મુદ્દે બિલ લાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલના આંતર-ધાર્મિક લગ્ન કાયદામાં સુધારો કરવાની જરૂર છે.

અનિલ બોંડેએ કહ્યું, ‘લવ જેહાદ એક સુનિયોજિત ષડયંત્ર હેઠળ ચાલી રહ્યું છે. અમરાવતીના ઉમેશ કોલ્હે મર્ડર કેસ બાદ પકડાયેલ આરોપી લવ જેહાદ કેસ સાથે પણ જોડાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. આ હવે સાબિત થયું છે. મેલઘાટની આદિવાસી છોકરીઓને ફસાવીને ભગાડી દેવામાં આવે છે. જો છોકરી પ્રતિકાર કરે તો તેણે પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. આવી જ એક ઘટના ચીખલદરા તાલુકામાં પણ પ્રકાશમાં આવી છે.આ છોકરાઓ કોલેજની બહાર ઉભા રહીને છોકરીઓ પર નજર રાખે છે. આ પછી યુવતીનો ફેસબુક દ્વારા સંપર્ક કરવામાં આવે છે. આ બધું સંપૂર્ણ આયોજન સાથે ચાલે છે.

‘લવ જેહાદ વિરુદ્ધ બિલ આગામી સંસદીય સત્રમાં રજૂ કરવામાં આવશે’

અનિલ બોંડેએ કહ્યું કે તેમણે આગામી સંસદીય સત્રમાં બિલ રજૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમનું કહેવું છે કે જો કે વર્તમાન કાયદામાં આંતર-ધાર્મિક લગ્ન અને લવ જેહાદને રોકવાની જોગવાઈ છે, પરંતુ તે પૂરતું નથી. આ અભિયાન જે રીતે સંગઠિત રીતે ચલાવવામાં આવી રહ્યું છે તેના માટે કાયદાને વધુ મજબૂત કરવાની જરૂર છે.

Published On - 8:49 am, Fri, 16 September 22