Maharashtra: નવાબ મલિકને વાગ્યા સરકારી મહેમાનોનાં ભણકારા, કહ્યું કે ગાંધીજી ગોરા લોકો સામે લડ્યા, હું ચોરો સામે લડીશ

|

Dec 11, 2021 | 12:17 PM

હાઈકોર્ટ દ્વારા ઠપકો આપ્યા બાદ, મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર કરેલી ટિપ્પણી માટે બિનશરતી માફી માંગી છે

Maharashtra: નવાબ મલિકને વાગ્યા સરકારી મહેમાનોનાં ભણકારા, કહ્યું કે ગાંધીજી ગોરા લોકો સામે લડ્યા, હું ચોરો સામે લડીશ
Nawab malik

Follow us on

Maharashtra: NCP નેતા નવાબ મલિકે (Nawab Malik)  ટ્વિટ કરીને કહ્યું છે કે મિત્રો, સાંભળ્યું છે, આજે મારા ઘરે સરકારી મહેમાનો આવવાના છે, અમે તેમનું સ્વાગત કરીએ છીએ. ડરવું એટલે રોજ મરવું, આપણે ડરવાની જરૂર નથી, લડવાનું છે, મહાત્મા ગાંધી ((Mahatama Gandhi) ) ગોરાઓ સાથે લડ્યા, આપણે ચોરો સાથે લડીશું. તે જ સમયે, શુક્રવારે, NCP નેતા નવાબ મલિકે NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede)પર ટિપ્પણી કરવા બદલ બોમ્બે હોઈ કોર્ટમાં માફી માંગી છે. 

હાઈકોર્ટ દ્વારા ઠપકો આપ્યા બાદ, મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર કરેલી ટિપ્પણી માટે બિનશરતી માફી માંગી છે. નવાબ મલિક અને તેમના પરિવારે પણ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ સંમતિ આપી હતી કે તેઓ હવે સમીર વાનખેડે વિરુદ્ધ કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ નિવેદનો આપશે નહીં.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

બોમ્બે હાઈકોર્ટની માગી માફી

બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે નવાબ મલિક જાણીજોઈને પોતાના નિવેદનની વિરુદ્ધ ગયા અને NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને તેમના પરિવાર વિરુદ્ધ ટિપ્પણી કરી. આ કેસમાં સમીરના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જ્ઞાનદેવ વાનખેડે દ્વારા કરવામાં આવેલા માનહાનિના કેસમાં એનસીપી નેતા નવાબ મલિકે કોર્ટને સમીરના પરિવાર વિરુદ્ધ નિવેદનો ન આપવા સમજાવ્યું હતું. આ પછી પણ તેણે ટિપ્પણી કરી. આ માટે તેણે હવે બોમ્બે હાઈકોર્ટમાં માફી માંગી છે. 

કોર્ટે કહ્યું- આદેશ ઇન્ટરવ્યુને પણ આવરી લેશે

નવાબ મલિકે કહ્યું કે તેઓ પોતાના નિવેદનની વિરુદ્ધ જવા માટે હાઈકોર્ટમાં બિનશરતી માફી માંગે છે. તેણે કહ્યું કે કોર્ટના આદેશનો અનાદર કરવાનો કે ઉલ્લંઘન કરવાનો તેનો કોઈ ઈરાદો નથી. નવાબ મલિકે કહ્યું કે મીડિયાને સવાલોના જવાબ આપવાના કારણે તેણે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું. તેમને લાગ્યું કે તેમનો ઈન્ટરવ્યુ કોર્ટમાં આપવામાં આવેલા તેમના નિવેદનના દાયરાની બહાર છે. ત્યારબાદ તેમને સલાહ આપવામાં આવી હતી કે કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં ઇન્ટરવ્યુમાં આપવામાં આવેલા જવાબોને પણ આવરી લેવામાં આવશે.

Published On - 12:00 pm, Sat, 11 December 21

Next Article