Mumbai Drugs Case: નવાબ મલિકે ફડણવીસ પર સાધ્યું નિશાન, કહ્યું કે સાબિત કરો કે મારા અંડરવર્લ્ડ સાથે સંબંધો છે તો વાનખેડેને લઈને કહી દીધી આ વાત

|

Nov 02, 2021 | 10:21 AM

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને એનસીબીના મુંબઈ ઝોનના વડા સમીર વાનખેડે સાથે ફરી એકવાર ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. આ વખતે તેણે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે.

Mumbai Drugs Case: નવાબ મલિકે ફડણવીસ પર સાધ્યું નિશાન, કહ્યું કે સાબિત કરો કે મારા અંડરવર્લ્ડ સાથે સંબંધો છે તો વાનખેડેને લઈને કહી દીધી આ વાત
File photo

Follow us on

મહારાષ્ટ્ર સરકારના (Maharashtra Government) મંત્રી નવાબ મલિકે (Nawab Malik) ફરી એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. આજે પણ તેમણે સમીર વાનખેડે અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર આક્ષેપો કર્યા હતા. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકે મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસને લઈને એનસીબીના મુંબઈ ઝોનના ચીફ સમીર વાનખેડે સાથે ફરી એકવાર ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. આ વખતે તેણે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે. 

નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, તેમનો અંડરવર્લ્ડ સાથે કોઈ સંબંધ નથી. તેમજ પોતાના ખુલાસામાં ફરી એકવાર કહ્યું છે કે તેમના જમાઈના ઘરેથી કોઈ ગાંજો મળ્યો નથી. તેમનું પંચનામું પણ છે. નવાબ મલિકે કહ્યું કે, “ગઈકાલે દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે મારા જમાઈના ઘરેથી ગાંજો મળી આવ્યો હતો. દેવેન્દ્ર જી તમારા સૌથી નજીકના વાનખેડે છે. પંચનામું મંગાવી લો. નવાબ મલિકના જમાઈના ઘરેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. તેમનું પંચનામુ પણ છે.”

સમીર વાનખેડેની ખાનગી સેના શહેરમાં ડ્રગ્સનો ધંધો કરે છે’
મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું કે, જ્યારથી સમીર વાનખેડે આ વિભાગમાં આવ્યા છે ત્યારથી તેમણે પોતાની ખાનગી સેના ઊભી કરી છે. આ ખાનગી સેના શહેરમાં આડેધડ ડ્રગ્સનો વેપાર કરે છે, નાના-નાના કિસ્સાઓ સામે આવે છે. લોકોને ફસાવવામાં આવે છે. વાનખેડે દ્વારા હજારો કરોડો રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સમીર વાનખેડે ફડણવીસની નજીક છે
મલિકે વધુમાં કહ્યું કે, ‘ફડણવીસે જે મારા જમાઈ પર આરોપ લગાવી રહ્યા છે તે સંપૂર્ણપણે ખોટા છે. મેં કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું મારા પર આ આરોપ મૂકવામાં આવ્યો હતો. તેથી મેં અગાઉ મારા પદ પરથી રાજીનામું આપી દીધું હતું, મારા પર કોઈ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી. સમીર વાનખેડે ફડણવીસની નજીક છે. દિવાળી પછી બોમ્બ ફૂટે તેની રાહ જોવાની જરૂર નથી. ફડણવીસ સરકારના 1 વર્ષ પૂર્ણ થવા પર મેં નિવેદન આપ્યું હતું કે નકલી ફડણવીસ કોણ મુંબઈમાં ફરે છે.

આ પણ વાંચો : Mumbai News : ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ

આ પણ વાંચો : Aryan Khan Case: આર્યન ખાન કેસનો મહત્વના સાક્ષી સેમ ડિસોઝા આવ્યો સામે, અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા

Next Article