Maharashtra News: બધી તૈયારીઓ જૈસે થે રહી ગઈ ! રામ નવમીની શોભાયાત્રામાં આગચંપી, મહારાષ્ટ્રમાં એકનું મોત

|

Mar 31, 2023 | 8:42 AM

પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કેટલાક પોલીસ વાહનો અને અન્ય વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલા કેટલાક પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા

Maharashtra News: બધી તૈયારીઓ જૈસે થે રહી ગઈ ! રામ નવમીની શોભાયાત્રામાં આગચંપી, મહારાષ્ટ્રમાં એકનું મોત
Violence during Ram Navami procession, one dies in Maharashtra

Follow us on

રામ નવમી 2023: ગુરુવારે દેશભરમાં રામ નવમીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન ફરી એકવાર ઘણા શહેરોમાં તણાવ જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રના સંભાજીનગરમાં રામનવમી પહેલા જ તણાવ અને હિંસામાં એક યુવકે જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન પશ્ચિમ બંગાળના હાવડા અને ગુજરાતના વડોદરામાં હિંસા અને આગચંપીની ઘટનાઓ બની હતી. અહીં સૌથી પહેલા સંભાજીનગરની વાત કરીએ જ્યાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ મામલો હિંસા અને આગચંપી સુધી પહોંચ્યો હતો. આ ઘટના જિલ્લાના કિરાડપુરા વિસ્તારમાં સ્થિત એક પ્રખ્યાત રામ મંદિરની બહાર બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે બની હતી.

મંદિરની બહાર નજીવી બાબતે બે જૂથો સામસામે આવી ગયા હતા. આ વિવાદ એટલો વધી ગયો કે મામલો મારામારી સુધી પહોંચી ગયો. આ દરમિયાન લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો અને અનેક વાહનોને આગ ચાંપી દીધી. માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે 500થી વધુ લોકોના ટોળાએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો.

તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન

પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કેટલાક પોલીસ વાહનો અને અન્ય વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલા કેટલાક પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા અને એક યુવકનું મોત થયું હતું. જણાવી દઈએ કે હિંસા રાત્રે 11.30 વાગ્યે શરૂ થઈ હતી અને સવારે 3.30 વાગ્યા સુધી ચાલી હતી.

 

મંદિરને કોઈ નુકસાન થયું નથી

મંદિરની બહાર બનેલી આ ઘટનામાં રામ મંદિરને કોઈ નુકસાન થયું નથી, જ્યારે આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે અત્યાર સુધીમાં અનેક આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે રમખાણોમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે 8 થી 10 ટીમો બનાવી છે, જ્યારે આ વિસ્તારમાં 3500થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જોકે હવે આ વિસ્તારમાં શાંતિ છે.

વડોદરામાં સરઘસ પર પથ્થરમારો

ગુજરાતના વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં ગુરુવારે સાંજે રામ નવમીના અવસરે લોકોએ શોભાયાત્રા કાઢી હતી, જેના પર બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. જોકે આ દરમિયાન કોઈને ઈજા થઈ ન હતી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તે જ સમયે, શહેરના ફતેપુરા વિસ્તારમાં બપોરે લગભગ 2 વાગ્યે, સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અહીં બદમાશોએ રોડ પર ઉભેલા વાહનોની તોડફોડ કરી હતી. પોલીસના આગમન બાદ મામલો કાબુમાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાળના હાવડામાં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. હિંસા એટલી ભડકી હતી કે તોફાનીઓએ રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી અને દુકાનોમાં તોડફોડ કરી હતી. સ્થિતિને જોતા વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે બાદ પોલીસે વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ કરી હતી. તે જ સમયે આ ઘટનાથી મુખ્યમંત્રી મમતા બેનર્જી ખૂબ નારાજ છે. તેમણે કહ્યું કે તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં અનેક લોકોની અટકાયત કરી છે.

Published On - 8:41 am, Fri, 31 March 23

Next Article